વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામના ખેડૂત પર ખેતરમાં પાણી છોડવા મામલે ટોળાએ હથિયારો વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ફરિયાદી ખેડૂત દ્વારા હુમલાખોરોમાં 16 નામો પોલીસને લેખિતમાં આપવામાં આવ્યા હતા. હુમલા સમયનો વિડીયો પણ વાયરલ ઠૂંઓ હતો જેમા 7 થી 8 જેટલા હુમલાખોરો દેખાતા હોવા છતાંય પોલીસે ફક્ત 4 વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ કરતા પોલીસની ભૂમિકા પર પીડિત પરિવારે સવાલો ઉભા કર્યા છે.
પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદી મહેશભાઈ મથુરભાઈ પરમાર 5 ફેબ્રુઆરીએ ટ્રેકટરમાં નાંખવા માતેડીઝલ લઈને પોતાની ઘરે જતા હતા તે સમયે વેજલપુર ત્રણ રસ્તા પર પહોંચતા જ ગામમાં રહેતા દિનેશભાઈ પૂજાભાઈ પરમાર, ગણપતભાઈ ચીમનભાઈ પરમાર,જીતેન્દ્ર દલપતભાઈ પરમાર અને દલપતભાઈ સનાભાઈ પરમારે ફરિયાદીને ઉભો રાખીને કહેવા લાગ્યા હતા વેજલપુરમા આવેલા સર્વે નંબર 128માં તે પાણી કેમ છોડ્યું છે તેમ કહી ચારેય વ્યક્તિ ઉશેકરાઈ જઈએ ગાળાગાળી કરીને ગડદા પાટુંનો માર મારવા લાગેલ, જે બાદ ગામના અન્ય કેટલાક લોકોએ વચ્ચે પડીને ફરિયાદીને છોડાવેલ અને ત્યાર બાદ તેઓના માતા તેમજ ભાઈ તેમને સારવાર અર્થે વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલા હતા જ્યાં હાજર તબીબે છાતીના ભાગે,હાથે પગે તેમજ માથામાં મૂઢ માર માર્યો હોવાની સારવાર આપી હતી.
સમગ્ર પ્રકરણમાં ફરિયાદીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદ અને પોલીસે નોંધેલી ફરિયાદમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. ફરિયાદીને પરિવારનો આક્ષેપ છે કે, વાઘોડિયા પોલીસ સામાવાળા હુમલાખોરોને છાવરી રહી છે. ફરિયાદીએ પોતે સહી સાથે સમગ્ર ઘટના વર્ણવતી લેખિત ફરિયાદમાં 16 વ્યક્તિઓના નામો આપ્યા હોવા છતાંય પોલિસે ફક્ત 4 હુમલાખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. બીજી તરફ હુમલા સમયે જ્યારે ફરિયાદીને ટીંગાટોડી કરીને માર મારવામાં આવતો હતો તે સમયે કોઈ ગ્રામજને વિડીયો ઉતાર્યો હતો. જેમાં એક સાથે 7 થી 8 જેટલા હુમલાખોરો વીડિયોમાં દેખાય છે. હુમલાખોરોનો ભોગ બનનાર ફરિયાદી બચાવો બચાવોની બુમો પાડે છે. જ્યાં એક હુમલાખોરના હાથમાં દંડો તેમજ અન્ય એક હુમલાખોર કોઈ બોથડ વસ્તુ વડે ફરિયાદીને માથાના ભાગે હુમલો કરતો હોવાનું વિડીયોમાં દ્રશ્યમાન થાય છે.
Advertisement
તેમ છતાંય પોલીસે આવા સાધનિક પુરાવાને ધ્યાને લીધા વિના જ હથિયારોનો ઉલ્લેખ કર્યા વિના ગુન્હો દાખલ કરી દીધો છે.જીવલેણ હુમલો હોવા છતાંય સામાન્ય કલમો દાખલ કરીને પોલીસે એકતરફી કામગીરી કરી હોવાનો ફરિયાદીને પરિવારજનોનો આક્ષેપ છે.જયરે ફરિયાદીના માતા પોલીસ મથકે રજુઆત કરવા જાય તો તેઓને હડધૂત કરીને પોલીસ કાઢી મુકતી હોવાની પણ રજુઆત મીડિયા સમક્ષ કરી છે.સમગ્ર પ્રકરણમાં વાઘોડિયા પોલીસ માથાકના સ્ટાફની ભૂમિકા અંગે ફરિયાદી અને તેઓના પરિવાર દ્વારા જીલ્લા પોલીસ વડા સુધી રજુઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.