Vadodara
વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી
Published
6 months agoon
એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ ચાલકને હવામાં ઉછાડયા, ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં છોડી જતા રહેલા ડ્રાઇવર સામે ગુનો દાખલ
શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ઇલેક્ટ્રિક મોપેડ લઇને જતા સિનિયર સિટિઝનને ટક્કર મારતા તેઓનું મોત થયું હતું. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મકરપુરા શ્રેયસ સ્કૂલની પાછળ આવેલી કસ્તુરી નગર સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષના ભૂપેન્દ્રભાઇ સરસ્વતીચંદ્ર શાહ વિજય સેલ્સની બાજુમાં દૂધ કેન્દ્ર ચલાવે છે. તેમજ દૂધની ડિલીવરી આપવા પણ જાય છે. ગત તા.૧૫ મી એ તેઓ સાવરે પાંચ વાગ્યે દૂધ કેન્દ્ર પર ગયા હતા. ત્યારબાદ દૂધની થેલીઓ લઇને ગ્રાહકોને ઘરે આપવા માટે ઇલેક્ટ્રિક મોપેડ લઇને નીકળ્યા હતા. મકરપુરાથી શ્રેયસ સ્કૂલ તરફ આવતી એક એમ્બ્યુલન્સે તેઓને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાઇને બેભાન થઇ ગયા હતા. અકસ્માત કરનાર એમ્બ્યુલન્સનો ડ્રાઇવર તેઓને તે જ એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલમાં લઇ ગયો હતો. ત્યારબાદ તે હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો. બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!