Connect with us

International

524 ડ્રોન અને મિસાઈલ એટેક: પુતિન-જિનપિંગની મુલાકાત પહેલા રશિયાના ભીષણ હુમલાથી દુનિયાભરમાં હડકંપ

Published

on

  • આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ગરમાવો: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ચીન પહોંચે તે પહેલાં જ બ્લેક સી (કાળા સમુદ્ર) માં મોટો ભડકો.
  • મિત્ર દેશ પર જ પ્રહાર? યુક્રેન જઈ રહેલા ચીનની માલિકીના કાર્ગો જહાજ ‘KSL ડેયાંગ’ પર રશિયાએ કર્યો ‘શાહેદ’ ડ્રોન હુમલો.
  • ઝેલેન્સ્કીનો સણસણતો પ્રહાર: “સમુદ્રમાં કયું જહાજ હતું તે રશિયા સારી રીતે જાણતું હતું, પુતિન આ વાત છુપાવી શકે નહીં.”
  • ભીષણ આક્રમણ: રશિયાએ એક જ રાતમાં યુક્રેન પર 524 ડ્રોન અને 22 મિસાઇલો ઝીંકી; ચીની ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ.

​આંતરરાષ્ટ્રીય ડેસ્ક: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચીનના પ્રમુખ શી જિનપિંગને મળવા બેઇજિંગ પહોંચે તેના બરાબર એક દિવસ પહેલાં જ કાળા સમુદ્ર (બ્લેક સી) માં એક અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર વૈશ્વિક તણાવ સર્જાયો છે. યુક્રેનના બંદરો તરફ જઈ રહેલા બે નાગરિક જહાજો પર રશિયાએ આત્મઘાતી ડ્રોન હુમલો કર્યો છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે આમાંથી એક જહાજ ખુદ રશિયાના પરમ મિત્ર ગણાતા દેશ ચીનની માલિકીનું છે.

🧐ઓડેસા બંદર પાસે ઘેરાબંધી:

યુક્રેનના સીપોર્ટ્સ ઓથોરિટીના જણાવ્યા મુજબ, સોમવારે આ હુમલા ઓડેસા વિસ્તારના બંદરો તરફ આગળ વધી રહેલા નાગરિક જહાજો પર થયા હતા. રશિયાના ‘શાહેદ’ ડ્રોન દ્વારા ચીનની માલિકીના અને માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ સફર કરી રહેલા કાર્ગો જહાજ ‘KSL ડેયાંગ’ને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. યુક્રેનની નેવીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં જહાજનો એક ભાગ હુમલાના કારણે સ્પષ્ટપણે બળી ગયેલો દેખાઈ રહ્યો છે.

🗣️રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાને આડેહાથ લીધું:

આ હુમલા અંગે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર રશિયાની રણનીતિનો પર્દાફાશ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,

“ડ્રોન્સ વડે ઓડેસા પર હુમલો કરાયો અને તેમાંથી એક ડ્રોન ચીનની માલિકીના જહાજ સાથે અથડાયું છે. રશિયા આ વાતથી બિલકુલ અજાણ ન હોઈ શકે કે તે સમયે સમુદ્રમાં કયું અને કોનું જહાજ હાજર હતું. આ જાણીજોઈને કરાયેલું કૃત્ય છે.”

🚨[ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત, મોટી દુર્ઘટના ટળી]

​યુક્રેનની નેવીના પ્રવક્તા દિમિત્રો પ્લેટેનચુકે જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન ડ્રોન હુમલો થયા બાદ જહાજના ક્રૂ મેમ્બર્સે હિંમતપૂર્વક પોતાની રીતે જ આગ અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ હુમલામાં ચીની નાગરિકો ધરાવતા ક્રૂના કોઈપણ સભ્યને જાનહાનિ કે ઈજા થઈ નથી. અહેવાલો મુજબ, હુમલા સમયે આ જહાજ ખાલી હતું અને તે આયર્ન ઓર (લોખંડની કાચી ધાતુ) લોડ કરવા માટે આગળ વધી રહ્યું હતું.

🧨[524 ડ્રોન અને 22 મિસાઇલોથી ભીષણ તબાહી]

ઝેલેન્સ્કીએ વધુમાં માહિતી આપી હતી કે રશિયન સેનાએ માત્ર આ જહાજો જ નહીં, પણ સમગ્ર રાત્રિ દરમિયાન યુક્રેનના અલગ-અલગ વિસ્તારો પર 524 ડ્રોન અને 22 બેલિસ્ટિક તેમજ ક્રૂઝ મિસાઇલો વડે અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે.

🫵ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયા બાદ ચીન હંમેશા પોતાને તટસ્થ પક્ષ તરીકે રજૂ કરતું આવ્યું છે અને તેણે ક્યારેય ખુલ્લેઆમ રશિયાની નિંદા કરી નથી. પરંતુ હવે જ્યારે પુતિન પોતે બે દિવસની બેઇજિંગ મુલાકાતે શી જિનપિંગને મળવા જઈ રહ્યા છે, તેના બરાબર પહેલાં જ ચીનના જ જહાજ પર રશિયાનો આ હુમલો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે. હવે આખી દુનિયાની નજર શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનની બેઠક પર મંડાયેલી રહેશે.

Continue Reading
Vadodara1 hour ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli1 day ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara2 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara4 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor4 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara5 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara1 week ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending