Connect with us

Vadodara

D.R.AMIN સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, ગણતરીના કલાકોમાં બીજી ઘટના

Published

on

  • આજે ગણતરીના કલાકોમાં જ વડોદરાની બે ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે
  • ગણતરીના કલાલોમાં બે ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  • આ અગાઉ પણ શાળાને બોમ્બ થ્રેટ મળી ચૂક્યા છે
  • સુરક્ષાના કારણોસર બંને શાળામાંથી બાળકોને સલામત રીતે ઘરે મોકલાયા

વડોદરા ના ગદાપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ડી. આર. અમિન મેમોરિયલ સ્કૂલ ને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેલ મળ્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી છે. અને શાળા ખાલી કરાવવાની સાથે જ પરિસરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને તુરંત બાળકોને ઘરે પરત લઇ જવા માટે જણાવવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, આજે સવારે હરણી સ્થિત સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જે બાદ ગણતરીના કલાકોમાં જ વધુ એક શાળાને બોમ્બ થ્રેટ મળતા ચકચાર મચી જવા પામી છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિર પાસે સિગ્નસ વર્લ્ડ સ્કૂલ આવેલી છે. આજે સવારે રાબેતા મુજબ વાલીઓ પોતાના સંતાનને શાળાએ મુકવા અથવા મોકલ્યા હતા. તેવામાં 8 વાગ્યાના આરસામાં શાળા તરફથી વાલીઓને જાણ કરવામાં આવી કે, શાળાને બોમ્બ થ્રેટ મળ્યો છે. આ વાતની જાણ થતા વાલીઓ તુરંત પોતાના સંતાનને લેવા માટે શાળાએ દોડીને પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસની વિવિધ શાખાના જવાનો પણ દોડી આવ્યા હતા.

સિગ્નસ સ્કૂલે પહોંચેલા ડીસીપી પન્ના મોમાયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, આજે વડોદરાની સિગ્નસ સ્કૂલને ઇમેલ મળ્યો છે. જેમાં બોમ્બ મૂક્યો હોવાની વાત કહેવામાં આવી છે. આ ઇમેલ અંગે શાળાના પ્રિન્સિપાલે તુરંત પોલીસ વિભાગનો સંપર્ક કર્યો હતો. અને પોલીસની ટીમો અહિંયા પહોંચી ગઇ છે. બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં શાળામાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યાંથી ઇમેલ મોકલવામાં આવ્યો છે, તેના આઇપી એડ્રેસની પણ તપાસ કરવામાં આવનાર છે.

Continue Reading
Vadodara13 hours ago

વડોદરામાં વડાપ્રધાનનો હુંકાર: ‘સરદારધામ-3’ નું   લોકાર્પણ, ‘રાષ્ટ્રહિત માટે સોનાની ખરીદી ટાળો અને ઇંધણ બચાવો’

Vadodara17 hours ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara18 hours ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

National1 day ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara1 day ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

International2 days ago

હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Chhotaudaipur2 days ago

છોટાઉદેપુર: જંગલોમાં ‘લીલું સોનું’ ગણાતા ટીમરૂના પાનની સીઝન જામી; આદિવાસી પરિવારો માટે પૂરક આવકનું બન્યું મોટું સાધન

Vadodara2 days ago

મોટી હોનારત ટળી: મરી માતાના ખાંચામાં બિલ્ડિંગનો ભાગ તૂટ્યો; બોરિંગના વાઈબ્રેશને સર્જી આફત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara6 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra7 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara7 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending