Connect with us

Editor's Exclusive

FACT FINDERની ભવિષ્યવાણી સાચી ઠરી: પ્રેશર ટેક્નિક જાળવી રાખવા ભાજપના જ ડેરીના ડિરેક્ટરોને તેઓની જ દૂધ મંડળીઓમાં વહીવટદાર મુકવાની નોટિસ ઈશ્યુ થઈ!

Published

on

  • બરોડા ડેરીમાં બળવો ન થાય તે માટે વડોદરા જીલ્લાના 4 ડિરેક્ટરોની મંડળીને કમલ 81 હેઠળ નોટિસ ઈશ્યુ કર્યાની વિગતો સામે આવી
  • સહકારમાં “સક્ષમ” ડિરેક્ટરોને દબાણમાં રાખીને ડેરીની સત્તા સોંપવા માટે ખેલાયો ખેલ,સેન્સ પ્રક્રિયાની પૂર્વરાત્રીએ નોટિસો ઈશ્યુ થઈ
  • હજી છોટાઉદેપુર જીલ્લાના ડિરેક્ટરો અને વડોદરા જીલ્લાના બાકી રહેલા ડિરેક્ટરો પર પણ નોટિસ ઈશ્યુ થશે!

(મૌલિક પટેલ-એડિટર) વડોદરા જીલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં વર્ષોથી ભાજપના ખેસ ધારણ કરેલા જ સહકારી અગ્રણીઓ સત્તાનું સુકાન સંભાળે છે. જેમાં છેલ્લા 5 વર્ષથી બરોડા ડેરીના શાસકોને ભાજપના જ ધારાસભ્યો પડકાર ફેંકી રહ્યા છે. દૂધઉત્પાદકોને પોષણક્ષમ ભાવો મળતા નથી અને કથિત ભ્રષ્ટાચારના આરોપો લગાવીને બરોડા ડેરીના મુદ્દાને સતત જીવંત રાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન બરોડા ડેરીના ડિરેક્ટરોની ટર્મ પુરી થતા ડેરીમાં વહીવટદાર મૂકીને સંઘના પેટા નિયમોમાં સુધારા કરવાની ગોઠવણ વિરોધી જૂથ દ્વારા ગોઠવવામાં આવી હતી. જોકે ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી જાહેર કરવા માટે હાઇકોર્ટના દ્વારે પહોંચ્યા હતા. જ્યાં તમામ આયોજનો પર પાણી ફરી વળ્યું હતું. આ દરમિયાન હાઇકોર્ટના હુકમને આધારે બરોડા ડેરીના નિયમક મંડળની ચૂંટણી યોજાઈ હતી. જ્યાં 13 ઝોન પ્રમાણે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના પ્રદેશના નેતાઓનું અહંકાર હણાયો!
ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ અને ભાજપ કોંગ્રેસના સહકારી અગ્રણીઓએ ઉમેદવારી ફોર્મ પણ ભર્યા જોકે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા થાય તે પહેલા કેટલાક ઉમેદવારો ભાજપનું મેન્ડેટ મળે તે પહેલા બિનહરીફ થઈ જતા ભાજપના પ્રદેશના નેતાઓનું અહંકાર હણાયું હતું. જેને લઈને વિવાદ વધુ વકર્યો હતો.

મેન્ડેટ સાથે પણ બિનહરીફ થયેલા ડિરેક્ટરોને સત્તાથી દુર રાખ્યાં
જે ઉમેદવારોએ ભાજપના મેન્ડેટ સાથે બિનહરીફ થઈને કે ચૂંટણી લડીને જીત્યા હતા. તેઓને સત્તાથી દૂર રાખવાના ચોખટા ગોઠવાયા, જેમાં સમગ્ર બોર્ડ તો ભાજપના જ ડિરેક્ટરોનું બન્યું,પણ “પ્રદેશના નેતાઓથી ઉપરવટ થઈને ચૂંટણી કેવી રીતે જીત્યા?” તે અહમને કારણે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આપવામા વિલંબ કરવામાં આવ્યો.

https://www.instagram.com/reel/DbfYgprMd05/?igsh=MXV1cm9oMXJoNDRiNA==

ડિરેક્ટરોને દબાણમાં રાખવા સહકારી કાયદાઓનો બેધડક ઉપયોગ!
ગત સપ્તાહે બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજવા માટે 4 ઓગસ્ટની તારીખ જાહેર કરવામાં આવી, જોકે તે પહેલા સહકારી ક્ષેત્રના દિગજ નેતાઓ બળવો ન કરે તે માટે ચૂંટાયેલા તમામ ડિરેક્ટરોની દૂધ ઉત્પાદક સહકારી મંડળી( જ્યાંથી તેઓ ઠરાવ કરીને ચૂંટણી લડયા હતા તે)ને નોટિસ આપવામાં આવી છે. હાલ વડોદરા જિલ્લાના સહકારી રજીસ્ટ્રારની કચેરી દ્વારા બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ- દિનુમામાં (ઘાયજ દૂધ મંડળી), પૂર્વ ચેરમેન સતીષ પટેલ-નિશાળીયા(નિશાળીયા દૂધ મંડળી), ડભોઇના ડિરેકટર દીક્ષિત પટેલ(નારીયા દૂધ મંડળી), જીલ્લાના પૂર્વ મહામંત્રી અને વાઘોડિયા ઝોનના ડિરેક્ટર સતીષ મકવાણા(અલવા દૂધ મંડળી)માં સહકારી કાયદાની કલમ 81 મુજબ વિવિધ વહીવટી અને હિસાબી ક્ષતિઓ માટે તેઓની મંડળીઓમાં “વહીવટદાર કેમ નિયુક્ત ન કરવા” તેની નોટિસ આપવામાં આવી છે. ભાજપના જ ડિરેક્ટરોની આજે સેન્સ પ્રક્રિયા થાય તે પહેલા ઈશ્યુ કરવામાં આવેલી આ નોટિસો નાક દબાવીને સત્તા હાસિલ કરવાની રાજનીતિ તરીકે જોવામાં આવે છે. જોકે ચૂંટણી યોજાય તે પહેલા બાકી રહેલા ડિરેક્ટરોની મંડળીઓને પણ નોટિસ મળી જશે! તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપના પ્રદેશના નેતાઓને જે ડિરેક્ટરને પ્રમુખ કે ઉપપ્રમુખ બનાવવા છે(તેઓ ભલેને મંડળીમાં 3 વર્ષ પ્રમુખ રહ્યા હોય કે નહીં!)તેઓને નોટિસ ઈશ્યુ થશે નહીં! તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ઘાયજ દૂધ મંડળી(દિનેશ પટેલ -દિનુમામાં)
નિશાળીયા દૂધ મંડળી-સતીષ પટેલ નિશાળીયા
અલવા દૂધ મંડળી- સતીષ મકવાણા(રાજુ અલવા)-વાઘોડિયા
નારીયા દૂધ મંડળી-દીક્ષિત પટેલ(ડભોઇ)

Continue Reading
Farm Fact2 days ago

પ્રાકૃતિક ખેતીનું અદભુત ઉદાહરણ: 15 વીઘાના ખેતરમાં વિવિધ પાકો ઉગાડી કીર્તન પટેલ બન્યા સંપૂર્ણ સ્વાવલંબી

Editor's Exclusive3 days ago

બરોડા ડેરીના 10 ડિરેક્ટરોની મંડળીઓમાં કલમ 81ની નોટિસ આપવામાં રાજકીય કિન્નખોરી?,બાકી રહેલા ત્રણ ડિરેક્ટરોના ઓડિટ અહેવાલે પોલ ખોલી!

Vadodara4 days ago

વડોદરામાં મગરનો વધુ એક શિકાર: કલાલી પાસે તલસટ ગામે નદી કિનારે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી ગયો

Chhotaudaipur4 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara5 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National5 days ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat6 days ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara6 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur4 days ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara5 days ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur4 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara4 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending