Connect with us

Waghodia

વધુ એક બોગસ PMO અધિકારી ઝડપાયો, પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ કર્યો

Published

on

વડોદરાના MCA થયેલા ભેજાબાજ પોતાની ઓળખ Director Strategic Advisor y @PMO તથા Director Government Advisory @ PMO ની આપી હતી પોતે દિલ્હી PMO ઓફીસમાં કામ કરતો હોવાનુ જણાવી એજયુકેશન બાબતે મોટી મોટી વાતો કરી હતી પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં મિત્રના બે પુત્રોના એડમિશન કરાવ્યા અને ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી અપાવવાનું જણાવી નાણાં પડાવવાનો કારસો રચનાર વિરુદ્ધ સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી દ્ધારા વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માં આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે

વડોદરામાં નિઝામપુરા ખાતે આવેલી ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચ દ્ધારા વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું હતું કે, અમારી સ્કુલમાં ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે જે અંગ્રેજી માધ્યમની શાળા છે અને અમારી સ્કુલ સી.બી.એસ.ઈ પ્રકારની માન્યતા ધરાવે છે અમારી સ્કુલના ડાયરેક્ટર પ્રિયદર્શની કેલકર છે અને અમો અમારી સ્કુલમાં ખાલી જગ્યા મુજબ એડમીશન આપીએ છીએ અમારી સ્કુલના ટ્રસ્ટી તરીકે પારુલ યુનિવર્સિટીના MD ડો. દેવાશુ પટેલ તથા ડો. ગીતીકા પટેલ છે

Advertisement

વર્ષ 2022 ના માર્ચ મહિનામાં અમારી સ્કૂલમાં એડમીશનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મયંક તિવારી નામના વ્યક્તિ એ પોતાની ઓળખ ડાયરેકટર વ્યુહાત્મક સલાહકાર PMO ઓફીસ તરીકે આપી તેઓના ફેમીલી મિત્રના પુત્રોના એડમીશન માટે સંપર્ક કર્યો હતો જેથી અમારા ડાયરેકટર સાહેબ તેઓને સ્કૂલના ટ્રસ્ટ્રી દેવાશું પટેલને પારૂલ કોલેજ લીમડા વાઘોડીયા ખાતે મળવા જણાવ્યુ હતું દરમિયાન, ભેજાબાજ મયંક તિવારી પારૂલ કોલેજમાં ડો. ગીતીકા પટેલને મળ્યા હતા અને પોતાની ઓળખ Director Strategic Advisor y @PMO તથા Director Government Advisory @ PMO ની આપી પોતે દિલ્હી PMO ઓફીસમાં કામ કરતો હોવાનુ જણાવ્યુ હતુ અને તેઓની સાથે એજયુકેશન બાબતે વાતો કરી એજયુકેશનમાટે સાથે મળીને કામ કરીશું તથા ગુજરાત રાજ્યમાં રીસર્ચને લગતી કામગીરી કરીશું તેમજ સરકારમાંથી મંજુરી મેળવવાની કાર્યવાહી હું કરીશ તથા નાણાકીય ખર્ચની જવાબદારી તમારે કરવાની રહેશે તેમ જણાવી ડો.ગીતીકા પટેલનો વિશ્વાસમાં લીધા હતા. અને મોટી રકમ પડાવવા અને તેઓની સાથે છેતરપીંડી કરવા કારસો રચ્યો હતો

વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ મયંક તિવારી સામે છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ભેજાબાજની વધુ પૂછપરછમાં હજુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આ ભેજાબાજની તપાસ પીએસઆઇ આર.કે. રાઠવા કરી રહ્યા છે

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Waghodia

વાઘોડિયા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખની “બારીકાઈથી બાદબાકી!”

Published

on

દિવાળી તેમજ નુતાનવર્ષની શુભકામનાઓ આપવા માટે રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જોકે આવા કેટલાક કાર્યક્રમોમાં રાજકીય જાણે અજાણે રાજકીય દ્વેશભાવ સામે આવી જાય છે. જેમાં વાઘોડિયા ધારાસભ્યના સ્નેહમિલન કાર્યક્રમની પત્રિકામાં આ પ્રકારની વૃત્તિ સ્પષ્ટ જણાઈ આવી હતી.

વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હજી વિધિવત ભાજપમાં પ્રવેશ મળ્યો નથી.ધારાસભ્યએ ચૂંટણીના પરિણામ બાદ ભાજપ સરકારને સમર્થન જાહેર કર્યુ હતું. જોકે તેઓને હાલ સુધી પ્રદેશના નેતા દ્વારા ખેસ ધારણ કરાવીને પક્ષમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી. અન્ય ભાજપના ધારાસભ્યોને રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવે છે. જોકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની તેમાં પણ બાદબાકી કરવામાં આવે છે. છતાંય ભાજપને બહારથી સમર્થન જાહેર કરનાર ધર્મેન્દ્રસિંહ બાપુ, ભાજપના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. પોતાના પોસ્ટર બેનરમાં પણ ભાજપના નેતાઓના ફોટો તેઓ પ્રકાશિત કરે છે.તાજેતરમાં સ્નેહમિલન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,અમિત શાહ, સહિત રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી તેમજ જીલ્લા પ્રમુખ અને સાંસદની તસવીરો પ્રકાશિત કરવામાં આવ્યા છે.

Advertisement

અપક્ષ ધારાસભ્યની આ નિમંત્રણ પત્રિકામાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ,મંત્રીઓ, વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ, વાઘોડિયા તાલુકાના જીલ્લા પંચાયત સભ્યો,વાઘોડિયા તાલુકા પંચાયતના હોદ્દેદારો,વડોદરા તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે ખૂબ ચોકસાઈ થી જીલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. જેને લઈને જીલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા ચાલી છે.

24 નવેમ્બર,શુક્રવારે સાંજે 4.30 કલાકે, વાઘોડિયાના અમોદર ગામે હરસિધ્ધિ ફાર્મમા યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખની ખૂબ બારીકાઈથી બાદબાકી કરવામાં આવી છે. જેનાથી જીલ્લા ભાજપમાં ચાલી રહેલી જુઠબંધીના પણ દર્શન થયા છે. જો આ ફક્ત વિધાનસભા કક્ષાનો “ભાજપ”નો સ્નેહમિલન કાર્યક્રમ હોય તો વાઘોડિયા વિધાનસભામાં ભાજપના ચિન્હ સાથે ચૂંટણી લડેલા અશ્વિન પટેલ કોયલીને કેમ આમંત્રિત ન કરાયા? અને જીલ્લા કક્ષાનો કાર્યકમ ગણીએ તો જીલ્લા પંચાયત પ્રમુખની કેમ બાદબાકી? એવા અનેક સવાલો ઉભા થાય છે.

Advertisement
Continue Reading

Waghodia

વડોદરા શહેર તરફ કારમાં લઇ જવાતો વિદેશી શરાબનો જથ્થો ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમેં ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી

Published

on

ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જરોદ પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, હાલોલ તરફથી એક સફેદ કલરની વરના ફોર વ્હીલ ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ભરી જરોદ થઇ વડોદરા તરફ લઇ જવા માં આવી રહ્યો છે.

ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા બાતમી આધારિત સ્થળ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચ ગોઠવી ઉભી થઇ ગઈ હતી. અને બાતમી આધારિત સફેદ કલરની વરના ફોર વ્હીલ ગાડી આવતા તેને કોર્ડન કરી કારચાલક અને અન્ય એક ઈસમને કારમાંથી નીચે ઉતારી તેમને સાથે રાખી કારમાં તપાસ કરતા કાર માંથી 115 નંગ નાની મોટી વિદેશી શરાબની બોટલો તેમજ બીયરના ટીન મળી આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમેં કારચાલક સહીત કારમાં સવાર અન્ય એક ઈસમની ધરપકડ કરી જરોદ પોલીસ મથકે બને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

કાર માંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવતા પોલીસે વડોદરાના સુલય લાખાભાઇ મચ્છાર તેમજ ડુંગરપૂરના નરહરિ રૂપલાલ ડામોરની ધરપકડ કરી તેમની પાસે થી રૂ. 54,675 ની કિંમતનો વિદેશી શરાબના જથ્થા સાથે કાર અને મોબાઇલ ફોન સહીત કુલ રૂ. 3,64,675ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

Advertisement
Continue Reading

Waghodia

પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના ડમી ખાતા ખોલી 3.23 લાખનો ચૂનો લગાવનાર ત્રણ એજેન્ટો વિરુદ્ધ ગુનો નોંધાયો

Published

on

લલીતાબેન હરિશ શિવપ્રતાપ બિશ્નોઈ એ વાઘોડિયા પોલીસ મથક માં ઉચાપત બાબતે ફરિયાદ નોંધાવતા જાણવ્યું હતું કે વડોદરાના ફર્ટીલાઇઝર નગર ખાતે આવેલ પોસ્ટ વિભાગની સબ ડિવિઝનલ ઓફિસમાં સબ ડિવિઝન ઈન્સ્પેકટર તરીકે હું ફરજ બજાવું છુ અને મારા ડિવિઝન વિસ્તારમાં વાઘોડિયા, જરોદ, રૂસ્તમપુરા, રણોલી, નંદેસરી, કોયલી, જવાહરનગર, પી.ટી.સી., બાજવા, સયાજીગંજ, વિદ્યુતનગર, ફર્ટીલાઈઝર, વિગેરે સબ પોસ્ટ ઓફિસ આવેલ છે.

એમ.પી. કે. બી .વાય યોજના અમારી પોસ્ટ ઓફિસ તરફથી ચલાવવામાં આવે છે જેમાં અલગ અલગ ગ્રાહકો દ્વારા રોકાણ કરી એક બચત ખાતુ ખોલાવામા આવે છે અને તેમના ખાતામાં જે નાણા જમા થાય છે તેના પર પાકતી મુદતે વ્યાજ સહિત નાણા ખાતેદારને પરત આપવામા આવે છે. અને જે તે ગ્રાહક તેઓના કામકાજમા વ્યસ્ત હોય અને સમયસર નાણા ભરવા માટે આવી ન શકે તેના માટે જે તે જીલ્લામાં કલેકટરશ્રી દ્વારા આ યોજના અંતર્ગત એજન્ટોને એજન્સી આપવામાં આવે છે.

Advertisement

એમ.પી.કે.બી.વાય યોજના અંતર્ગત વાઘોડિયા પોસ્ટ ઓફિસમા કિંજલબેન સુખદેવભાઇ વસાવાને એજન્ટ તરીકે નિમવામા આવેલ હતા અને તેઓ વાઘોડિયા વિસ્તારના અલગ અલગ ગ્રાહકોના આર.ડી. ખાતા ખોલાવતા હતા અને એજન્ટ કિંજલબેન વતી ગ્રાહકો પાસેથી નાણા ઉઘરાવી જમા કરાવવાનુ કામ ગીરીશભાઇ હિરાલાલ શાહ અને પોસ્ટ ઓફિસમા પોસ્ટલ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા મણીલાલ સોમાભાઇ વસાવા બન્ને જણા એક બીજાના સબંધી થતા હોય આ બન્ને જણાએ સાથે મળી ગ્રાહકોના ડમી ખાતાઓ ખોલાવી તેમાથી રૂ.3,23,500 ની ઉચાપાત કરેલ હોવાનુ જણાઈ આવ્યું હતું

જેથી ગ્રાહકોનો વિશ્વાસ કેળવી એકબીજાના મેળાપીપણામા ગ્રાહકોની જાણ બહાર તેઓના બચત ખાતામા રહેલ નાણા પૈકી અમુક ટકા નાણા ડમી ખાતાઓમા ટ્રાન્ફર કરી પોસ્ટ વિભાગ સાથે વિશ્વાસઘાત અને છીતરપીંડી કરી પોસ્ટ વિભાગ ને રૂ. 3,23,500  ઉચાપત કરી ગુનો કરેલ હોય વાઘોડિયા પોલીસે ફરિયાદી ની ફરિયાદના આધારે ગીરીશભાઇ હિરાલાલ શાહ, મણીલાલ સોમાભાઇ વસાવા, કિંજલબેન સુખદેવભાઇ વસાવા વિરૂધ્ધ ગુનો નોંઘી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Continue Reading

Trending