Connect with us

Editor's Exclusive

ધારાસભ્યોની વાત સાચી પડી, સરકારી તંત્ર પાસે કામ કરાવવું યુદ્ધ લડવા સમાન અઘરું!, વરણામા ગ્રામ પંચાયતને થયો કડવો અનુભવ!

Published

on

(મૌલિક પટેલ-એડિટર) જાન્યુઆરી માસમાં વડોદરા જીલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરી માંથી કરાવવું એ એક યુદ્ધ લડવા જેવું અઘરું બની ગયું છે અને મોટા અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ પોતાની મનસ્વીતા દર્શાવતા થઇ ગયા છે અને અંધાધુન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે આવો જ એક અનુભવ વડોદરા તાલુકાની એક ગ્રામ પંચાયતને થયો છે. જેમાં જીલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વિકાસ કરવો હોય તો તંત્ર જ ગ્રામ પંચાયતને સહકાર ન આપતું હોવાના પુરાવાઓ સામે આવ્યા છે. જ્યાં કોર્ટના હુકમ બાદ જે ગામમાં પોલીસ મથક વર્ષોથી સ્થાપિત થયેલું છે ત્યાં પણ ગામના દબાણો દુર કરવા માટે પુરતો પોલીસ બળ ઉપલબ્ધ નથી તેવો લેખિત પત્ર આપીને દબાણો દુર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. આમ તો જયારે વીઆઈપી મુવમેન્ટ હોય અને કોઈ નેતાને શક્તિ પ્રદર્શન કરવું હોય ત્યાં જીલ્લામાં પુરતો પોલીસ કાફલો મળી જાય છે. પણ જ્યાં લોકહિત માટે ગામના દબાણો દુર કરવા હોય ત્યાં પોલીસ પાસે સ્ટાફની અછત સર્જાય છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરા તાલુકાના વરણામા ગામે ગામની અંદર ગેરકાયદેસર રીતે ઉભી થયેલી દુકાનો દુર કરવા માટે ગ્રામ પંચાયતે દુકાનના કબજેદારોને નોટીસ આપી હતી. આ દુકાનો તોડી પાડીને સરકારી જમીનનો કબજો પરત ગ્રામ પંચાયત પાસે મેળવી લેવા માટે ગ્રામજનોએ મુહિમ ઉપાડી હતી. આ મુહિમ સામે થયેલી કાર્યવાહીમાં દુકાનો નહિ તોડવા માટે કબજેદારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા દબાણકર્તાઓ પાસે માલિકી હક્કના પુરાવાઓ મંગાવ્યા હતા. જોકે કબજેદારોએ પુરાવા રજુ નહિ કરતા કોર્ટે દબાણ દુર કરવા માટે ગ્રામ પંચાયતને પરવાનગી આપી દીધી હતી.

જે બાદ ગત 27 મેના રોજ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા દબાણો દુર કરવા માટે ગ્રામ પંચાયતને પોલીસ બંદોબસ્ત પૂરો પાડવા વરણામાં પોલીસ મથકને પત્ર લખ્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે, સીનીયર સિવિલ જજ વડોદરા સમક્ષ ચાલી ગયેલ રેવન્યુ મુકદમા 748 થી 752 ના હુકમ પ્રમાણે વરણામા ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાનો/દબાણ તોડી પાડવા માટે 5 જુને પોલીસ બંદોબસ્ત પૂરો પાડવાનો રહેશે.

ગ્રામ્ય SDMએ 27 મે ના રોજ પોલીસ મથકને લખેલો પત્ર

ફરીથી આજે 04 મેના રોજ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા “તાત્કાલિક/અગત્યનું” તેવા શેરા સાથે પોલીસ બંદોબસ્ત ફાળવવા માટે વરણામા પોલીસ મથકના પોલીસ અધિકારીને પત્ર લખ્યો હતો. જ્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, “વરણામા ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરેલ સમય દરમ્યાન સરકારશ્રીના ધારાધોરણો અને નિયમ પ્રમાણે પોલીસ બંદોબસ્ત ફાળવી આપવા આપને જણાવવામાં આવે છે.”

ગ્રામ્ય SDMએ 4 જૂનના રોજ પોલીસ મથકને લખેલો પત્ર

સિનયર સિવિલ જજ વડોદરાના હુકમ અને ત્યાર બાદ વડોદરા ગ્રામ્ય SDM દ્વારા “તાત્કાલિક/અગત્યનું” તેવા શેરા સાથે લખેલા પત્ર બાદ જે ગામમાં દબાણ તોડવાનું છે તેજ ગામમાં દબાણ વાળા વિસ્તારથી માત્ર 100 મીટરના અંતરે પોલીસ સ્ટેશન ધરાવતા વરણામા પોલીસ મથકના ઇન્ચાર્જ PI દ્વારા બંદોબસ્ત ફાળવવા માટે લખેલા પત્રની વિગતો વાંચી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. દબાણ દુર કરવાની તારીખ અને સમયના 12 કલાક પહેલા જ ઇન્ચાર્જ  PI જે. કે ડાંગર પત્રમાં જણાવે છે કે, “અત્રેના વરણામા પોલીસ સ્ટેશનના સ્થાનિક PI 8 જૂન સુધી રજા પર હોય, તેમજ પોલીસ સ્ટેશનમાં આશરે 10 જેટલા પોલીસ માણસો પણ અન્ય કામગીરીમાં રોકાયેલા હોય તથા 6 પોલીસ કર્મીઓ રજા પર હોય, ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તેવી શક્યતાઓ હોય જેથી દબાણ દુર કરવાની કામગીરી પાંચ દિવસ પછી રાખવામાં જણાવવામાં આવે છે.”

દબાણ દુર કરવાની તારીખ અને સમયના 12 કલાક પહેલા જ ઇન્ચાર્જ PIનો પત્ર

વિચારવા જેવી વાત એ છે કે, કોર્ટના હુકમ બાદ તમામ સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ પણ એક ગ્રામ પંચાયત પોતાના ગામની સરકારી જમીન પર દબાણ દુર કરવામાં લાચારી અનુભવી રહ્યા છે. જ્યાં દબાણ દુર કરવામાં પોલીસ બંદોબસ્ત મેળવવા માટે ધમપછાડા કરવા પડે છે. વરણામા ગામ માંજ વરણામા પોલીસ મથક આવેલું છે. છતાય ગામના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવા માટે પોલીસ સ્ટેશન પાસે પુરતો સ્ટાફ કે ફરજ પર અધિકારી હાજર ન હોય પોલીસે પણ પોતાની લાચારી પત્રમાં સ્પષ્ટ જણાવી દીધી છે. વિઆઈપી મુવમેન્ટ અને નેતાઓના શક્તિપ્રદર્શન માટે રાતોરાત બંદોબસ્ત મળી જતો હોય, ત્યાં એક ગ્રામ પંચાયતને 100 પોલીસ મથકથી 100 મીટરના અંતરે બંદોબસ્ત મળતો નથી. જીલ્લા પોલીસના પોલીસ મથક પાસે પુરતો સ્ટાફ ન હોય તો પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેલો રીઝર્વ સ્ટાફ પણ બંદોબસ્ત માટે આપી શકે છે. પણ અહિયાં તો જેમ જાન્યુઆરીમાં જીલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો તેમ વાત સાર્થક થઇ રહી છે. “સામાન્ય નાગરિક તો ઠીક, ગ્રામ પંચાયતને પણ સરકારી તંત્ર પાસે કામ કરાવવું એ યુદ્ધ લડવા સમાન મુશ્કેલ થઇ ગયું છે!”

Continue Reading
Farm Fact2 days ago

પ્રાકૃતિક ખેતીનું અદભુત ઉદાહરણ: 15 વીઘાના ખેતરમાં વિવિધ પાકો ઉગાડી કીર્તન પટેલ બન્યા સંપૂર્ણ સ્વાવલંબી

Editor's Exclusive3 days ago

બરોડા ડેરીના 10 ડિરેક્ટરોની મંડળીઓમાં કલમ 81ની નોટિસ આપવામાં રાજકીય કિન્નખોરી?,બાકી રહેલા ત્રણ ડિરેક્ટરોના ઓડિટ અહેવાલે પોલ ખોલી!

Vadodara4 days ago

વડોદરામાં મગરનો વધુ એક શિકાર: કલાલી પાસે તલસટ ગામે નદી કિનારે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો

Chhotaudaipur4 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara5 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National5 days ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat6 days ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara6 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur4 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara5 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur4 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara4 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending