કેમિકલ યુક્ત પદાર્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા નજરે પડતા સ્થાનિકોમાં ફાળ પડી છે.
ઘટનાની જાણ થતા જ મંજુસર ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાયો છે.
“વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે. સાવલીના લામડાપુરા વિસ્તારમાં આવેલી ‘રાજશાહ કેમિકલ’ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન કરતી આ કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા ‘મેજર કોલ’ જાહેર કરવાની સંભાવના છે.”
🧐સ્થિતિની ગંભીરતા
“કેમિકલ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસની કંપનીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મંજુસર ફાયર ફાઈટર્સ અત્યારે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.”