Connect with us

Vadodara

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Published

on

  • AIKYAM 2026 માં અવ્યવસ્થા: સુરસાગર ખાતે વિદેશી મહેમાનોના સ્વાગત કાર્યક્રમમાં ડેલિગેશન મોડું પડતા ભાજપના હોદ્દેદારો રવાના થયા.
  • સુરસાગરમાં ગંદકી અને દુર્ગંધ: આંતરરાષ્ટ્રીય મહેમાનોની મુલાકાત સમયે જ સુરસાગરમાં મૃત માછલીઓ અને ગંદકી જોવા મળી.
  • 25 દેશોના પ્રતિનિધિઓની હાજરી: ‘સોપાન’ દ્વારા આયોજિત 3-દિવસીય કાર્યક્રમમાં વિવિધ દેશોના રાજદૂતો અને નિષ્ણાતો વડોદરા આવ્યા છે.
  • VMC ની કામગીરી સામે પ્રશ્નાર્થ: શહેરના વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરતી વખતે જ સ્થાનિક સ્થળોની સફાઈ પ્રત્યે કોર્પોરેશનની બેદરકારી છતી થઈ.

વડોદરાના સમૃદ્ધ ઐતિહાસિક વારસા અને કલાસંસ્કૃતિનો પરિચય આંતરરાષ્ટ્રીય વિદેશી મહેમાનોને કરાવવાના એક મહત્વકાંક્ષી કાર્યક્રમમાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ભારે અવ્યવસ્થા અને સ્વચ્છતા પ્રત્યેની ઘોર બેદરકારી સામે આવતા ચકચાર મચી ગઈ છે.

વિગતો મુજબ, વડોદરા અને ચાંપાનેરના ઐતિહાસિક વારસાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવા માટે ‘સોપાન’ સંસ્થા દ્વારા ‘AIKYAM 2026’ ના બીજા સંસ્કરણનું આયોજન 9 થી 11 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. ‘રસા એન્ડ રિયલિઝમ’ થીમ આધારિત આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં આશરે 25 દેશોના રાજદૂતો, કલાકારો, ઇતિહાસકારો અને રાજદ્વારીઓ હાજરી આપી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત સવારે 11:30 કલાકે સુરસાગર ગેટ નંબર-4 ખાતે વિદેશી મહેમાનોને વડોદરાના સ્થાપત્ય અને કલાવારસાની ઝલક દર્શાવવાનું આયોજન કરાયું હતું. પરંતુ, વિદેશી ડેલિગેશનના આગમનમાં વિલંબ થતાં સમયસર પહોંચેલા વિધાનસભાના મુખ્ય દંડક અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના ઉચ્ચ હોદ્દેદારો સ્થળ પરથી પરત રવાના થઈ જતાં મોટો વિવાદ સર્જાયો હતો.

એક તરફ આંતરરાષ્ટ્રીય મહેમાનો સમક્ષ શહેરની સાંસ્કૃતિક વિરાસત રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી, તો બીજી તરફ સુરસાગર તળાવની આસપાસ ફેલાયેલી ગંદકી અને તળાવના પાણીમાં તરતી મૃત માછલીઓએ કોર્પોરેશનની આરોગ્ય અને સ્વચ્છતા ક્ષેત્રની કામગીરીની પોલ ખોલી નાખી હતી. તળાવમાંથી આવતી અસહ્ય દુર્ગંધ અને કિનારા પરની ગંદકીએ વિદેશી મહેમાનો સમક્ષ વડોદરાની છબી ખરડી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમ પૂર્વે પણ ઐતિહાસિક સુરસાગરની સફાઈ ન જાળવવામાં આવતા કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકોની સજ્જતા સામે સ્થાનિકો અને બુદ્ધિજીવીઓમાં ભારે રોષ સાથે સવાલો ઊભા થઈ રહ્યા છે.

Continue Reading
Vadodara1 hour ago

પશ્ચિમ રેલવેની ANW અને SOGની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી રૂ. 5.92 લાખની કિંમતનો 11.85 કિલો ગાંજો ઝડપાયો

Vadodara2 hours ago

વડોદરામાં શુદ્ધ પાણીના દાવાઓની પોલ ખુલી: ટીપી-૧૩ ખાતે પાણીની ટાંકીની સફાઈ વેળાએ નીકળ્યું કાળા રંગનું દૂષિત પાણી

Vadodara1 day ago

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Savli1 day ago

વડોદરા: સાવલી પંથકમાંથી ગેરકાયદે યુરિયા ખાતરના જથ્થા સાથે એક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો

Vadodara2 days ago

કાઉન્સિલર સાથે મારામારીનો આખરે ભાંડો ફૂટ્યો, માસ્ક મેન તરીકે પ્રચલિત શ્રેય પટેલે વિડીયો વાયરલ નહિ કરવા 50 લાખની ખંડણી માંગી

Vadodara2 days ago

વડોદરામાં વકરતી ટ્રાફિક અને દબાણની સમસ્યા ઉકેલવામાં VMC અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ; 5 મહિના વીત્યા છતાં પાલિકાના આદેશો માત્ર કાગળ પર

Vadodara2 days ago

વડોદરામાં યુસુફ પઠાણ જમીન વિવાદ વચ્ચે નવો વળાંક: કલેક્ટર કચેરી સામે પીએમ મોદી અને હીરાબાના મ્યુઝિયમ માટે બેનર લાગ્યા

Editor's Exclusive3 days ago

છોટાઉદેપુર ભાજપે નવું ઉદાહરણ સેટ કર્યુ, એક વ્યક્તિને એકથી વધુ હોદ્દા સહીત પત્નીને પણ મેન્ડેટ અપાવ્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending