Connect with us

Waghodia

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Published

on

  • સરકારી હોસ્પિટલ કે મોતનો અડ્ડો?: વાઘોડિયા CHC માં ઓક્સિજન અને સિરીંજ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ; મહેશ રાઠોડ નામના યુવકે જીવ ગુમાવ્યો.
  • પરિવારનો ગંભીર આક્ષેપ: હોસ્પિટલે દર્દીને મેડિકલ સ્ટોરેથી દવાઓ મંગાવી; સમયસર સારવાર ન મળતા યુવકે દમ તોડ્યો.
  • તંત્રનો બચાવ: મેડિકલ ઓફિસરનો દાવો – “108 એમ્બ્યુલન્સ સમયસર ન આવતા દર્દીની તબિયત લથડી.”
  • રાજકારણ ગરમાયું: કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા; “વિકસિત ગુજરાત”ના દાવાઓ સામે કાગળ પરની હોસ્પિટલની પોલ ખુલી.

વાઘોડિયા: ગુજરાતના ‘વિકસિત’ મોડેલના દાવાઓ વચ્ચે વાઘોડિયાની સરકારી હોસ્પિટલની વરવી વાસ્તવિકતા સામે આવી છે. મૂળ કામરોલ ગામના અને વ્યારા ખાતે રહેતા મહેશ રાઠોડ નામના યુવકનું સમયસર સારવાર અને પાયાની સુવિધાઓના અભાવે મોત નિપજતા ભારે આક્રોશ ફેલાયો છે.

https://www.instagram.com/reel/DYrMOFuN9lq/?igsh=MW91MXJkenI5NWI5NQ==

🧐પરિવારનો આરોપ – હોસ્પિટલમાં સુવિધા જ નથી:

મૃતક મહેશ રાઠોડને અચાનક તબિયત બગડતા ગંભીર હાલતમાં વાઘોડિયા સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં ઓક્સિજન, IV સેટ કે સિરીંજ જેવી પ્રાથમિક વસ્તુઓ પણ ઉપલબ્ધ નહોતી. ફરજ પરના ડોકટરોએ દર્દીને સારવાર આપવાને બદલે પરિવારને મેડિકલ સ્ટોર પરથી દવાઓ અને સાધનો મંગાવવા મજબૂર કર્યા હતા. ઓક્સિજન અને તાત્કાલિક સારવારના અભાવે મહેશનું કરુણ મોત નીપજ્યું હતું.

❓તંત્રનો બચાવ કે નિષ્ફળતા?:

બીજી તરફ, મેડિકલ ઓફિસર અમીન કોટડિયાએ સમગ્ર જવાબદારી 108 એમ્બ્યુલન્સ પર ઢોળી દીધી છે. મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, “દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હતી અને સુગર પણ ડાઉન હતું. સ્થિતિ ગંભીર જણાતા અમે 108 ને કોલ કર્યો હતો, પરંતુ એમ્બ્યુલન્સ સમયસર ન આવતા દર્દીને એસ.એસ.જી હોસ્પિટલ રિફર કરી શકાયા નહીં અને તેમનું મોત થયું.”

🤨શું CHC માત્ર કાગળ પર છે?

સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હોસ્પિટલ પર ધસી આવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોનો આરોપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ CHC સેન્ટર માત્ર નામનું જ છે. અહીં ન તો પૂરતા સાધનો છે, ન તો સ્ટાફ, જેના કારણે સામાન્ય જનતાએ પોતાના સ્વજનોને ગુમાવવા પડી રહ્યા છે.

📌[તપાસનો વિષય]

  • જો CHC માં પ્રાથમિક સુવિધાઓ ન હોય, તો તેને હોસ્પિટલ કહેવી કે ડેથ સેન્ટર?
  • 108 ની રાહ જોતા દર્દીનું મોત થાય ત્યાં સુધી હોસ્પિટલ તંત્ર શું કરતું હતું?
  • મૃતક મહેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયો છે, ત્યારે આ મોત માટે જવાબદાર કોણ – તંત્ર કે વ્યવસ્થા?

વાઘોડિયાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે વિકાસના મોટા-મોટા દાવાઓ વચ્ચે સામાન્ય માણસના જીવની કિંમત કંઈ જ નથી. જો સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન જ ન મળી શકે, તો ગરીબ દર્દી જાય તો જાય ક્યાં? તંત્રએ હવે આ અંગે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.

Continue Reading
Vadodara9 hours ago

“દીવા તળે જ અંધારું”! વડોદરા પાલિકાની વડી કચેરી નીચે ફૂલ બજારમાં ૫ મહિનાથી ટોયલેટના ગંદા પાણીનું લીકેજ

Vadodara10 hours ago

પાણીપૂરી ખાવા બાબતે માઠું લાગી જવાથી લગ્નજીવનના દોઢ વર્ષમાં જ 20 વર્ષીય પરિણીતાનો આપ*ઘાત

Dabhoi1 day ago

ડભોઇની દેવ-ઢાઢર નદીમાં મગરનું તાંડવ: 3 દિવસથી ગુમ 55 વર્ષીય આધેડનો ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહ

Vadodara3 days ago

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સર્જાયો કાળમુખો અકસ્માત: ભરૂચ પાસે ટેમ્પો અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 3 નાં મો*ત

Vadodara4 days ago

દબાણોએ લીધો માસૂમનો ભોગ? કંપનીઓના દબાણથી ચાલવાનો રસ્તો બંધ થતા યુવતી કાંસમાં ખાબક્યાની આશંકા

Vadodara5 days ago

વડોદરામાં નવરાત્રીના માહોલ વચ્ચે તસ્કરો બેફામ: કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાનને બનાવ્યું નિશાન

Vadodara5 days ago

વડોદરા : આર્મીમાં ફરજ બજાવ્યા વિના જ બન્યા ‘Ex-Army’: નકલી સેવા નિવૃત્તિ પુસ્તિકા અને પેન્શન કાર્ડ સાથે 2 આરોપીની ઝડપાયા

Vadodara6 days ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending