Waghodia

વધુ એક બોગસ PMO અધિકારી ઝડપાયો, પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ કર્યો

Published

on

વડોદરાના MCA થયેલા ભેજાબાજ પોતાની ઓળખ Director Strategic Advisor y @PMO તથા Director Government Advisory @ PMO ની આપી હતી પોતે દિલ્હી PMO ઓફીસમાં કામ કરતો હોવાનુ જણાવી એજયુકેશન બાબતે મોટી મોટી વાતો કરી હતી પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં મિત્રના બે પુત્રોના એડમિશન કરાવ્યા અને ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી અપાવવાનું જણાવી નાણાં પડાવવાનો કારસો રચનાર વિરુદ્ધ સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી દ્ધારા વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માં આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે

વડોદરામાં નિઝામપુરા ખાતે આવેલી ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચ દ્ધારા વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું હતું કે, અમારી સ્કુલમાં ધોરણ 1 થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે જે અંગ્રેજી માધ્યમની શાળા છે અને અમારી સ્કુલ સી.બી.એસ.ઈ પ્રકારની માન્યતા ધરાવે છે અમારી સ્કુલના ડાયરેક્ટર પ્રિયદર્શની કેલકર છે અને અમો અમારી સ્કુલમાં ખાલી જગ્યા મુજબ એડમીશન આપીએ છીએ અમારી સ્કુલના ટ્રસ્ટી તરીકે પારુલ યુનિવર્સિટીના MD ડો. દેવાશુ પટેલ તથા ડો. ગીતીકા પટેલ છે

Advertisement

વર્ષ 2022 ના માર્ચ મહિનામાં અમારી સ્કૂલમાં એડમીશનની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મયંક તિવારી નામના વ્યક્તિ એ પોતાની ઓળખ ડાયરેકટર વ્યુહાત્મક સલાહકાર PMO ઓફીસ તરીકે આપી તેઓના ફેમીલી મિત્રના પુત્રોના એડમીશન માટે સંપર્ક કર્યો હતો જેથી અમારા ડાયરેકટર સાહેબ તેઓને સ્કૂલના ટ્રસ્ટ્રી દેવાશું પટેલને પારૂલ કોલેજ લીમડા વાઘોડીયા ખાતે મળવા જણાવ્યુ હતું દરમિયાન, ભેજાબાજ મયંક તિવારી પારૂલ કોલેજમાં ડો. ગીતીકા પટેલને મળ્યા હતા અને પોતાની ઓળખ Director Strategic Advisor y @PMO તથા Director Government Advisory @ PMO ની આપી પોતે દિલ્હી PMO ઓફીસમાં કામ કરતો હોવાનુ જણાવ્યુ હતુ અને તેઓની સાથે એજયુકેશન બાબતે વાતો કરી એજયુકેશનમાટે સાથે મળીને કામ કરીશું તથા ગુજરાત રાજ્યમાં રીસર્ચને લગતી કામગીરી કરીશું તેમજ સરકારમાંથી મંજુરી મેળવવાની કાર્યવાહી હું કરીશ તથા નાણાકીય ખર્ચની જવાબદારી તમારે કરવાની રહેશે તેમ જણાવી ડો.ગીતીકા પટેલનો વિશ્વાસમાં લીધા હતા. અને મોટી રકમ પડાવવા અને તેઓની સાથે છેતરપીંડી કરવા કારસો રચ્યો હતો

વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ મયંક તિવારી સામે છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે ભેજાબાજની વધુ પૂછપરછમાં હજુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આ ભેજાબાજની તપાસ પીએસઆઇ આર.કે. રાઠવા કરી રહ્યા છે

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version