Connect with us

Editor's Exclusive

જીલ્લા ભાજપમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, શું પ્રમુખ હવે મહામંત્રીને રીપોર્ટ કરશે ?

Published

on

  • કોઈ પણ કાર્યક્રમમાં પ્રમુખને મુખ્ય જવાબદારી અપાય છે, ત્યાર બાદ મહામંત્રીઓને જવાબદારી મળતી હોય છે.
  • જીલ્લા ભાજપે મહિલા મોરચાના મહામંત્રીને મુખ્ય જવાબદારી આપી અને મહિલા મોરચા પ્રમુખને તેઓની નીચે જવાબદારી આપી!
  • આવી નવી કાર્યપદ્ધતિથી પ્રદેશ ભાજપા અને રાષ્ટ્રીય ભાજપે પણ પ્રેરણા લેવાની જરૂર છે.

(મૌલિક પટેલ-એડિટર) ભારતીય જનતા પાર્ટી નિયમિત પ્રશિક્ષણ વર્ગો કરતી હોય છે. જેમાં રાષ્ટ્રીય સ્તરથી બુથ સ્તર સુધીના કાર્યકરોને વિવિધ વિષયો પર પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ વિષયોમાં એક વિષય “ભાજપાની કાર્યપદ્ધતિ” પણ હોય છે. કાર્યપદ્ધતિ સમજીને પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ કરનારને પક્ષ કોઈ મહત્વની જવાબદારી આપે છે. ત્યારે જીલ્લા ભાજપના ઉચ્ચ પ્રશિક્ષિત સુકાનીઓ દ્વારા જીલ્લામાં એક નવા પ્રકારની કાર્યપદ્ધતિ પ્રસ્થાપિત કરતા કાર્યકર્તાઓ હવે પંડિત દિનદયાળ ઉપાધ્યાયને યાદ કરતા થઇ ગયા છે.

સામાન્ય રીતે પક્ષના હોદ્દાઓમાં સર્વોપરી હોદ્દો પ્રમુખ/ અધ્યક્ષનો હોય છે. તે બાદ મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો, મંત્રીઓ અને ત્યાર બાદ અન્ય હોદ્દાઓ પર સ્થાન મળે છે. આ પિરામીડ વ્યવસ્થામાં પ્રમુખનો હોદ્દો કોઈ ભલામણથી નહિ પણ લાયકાતના આધારે મળે છે. અને ત્યાર પછી મહામંત્રીઓને તેમની કાર્યક્ષમતાને આધારે હોદ્દાઓ મળતા હોય છે. ભાજપ વિશ્વની એક માત્ર એવી પાર્ટી છે. કે ત્યાં આવી વ્યવસ્થા કેટલાય દાયકાઓથી ખુબ મજબૂતીથી અનુસરવામાં આવે છે. જેના કારણે પક્ષમાં તમામ લાયકાત ધરાવતા કાર્યકરોને પોતાની ક્ષમતા પ્રમાણે કામગીરી અને હોદ્દાઓ મળતા રહે છે.

તાજેતરમાં વડોદરા જીલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના” શીર્ષક હેઠળ કાર્યકરો યોજાવા જઈ રહ્યા છે. જેમાં 5 જુનથી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે વૃક્ષારોપણથી શરુ થઈને વિશ્વ યોગ દિવસના આ કાર્યક્રમોની શૃંખલામાં જીલ્લા કક્ષાએ ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની જવાબદારી આપવામાં આવી છે. જેમાં જીલ્લા કક્ષાએ ઇન્ચાર્જ તરીકે મહામંત્રી બ્રિજેશ પટેલ સહીત ત્રણ સહ ઇન્ચાર્જ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે 11 જેટલા કાર્યક્રમોના એક એક ઇન્ચાર્જ પણ નીમવામાં આવ્યા છે.

આ 11 કાર્યક્રમોમાં વિશ્વ યોગ દિવસના ઇન્ચાર્જ તરીકે જીલ્લા મહિલા મોરચા પ્રમુખ હીનાબેન મોઢને જવાબદારી મળી છે. જોકે હવે હીનાબેન મોઢે પોતાની કામગીરીનું રીપોર્ટીંગ જીલ્લા કક્ષાના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જને કરવું પડશે. જયારે જીલ્લા ભાજપે જીલ્લા કક્ષાના સહ ઇન્ચાર્જની જવાબદારી મહિલા મોરચાના મહામંત્રી મધુબેન સોલંકીને આપી છે .એટલે શું હવે મહિલા મોરચાના પ્રમુખ પોતાને સોપેલી કામગીરીનું રીપોર્ટીંગ મહિલા મોરચા મહામંત્રીને કરશે?

મહિલા મોરચા મહામંત્રી મધુબેન સોલંકીને મળેલા અચાનક પ્રમોશનની જીલ્લામાં મીઠી ચર્ચા શરુ થઇ છે. મોરચાના પ્રમુખ તરીકે જે જવાબદારી હીનાબેન મોઢને મળવી જોઈએ, તે જવાબદારી મોરચાના મહામંત્રીને મળે છે. અને મહામંત્રીને મળે તેનાથી વાંધો ન હોય!, પણ જ્યારે કોઈ એક વ્યક્તિને બઢતી આપવા માટે મહિલા મોરચા પ્રમુખના હોદ્દાને નાનોકરવામાં આવે તે કાર્યકરોને આખે ઉડીને વળગ્યો છે. આ નિયુક્તિ પ્રમાણે તો જાણે હીનાબેન મોઢ મોટી જવાબદારી માટે તૈયાર કે સક્ષમ ન હોય અને મહામંત્રી તેમના કરતા વધુ જવાબદારી મેળવવાના હક્કદાર હોય તેવો ઘાટ સર્જાયો છે. હોદ્દાને ડાઉનગ્રેડ કરવાની આ નવી કાર્યપદ્ધતિની ચર્ચાએ જીલ્લામાં જોર પકડ્યું છે.

Continue Reading
Vadodara37 minutes ago

ટ્રાફિક જામથી નાગરિકો ત્રાહિમામ: ખિસકોલી સર્કલના ટ્રાફિક મેનેજમેન્ટ સામે ઉઠતા સવાલો

Vadodara14 hours ago

લક્ષ્મીપુરામાં પોલીસનો સપાટો: બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ, 7 શખ્સો રંગેહાથ ઝડપાયા

Vadodara16 hours ago

‘સ્માર્ટ’ પ્રી-મોન્સૂન કામગીરીનું સત્ય:  થોડાક જ વરસેલા વરસાદ માં ટ્રક અચાનક રસ્તામાં ગરકાવ

Vadodara18 hours ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara23 hours ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi24 hours ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara1 day ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli2 days ago

20 વર્ષનો વનવાસ: ડેસરના જુના કેસરાના મુવાડામાં રસ્તો અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli3 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara5 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara7 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara7 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara1 week ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 week ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending