Connect with us

Editor's Exclusive

આતો ફક્ત ક્રેડાઈના મલાઈદાર વહીવટદારો ના…: સાંસદ ડો.હેમાંગ જોષી પર થયા વ્યક્તિગત પ્રહાર!

Published

on

  • રાજકીય જંગ: વોર્ડ 16 માં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની લડાઈ હવે ‘સાંસદ ડો. હેમાંગ જોષી વિરુદ્ધ ચંદ્રકાંત શ્રીવાસ્તવ’ એવી વ્યક્તિગત લડાઈ બની ગઈ છે.
  • સાંસદ પર પ્રહાર: કોંગ્રેસના વિશાલ શ્રીવાસ્તવે સાંસદ પર આક્ષેપ કર્યો છે કે તેઓ વડોદરાના વિકાસ કરતા ‘ક્રેડાઈ’ (બિલ્ડર લોબી) ના હિતોને વધુ મહત્વ આપે છે.
  • અહમની ચૂંટણી: રાજીવરંજન ત્રિપાઠી સાંસદના ખાસ હોવાથી, આ ચૂંટણી સાંસદના અહમ અને પ્રતિષ્ઠાનો વિષય બની છે.
  • ભાજપનો જોખમી પ્રયોગ: પક્ષે જૂના દિગ્ગજોને બાજુએ મૂકીને નવા ચહેરા અને પક્ષપલટું ઉમેદવારને ટિકિટ આપતા આંતરિક અસંતોષ પણ દેખાઈ રહ્યો છે

વડોદરા શહેરમાં મહાનગર પાલિકામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા અને સોશ્યલ મીડિયા પર યુદ્ધ શરૂ થયું છે. જેમાં ખાસ કરીને વોર્ડ 16માં ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં સાંસદના કોંગ્રેસ ના ઉમેદવાર પરના વ્યક્તિગત આક્ષેપો હવે સાંસદ પર પણ વ્યક્તિગત રીતે સામે આવી રહ્યા છે. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ દ્વારા સાંસદ ફક્ત ક્રેડાઈના મલાઈદાર વહીવટદારોના હોવાનું ફેસબુક સ્ટેટ્સ મૂકીને વિવાદનો વધુ મધપૂડો છેડાયો છે.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 16 માં ભાજપના ઉમેદવારો પૈકી રાજીવરંજન ત્રિપાઠી સાંસદના પસંદગીના ઉમેદવાર હોવાને કારણે આ ચૂંટણી સાંસદ માટે પણ વ્યક્તિગત અહમની ચૂંટણી બની ગઈ છે. વોર્ડ 16માં ભાજપની ક્યારેય સમગ્ર પેનલ આવી નથી અને આ વખતે શહેર ભાજપ દ્વારા એક દાયકાથી મહેનત કરનારા દિગ્ગજોને બાકાત રાખીને 2 નવા ચહેરા અને એક કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા તેમજ 21 વર્ષ જુના ભાજપના નગરસેવકનો સમાવેશ કરી એક પ્રયોગ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર તેમજ પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈની સામે રાજીવરંજન ત્રિપાઠીની સીધી જંગ છે ત્યારે વોર્ડમાં પાણી માટે થતા કથિત રાજકારણ અંગે સાંસદ દ્વારા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ પર કરવામાં આવેલા આક્ષેપો બાદ હવે સાંસદને પણ વ્યક્તિગત આક્ષેપો સહન કરવાનો વારો આવ્યો છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ હવે સોશ્યલ મીડિયા પર એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરુ થયો છે જેમાં સાંસદ વડોદરા શહેર કે જિલ્લાના નહીં પણ ક્રેડાઈની મરાઈદાર વહીવટદારોના હોવાનો ખુદ ચંદ્રકાંત ભથ્થુના પુત્ર વિશાલ શ્રીવાસ્તવે સોશ્યલ મીડિયા પર લખતા સીધો પ્રહાર સાંસદ ડો. હેમાંગ જોષી પર કરવામાં આવ્યો છે.

સૌ કોઈ જાણે છે કે વડોદરાના સાંસદ બનેલા ડો. હેમાંગ જોષી મૂળ વડોદરાના નથી તેઓનું મૂળ વતન પોરબંદર છે.વડોદરામાં અભ્યાસ અર્થે આવીને વડોદરામાં સ્થાયી થયા છે. અને સાંસદ બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ડો. હેમાંગ જોષી ક્રેડાઈની છત્રછાયામાં વધુ હોવાના આક્ષેપો જાહેરમાં થયા છે. વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીન દ્વારા પણ લખવામાં આવેલા એક પત્રમાં બિલ્ડર એસોસિએશન ક્રેડાઈની છત્રછાયા માંથી બહાર આવવાની સલાહ આપવામાં આવી હતી. જ્યારે હવે વોર્ડ 16ની લડાઈ સીધે સીધી સાંસદ વિરુદ્ધ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ થઈ ગઈ છે.

Continue Reading
Vadodara20 minutes ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara3 hours ago

વડોદરાના આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું વેચાણ કરનાર આરોપીની અટકાયત, જયેશ શર્મા નામનો શખ્સ વોન્ટેડ જાહેર

Vadodara4 hours ago

ટ્રાફિક જામથી નાગરિકો ત્રાહિમામ: ખિસકોલી સર્કલના ટ્રાફિક મેનેજમેન્ટ સામે ઉઠતા સવાલો

Vadodara18 hours ago

લક્ષ્મીપુરામાં પોલીસનો સપાટો: બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ, 7 શખ્સો રંગેહાથ ઝડપાયા

Vadodara19 hours ago

‘સ્માર્ટ’ પ્રી-મોન્સૂન કામગીરીનું સત્ય:  થોડાક જ વરસેલા વરસાદ માં ટ્રક અચાનક રસ્તામાં ગરકાવ

Vadodara21 hours ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara1 day ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi1 day ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli3 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara5 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara7 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara7 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara1 week ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 week ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending