- સાવલીમાં આશા વર્કર મહિલાને માર મારીને તેના પર ખોટું કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે.
- વડોદરાના સાવલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી
- યુવકે આશા વર્કર બહેનને માર મારી તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો
- યુવક વિરૂદ્ધ મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા
વડોદરા ના સાવલીમાં મમતા દિવસે વેક્સીનેશન માટેની ફરજ પર કામ કરતી મહિલા આશા વર્કર બહેન સાથે તેમના પરિચીત દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. પીડિતાનું કહેવું છે કે, આરોપી તેમને દુશ્મન ગણે છે. અને તે વારંવાર આ પ્રકારની હરકત દોહરાવી રહ્યો છે. સાથે જ આરોપી પાનના ગલ્લાની આડમાં ખોટા ધંધા ચલાવતો હોવાનો આરોપ પીડિતાએ મીડિયા સમક્ષ જણાવ્યો હતો.
વડોદરાના સાવલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના સાવલીમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસીને મહિલાને માર મારીને તેના પર ખોટું કામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલે પીડિતાએ યુવક પર ગંભીર આરોપ લગાવ્યા છે. ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ હવે યુવક વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.
પીડિતાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારા પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હું મારી ફરજ પર હતી, તે દરમિયાન તેણે મારી આંખમાં મરચું છાંટીને પાડી દીધી હતી, પછી મને ખુબ મારી છે. તેના મારના કારણે મારા મોઢા પર ઘણી ઇજાઓ થઇ છે. તેને કડકમાં કડક સજા થવી જોઇએ. નહીં તો મને સોંપી દો, જેવી મારી હાલત થઇ, એવી મારે તેની હાલત કરવાની છે. તેની જોડે અમારો પારિવારીક નાતો છે. તે વારંવાર આ હરકત દોહરાવી રહ્યો છે. તેનું નામ મિત જયેશભાઇ પટેલ છે, તે પાનનો ગલ્લો ચલાવે છે. પીડિતાએ વધુમાં આરોપ મુકતા જણાવ્યું કે, પાનના ગલ્લાની આડમાં તે ખોટા ધંધા ચલાવી રહ્યો છે. તેનો બે નંબરનો ધંધો છે, હું તેને બુટલેગર તરીકે જ ઓળખું છું. તેની જોડે કોઇ પણ સંબંધ નથી. તે અમને દુશ્મન ગણે છે.