Connect with us

Dabhoi

ડભોઇના ગોપાલપુરા પાસે ભયંકર અકસ્માત, ત્રણના મોત

Published

on

  • ગંભીર ઇજાગ્રસ્ત મુકેશ રાઠવાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોત નિપજ્યું હતું

વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ ના ગોપાલપુરા ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માતમાં એક પોલીસ કર્મી સહિત ત્રણના મોત થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના પાછળનું કારણ હજીસુધી જાણી શકાયું નથી. આ ભયાનક અકસ્માતમાં માનવ શરીરના અવશેષો અને લોહી રોડ પર વિખેરાયોલા જોવા મળી રહ્યા છે. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ તથા સ્થાનિક પોલીસ દોડીને ઘટના સ્થળે પહોંચી છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરા શહેર – જિલ્લામાં જીવલેણ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આજે વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇના ગોપાલપુરામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જે અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ત્રણ મિત્રો સુરેશ રાઠવા, હરેશ રાઠવા અને મુકેશ રાઠવા બાઇક પર લગ્નપ્રસંગે
કવાંટ ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન ગોપાલપુરા પાસે બોલેરો ચાલક દ્વારા પુર ઝડપે ટક્કર મારતા ત્રણેય ફંગોળાઈને પટકાયા હતા. ત્રણ પૈકી બે નું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર ઇજાગ્રસ્ત મુકેશ રાઠવાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.

મુકેશ રાઠવા પોલીસ કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા, જ્યારે તેમના અન્ય બે મિત્રોએ તાજેતરમાં પીએસઆઇની પરીક્ષા આપી હોવાનું પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું છે. ઘટનાને પગલે વધુ એક વખત પુરઝપડે વાહન હાંકીને યમરાજ બનીને ફરતા વાહનો પર લગામ કસવાનો મુદ્દો સપાટી પર આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્સુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું કે, આ ઘટનામાં માનવ અવશેષો અને લોહી રસ્તા પર વિખેરાયેલા જોવા મળ્યા હતા. જેને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. હવે ઝડપખોરો પર લગામ કસવાની સાથે આ કૃત્ય અચરનાર કેટલા સમયમાં પોલીસની ગિરફ્તમાં આવે છે તે જોવું રહ્યું.

Continue Reading
Chhotaudaipur15 hours ago

રૂ. 1,300 કરોડનો હાઈવે પાણીમાં: છોટાઉદેપુરમાં NH 56 ની નબળી કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી

Vadodara19 hours ago

ગોરવા-ગોત્રીથી માંડી દાહોદ-મહીસાગર સુધી ગુનાખોરીનો કારોબાર: વોન્ટેડ આરોપી મોહન શેખાવતની PCB દ્વારા ધરપકડ

Vadodara20 hours ago

વડોદરામાં ‘ડેથ ટ્રેપ’: ચોમાસામાં તૂટેલા ગટરના ઢાંકણાં અકસ્માતને આમંત્રણ, VMC કામગીરી પર ઉઠ્યા સવાલો

Vadodara20 hours ago

કેન્દ્રનું ‘ગ્રીન સિગ્નલ’ પણ ગુજરાતનું ‘રેડ એલર્ટ’: પેટ્રોલ-ડીઝલના પ્રતિબંધ મુદ્દે ખેડૂતો અને પંપ સંચાલકો અસમંજસમાં!

Vadodara21 hours ago

અટલાદરા પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા 4 બાળકોને ગણતરીના સમયમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

Vadodara2 days ago

રુકમિણી ચૈનાણી પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફ્ટીના સાધનો જ શોભાના ગાંઠિયા સમાન, ફાયર બ્રિગેડની કડક નોટિસ

Vadodara2 days ago

VGL અને અમૂલની મોટી પહેલ: CNG સ્ટેશનો પર હવે મળશે અમૂલની ડેરી પ્રોડક્ટ્સ, ગ્રાહકોને એક જ સ્થળે ડબલ સુવિધા

Vadodara2 days ago

એક તરફ પાણીની તંગી, બીજી તરફ પાલિકાની બેદરકારી: બાજવામાં પાઈપલાઈન લીકેજથી ગરનાળું બન્યું તળાવ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara2 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara5 days ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara5 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara1 week ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara2 weeks ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara2 weeks ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara2 weeks ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Trending