Connect with us

Padra

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Published

on

વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલ ચોક્સી બજારમાં એક ચોક્સીની દુકાનમાં ગ્રાહક બની બ્રેસલેટ અને નાકમાં પહેરવાની કડીની ખરીદી કરવા આવેલ બે બુરખાધારી મહિલાઓએ દુકાનદારને વાતો માં ભેળવી તેની નજર ચૂકવી હાથ ચાલાકી કરી એક બ્રેસલેટ અને નાકમાં પહેરવાની કડીની ચોરી કરી ફરાર થઇ જતા દુકાનદારને શંકા ઉપજતા દુકાનદારે બને બુરખાધારી મહિલાઓનો પીછો કરી એક મહિલાને ઝડપી પાડી પોલીસ હવાલે કરી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ ચોક્સી બજારમાં સીલપનભાઇ ગીરીશભાઇ ચોક્સી સોના-ચાંદીના દાગીનાની ચોક્સી પ્રવિણલાલ ચીમનલાલ નામની દુકાન ધરાવે છે ગતરોજ બપોરના સમયે સીલપનભાઇ ચોક્સી દુકાનમાં એકલા હતા. તે દરમિયાન બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક તરીકે દુકાનમાં આવી હતી અને
બ્રેસલેટ અને નાકમાં પહેરવાની કડીની ખરીદી કરવી છે તેમ જણાવતા દુકાન માલિક સીલપનભાઇએ અલગ અલગ ડિઝાઇન ના સોનાના બ્રેસલેટ અને નાકમાં પહેરવાની કડીઓ ટ્રેમાં ગોઠવીને મહિલાઓની સામે મૂક્યા હતા


દરમિયાન એક બુરખાધારી મહિલાએ દુકાનદાર સીલપનભાઇને વાતોમાં પેરવી દેતા અન્ય બુરખાધારી મહિલાએ સીલપનભાઇની નજર ચૂકવી ટ્રેમાં ગોઠવેલ રૂપિયા 65 હજારની કિંમતનું 1 ગ્રામ વજનનું બ્રેસલેટ પોતાના હાથમાં પહેરી લીધું હતું જયારે બીજી મહિલાએ નાકમાં પહેરવાની રૂપિયા 2 હજારની કિંમતની 200 મીલીગ્રામની કડી પોતાના પર્સમાં મૂકી મહિલાઓએ દુકાનદાર સીલપનભાઇને બ્રેસલેટ અને કડીઓ અમને પસંદ નથી તેમ કહી બંને મહિલાઓ કુલ્લે રૂપિયા 67 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના દુકાન સ્થિત લાગેલા સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી

બુરખાધારી મહિલાઓ દુકાનમાંથી હાથફેરો કરી નીકળ્યા બાદ દુકાનદાર સિલપનભાઇ ચોક્સીની નજર ટ્રેમાં મુકેલ બ્રેસલેટ અને નાકની જડ પર પડતા દાગીના ઓછા હોવાનું જણાઈ આવતા સિલપનભાઇ ચોક્સી તરત પોતાની મોટરસાયકલ લઇ બજારમાં બુરખાધારી મહિલાઓનો શોધવા નીકળ્યા હતા પરંતુ મહિલાઓએ બુરખા કાઢી નાંખ્યા હોય મહિલાઓને ઓળખવી મુશ્કેલ થઇ ગઇ હતી. પરંતુ કાળો ડ્રેસ પહેરેલ એક મહિલા પર સીલપનભાઇને શંકા જતા તેને ઝડપી તેની તપાસ કરતા બ્રેસલેટ તેની પાસે થી મળી આવતા મહિલાને પોલીસ હવાલે કરી હતી. પાદરા પોલીસે બંને મહિલાઓ સામે ગુનો દાખલ કરી બીજી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Padra

પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પરથી પ્રેમિકા સાથે લગ્ન કરવાની ના પાડતા આણંદના યુવકનો મોતનો ભૂસકો બે દિવસ પછી યુવકનો મૃતદેહ મળી આવ્યો

Published

on

આણંદ જિલ્લાના બાલુપુરા ગામના એક યુવકને ગામની એક યુવતી સાથે આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને એક વર્ષથી બંને એકબીજા ના પ્રેમમાં હતા જોકે યુવતીના પરિવારે યુવતીના લગ્ન તેના પ્રેમી સાથે કરવાની ના પાડતા પ્રેમી યુવકે ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ પાદરા તાલુકાના મુજપુર ગામના ગંભીરા બ્રિજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. તેનો મૃતદેહ બે દિવસ પછી આજે મળી આવ્યો છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના બાલુપુરા ગામના જુના રસ્તા ભાથુજી મંદિર પાસે રહેતા ઉમેશભાઈ ઠાકોરનો 21 વર્ષનો દીકરો મિતેશ ગામની એક યુવતી સાથે એક વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતો હતો. એક વર્ષના પ્રેમમાં પાગલ બંનેલ પ્રેમી યુગલ વારંવાર મળતા મિતેશે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેથી યુવતીના પરિવારને જઇને મળ્યો હતો. આ યુવતીના પરિવારે યુવતીના લગ્ન તેની સાથે કરવાની ના પાડી હતી તેથી મિતેશને લાગી આવ્યું હતું અને ગત સાતમી તારીખે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. મિતેશ પાદરા તાલુકાના મુજપુર ગામના ગંભીરા બ્રિજ પર પહોંચ્યો હતો. અને પ્રેમિકા વગર જીવી નહી શકાય તેમ માની મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. મિતેશ ઘરે નહિ આવતા તેના પરિવારજનો એ શોધખોળ શરુ કરી હતી. દરમિયાન મિતેશનો મૃતદેહ બે દિવસ પછી મળી આવ્યો હતો. પાદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Continue Reading

Padra

પાદરા: ગામેઠા ગામે જાતિવિષયક શબ્દને લઈને બે સમુદાય વચ્ચે તંગદિલી,પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

Published

on

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દ ને લઈને બે સમુદાયના જૂથે વચ્ચે ઉગ્ર બોલા ચાલી બાદ મામલો બિચક્યો હતો અને ગામમાં વધુ એક વારબબાલ સર્જાઈ હતી. અગાઉ ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના વૃધ્ધનું અવસાન થતા ગામના એક માત્ર સ્મશાનમાં ગામના સરપંચના પતિ સહિત 13 લોકો એ અંતિમ વિધી ના કરવા દેતા દલિતોને ગામના સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.

ત્યારે આજે એ ઘટના ના પડઘા ફરી થી પડતા પાદરા પોલીસ તેમજ જિલ્લા કક્ષાના અધિકારી DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મામલો નિયંત્રણ માં લીધા હતો જોકે ગામમાં અજંપાભરી શાંતિ છે.

Advertisement

પાદરા તાલુકાના ગામેઠા ગામમાં 15 દિવસ પેહલા દલિત સમાજના વૃધ્ધનું અવસાન થતા તેમના સમાજના તમામ લોકો આવી ગયા બાદ તેઓની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી. અને તેમના અંતિમ સંસ્કાર કરવા ગામ માં આવેલ એક માત્ર સ્મશાનમાં ગામના સરપંચના પતિ સહિત 13 લોકો એ અંતિમ વિધી ના કરવા દેતા ભારે વિવાદ સર્જાયો હતો. અને 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સવર્ણોની સુચનાથી દલિતોને સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.

દલિત સમાજ સાથે થયેલા આ કૃત્ય થતાં સમાજના અગ્રણીઓ વડુ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને અંતિમ સંસ્કાર કરવા ન દેનાર સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરી બે સમાજના જૂથો વચ્ચે બબાલ થતા મામલો ફરી થી બિચકે નહિ તે માટે પોલીસ નો કાફલો ગામમાં ખડકી દેવામાં આવતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

Advertisement
Continue Reading

Padra

વડોદરાના પાદરામાં બની માનવતાને શર્મશાર કરે તેવી ઘટના ગામેઠા ગામના સ્મશાનમાં દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર કરવા ન દેતા વિવાદ, 13 સામે પોલીસ ફરિયાદ

Published

on

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના ઉંમરના કારણે અવસાન પામેલા 65 વર્ષિય વૃધ્ધના ગામના એક માત્ર સ્મશાનમાં સવર્ણોએ અંતિમ સંસ્કાર કરવા ન દેતા ભારે વિવાદ સર્જાયો છે. કલાકો સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની દલિતોને ફરજ પડી હતી. આ ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સમાજના લોકો આજે વડુ ખાતે પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર અટકાવનાર 13 લોકો સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના ગામેઠા ગામમાં આવેલા દલિતવાસમાં રહેતા 65 વર્ષિય કંચનભાઇ વણકરનું ઉંમરના કારણે બુધવારે અવસાન થયું હતું. પરિવારજનોના રોકકડ વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમ યાત્રા ગામના એક માત્ર સ્મશાનમાં પહોંચ્યા બાદ ડાઘુઓ દ્વારા અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી હતી. તે સમયે ગામના સવર્ણો પહોંચી જઇ અંતિમ સંસ્કાર અટકાવી દેતા ભારે હોબાળો મચ્યો હતો.

Advertisement

અંતિમ સંસ્કાર અટકાવી દેતા દલિત સમાજ અને સવર્ણો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. સવારે અવસાન પામેલા કંચનભાઇના મૃતદેહના મોડી સાંજ સુધી અંતિમ સંસ્કાર થયા ન હતા. વિવાદ સર્જાતા વડુ પોલીસ સ્મશાનમાં પહોંચી ગઇ હતી. અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે મૃતક કંચનભાઇના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનથી દૂર ખૂલ્લી જગ્યામાં દલિત સમાજને ફરજ પડી હતી.

જોકે,ગામેઠા ગામમાં બુધવારે દલિત સમાજ સાથે થયેલા જાતીવાદના કૃત્યના દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આજે પાદરા તાલુકા તેમજ વડોદરા દલિત સમાજના અગ્રણીઓ ભરતભાઇ સહિતના લોકો વડુ પોલીસ મથકે પહોંચી ગયા હતા. અને ગામના સ્મશાનમાં દલિત સમાજના વ્યકિતના અંતિમ સંસ્કાર થવા ન દેનાર ગામના નગીનભાઇ પટેલ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.

દલિત સમાજના અગ્રણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારા દલિત સમાજના વ્યક્તિનું મોત નીપજતા ગામના સવર્ણોએ ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર થવા દીધા નથી. જાતી વિરૂધ્ધ અપશબ્દો બોલી ધમકી આપવામાં આવી છે. અમે દલિત સમાજને રક્ષણ આપવાની માંગણી કરી છે. અને અંતિમ સંસ્કાર કરવા ન દેનારાઓ વિરૂધ્ધ વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,

વડુ પોલીસ મથકના પી.આઇ. વી.એમ. ટાંકે જણાવ્યું હતું કે, ગામેઠા ગામના દલિત સમાજના વૃધ્ધનું અવસાન થયું હતું. ગામ લોકોએ તેઓના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં થવા દીધા ન હતા. આજે દલિત સમાજના લોકોએ વડુ પોલીસ મથકમાં ગામેઠા ગામના સરપંચના પતિ નગીનભાઇ પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending