Connect with us

Waghodia

વડોદરા: વાઘોડિયામાં ફિલ્મી ઢબે લૂંટ; સોની વેપારી પર જીવલેણ હુમલો કરી 300 ગ્રામ સોનું અને 5 લાખની રોકડની લૂંટ

Published

on

  • ખૂની ખેલ: વાઘોડિયાના ટાઉન બજારમાં ‘ડીસી જવેલર્સ’ના માલિક પર ત્રણ બુકાનીધારીઓનો હુમલો.
  • ભારે લૂંટ: માથામાં ફટકા મારી લૂંટારુઓ 300 ગ્રામ સોનું અને 5 લાખ રોકડ ભરેલી બેગ લઈ ફરાર.
  • લૂંટારુઓની બાઈક જપ્ત: ભાગવા જતી વખતે બાઈક સ્લિપ થતા લૂંટારુઓ વાહન છોડીને અંધારામાં ઓગળી ગયા.
  • પોલીસ એક્શન મોડમાં: LCB, SOG અને વાઘોડિયા પોલીસની ટીમો દ્વારા સીસીટીવીના આધારે તપાસ તેજ.

વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા ટાઉન બજારમાં ગત રાત્રિએ ફિલ્મી ઢબે લૂંટની ઘટના આકાર લેતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે. ટાઉન બજારની લાયબ્રેરી પાસે ‘ડીસી જવેલર્સ’ નામે સોના-ચાંદીનો વ્યવસાય કરતા વેપારી જીગ્નેશભાઈ પોલા પર ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કરી મોટી લૂંટ ચલાવી છે.

🧐સોસાયટીના નાકે જ આંતર્યા:

મળતી માહિતી મુજબ, વેપારી જીગ્નેશભાઈ રાત્રિના આશરે 8 વાગ્યાના સમયે પોતાની દુકાન વધાવીને નારાયણ નગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે સોસાયટીના નાકે પહોંચ્યા, ત્યારે અગાઉથી જ ટાપીને બેઠેલા એક બાઈક પર સવાર ત્રણ બુકાનીધારી ઈસમોએ તેમને આંતર્યા હતા. લૂંટારુઓએ કંઈ પણ સમજાય તે પહેલા જીગ્નેશભાઈના માથાના ભાગે લાકડાના ફટકા વડે ઉપરા-છાપરી હુમલો કર્યો હતો.

⚠️બાઈક મુકીને ભાગ્યા લૂંટારુઓ:

લોહીલુહાણ હાલતમાં વેપારી નીચે પટકાતા લૂંટારુઓ તેમની પાસેથી આશરે 300 ગ્રામ સોનું અને 5 લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા. જોકે, ભાગવા જતી વખતે તેમની બાઈક ગટરના ઢાંકણ સાથે અથડાતા ત્રણેય લૂંટારુઓ જમીન પર પટકાયા હતા. આસપાસના લોકો એકઠા થઈ જવાની બીકે લૂંટારુઓ પોતાની બાઈક ઘટનાસ્થળે જ પડતી મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.

🚨તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ:

ઘટનાની જાણ થતા જ વાઘોડિયા પોલીસ સહિત એલસીબી (LCB) અને એસઓજી (SOG) ની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે લૂંટારુઓની બાઈક કબજે કરી તેના નંબર અને વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપી પાડવા ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

🫵આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ બુકાનીધારી લૂંટારુઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.

Continue Reading
Vadodara15 hours ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor15 hours ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara2 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara4 days ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara4 days ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia5 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National5 days ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara7 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending