Connect with us

Savli

‘મલાઈ’ખોર તંત્રનો ભોગ બન્યા કામદારો: ગેરકાયદેસર માટી ખનન બન્યું મોતનું કારણ; ભેખડ ધસી પડતાં બે શ્રમિકોના કરુણ મોત

Published

on

  • જમીનદસ્ત જિંદગી: જુના શિહોરા ગામે માટીની ભેખડ ધસી પડતાં હીટાચી ઓપરેટર અને ટ્રક કંડકટર દટાયા; ઘટનાસ્થળે જ મોત.
  • ગેરકાયદેસર ખનનનો કાળો કારોબાર: લાંબા સમયથી ચાલી રહેલી પ્રવૃત્તિ સામે ખનીજ વિભાગની શંકાસ્પદ કામગીરી.
  • જવાબદારો ફરાર: દુર્ઘટના બાદ ખનન માફિયાઓ રફુચક્કર; મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ, કડક કાર્યવાહીની માંગ.
  • તંત્ર પર સવાલો: ‘કાયદામાં રહી ફાયદામાં રહે’ના સૂત્રો વચ્ચે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા કે પછી ‘મલાઈ’નો ખેલ?

ડેસર: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જુના શિહોરા ગામે આજે એક એવી કરુણ ઘટના સામે આવી છે, જેણે વહીવટી તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. અહીં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ચાલતા માટી ખનન દરમિયાન માટીની ભેખડ ધસી પડતા બે કામદારો માટીના તોતિંગ થર નીચે દટાઈ ગયા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું છે.

🧐દુર્ઘટના બાદ માફિયાઓ ફરાર:

મૃતકોમાં હીટાચી ઓપરેટર અને ટ્રક કંડકટરનો સમાવેશ થાય છે. ઘટનાની ગંભીરતા એ છે કે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં, ખનન સાથે સંકળાયેલા માફિયાઓ અને જવાબદાર લોકો ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘાયલોને સમયસર સારવાર પણ ન મળી, જેના કારણે જિંદગીઓ બચાવી શકાઈ હોત તો પણ કદાચ બચી શકી હોત.

ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં:

આ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર માટી ખનન ચાલતું હોવાની ચર્ચાઓ આમ નાગરિકોમાં દબાયેલા અવાજે થઈ રહી છે. સવાલ એ થાય છે કે, શું સ્થાનિક વહીવટી તંત્ર અને ખનીજ વિભાગને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નહીં હોય? શું વહીવટી તંત્ર અને નેતાઓની મિલીભગત વગર આટલો મોટો ખેલ શક્ય છે? જનતામાં એવી ચર્ચા છે કે ‘મલાઈ’ ખાતા મોભીઓની રહેમનજર હેઠળ જ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે.

🗣️[લોક આક્રોશ અને માંગ]

મૃતકોના પરિવારજનોએ આક્રમક વલણ અપનાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. લોકોનો પ્રશ્ન છે કે:

  • શું અમારી જાગૃત સરકાર આ ઘોર નિદ્રામાંથી ક્યારે જાગશે?
  • કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે? ગેરકાયદેસર ખનન કરનારાઓને કાયદાનો ડર કેમ નથી?

👉ડેસર પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ તપાસ માત્ર કાગળ પર રહે છે કે પછી ખરેખર માસ્ટરમાઇન્ડ સુધી પહોંચે છે, તે જોવું રહ્યું. બે નિર્દોષ જીવોએ તો જીવ ગુમાવ્યો છે, હવે જવાબદારો સામે ક્યારે ન્યાયિક કાર્યવાહી થાય છે, તે પ્રશ્ન મોટો છે.

International3 hours ago

સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ

Vadodara4 hours ago

મકરપુરા પોલીસે દીવાળીપુરા કોર્ટના સજા વોરંટમાં નાસતા ફરતા બે આરોપીઓની કરી ધરપકડ

Padra4 hours ago

પાદરા-જંબુસર રોડ પર પેટ્રોલ પંપ પાસે બેફામ ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું

Vadodara8 hours ago

મકાનમાં બહારથી માણસો બોલાવી ચાલતું હતું જુગારધામ: સંચાલક રિતેશ બારોટ રંગેહાથ પકડાયો

Karjan-Shinor9 hours ago

કરજણના ધાવટ રોડ પર સાંઈ સર્જન સોસાયટીના 70 થી 80 પરિવારો કાદવ-કીચડ વચ્ચે જીવન જીવવા મજબૂર

Savli10 hours ago

વડોદરા જિલ્લાની સાવલી કોર્ટ દ્વારા સગીરાઓ પર દુષ્કર્મ અને અપહરણના બે અલગ-અલગ કેસમાં 20 વર્ષની સજા ફટકારી

Vadodara1 day ago

વડોદરા જિલ્લામાં ચોમાસમાં મન મૂકીને વરસી રહ્યો છે મેઘરાજા: સિઝનનો કુલ વરસાદ 12.56 ઇંચ વરસી ચૂક્યો છે

International2 days ago

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ વકર્યું: યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના ઓઈલ પ્લાન્ટ્સ પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 week ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 week ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending