Connect with us

Vadodara

ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી રદ થતા પરીક્ષા આપેલ ચુકેલ 1200થી વધુ વિદ્યાર્થીઓનું જેટકોની ઓફિસે આંદોલન

Published

on

જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવતા જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે જોકે વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર ભેગા થઇ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા અને જેટકોની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ત્રીજા મહિનામાં પોલ ટેસ્ટ લેવામાં આવ્યો, આઠમા મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવી અને બારમા મહિનામાં સરકારને બ્રહ્મજ્ઞાન થયું કે ત્રીજા મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ગેરરીતી કે ક્ષતિ થઈ છે એટલે સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હતી જે સરકારને નવ મહિના પછી જ્ઞાન થયું હોય તો અમે સરકારને કહેવા માગીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે આ કઈ રમત રમવાની નથી આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં જે પણ મોરચે આગળ વધુ પડે એ મોરચે આગળ વધીશું અને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું

યુવરાજસિંહ જાડેજા એ વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારો પોતાની પ્રાઇવેટ નોકરી છોડી સરકારી નોકરી માટે નિમણૂક પત્ર મેળવવા માટે જતા હતા ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ વેરિફિકેશન જેવી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી અને ઉર્જા વિભાગના એમડીને અમે મળવા આવ્યા હતા ત્યારે એમડી દ્ધારા અમને પાંચ દિવસમાં આ તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની બાહેધરી આપવામાં આવી હતી સરકારની વાત અમે માની અને છેલ્લે અમને દગો મળ્યો છે વિદ્યાર્થીઓની વેદના સાથે દગો કરવામાં આવ્યો છે

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara

વડોદરાના સમા વિસ્તારના લોકોએ નોંધાવ્યો સ્માર્ટ મીટરોનો વિરોધ, મહિલાઓ સહીત અનેક લોકો MGVCL કચેરીની બહાર રસ્તા પર બેસી ગયા

Published

on

સ્માર્ટ સિટીના લોકો માટે સ્માર્ટ મીટરો માથાનો દુખાવો બની ગયા છે. એક તરફ વડોદરા શહેરમાં સ્માર્ટ પ્રીપેડ મીટરો લાગવાનું શરુ થઇ ગયું છે. ત્યાં બીજી તરફ છેલ્લા ઘણાય સમયથી ઠેર ઠેર આ સ્માર્ટ મીટરોનો ગ્રાહકો વિરોધ કરી રહ્યા છે. જે વિરોધ આજે પણ યથાવત જોવા મળ્યો.

Advertisement

શહેરમાં અલગ અલગ વિસ્તારોના લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રોજે રોજ અલગ અલગ વિસ્તારોની MGVCL કચેરીની બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સ્માર્ટ મીટર હટાવી જુના મીટરો પાછા લાવવાની લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે આજે ચોથા દિવસે સમા વિસ્તારના લોકો MGVCL કચેરી ખાતે પહોંચી સ્માર્ટ પ્રીપેડ મીટરોનો વિરોધ કરી રહ્યા છે. મહિલાઓ સહીત અનેક લોકો સમા MGVCL કચેરી સામે રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

આ સ્માર્ટ મીટરમાં બીલ વધારે આવતું હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. તેમને એવો આક્ષેપ કર્યા છે કે, “અગાઉ 1500 થી 2000 રૂપિયા સુધીનું બીલ બે મહિને આવતું હતું જે સ્માર્ટ મીટરો લાગ્યા બાદ ફક્ત 15 જ દિવસમાં 6 હજારનું રિચાર્જ કરાવવું પડ્યું છે. જેથી નવા સ્માર્ટ મીટરો હટાવી જૂના મીટર પાછા લગાવવામાં આવે તેવી માંગ છે.”

Advertisement
Continue Reading

Vadodara

વડોદરાની MSUમાં કોમન એક્ટ લાગૂ થતાં ABVP મેદાને ઉતાર્યું, ફરી એકવાર પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા

Published

on



વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગૂ થતાં સ્થાનિક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડતી મુશ્કેલીના કારણે એબિવિપી મેદાનમાં આવ્યું. વાઇસ ચાન્સેલર ને આવેદન પત્ર આપવા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વવિખ્યાત MSUમાં કોમન એક્ટ લાગૂ થયા પછી સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવામાં સમસ્યા ઉભી થઇ છે. જેમાં વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને અગાઉ 55 ટકાએ એડમિશન અપાતું હતું. અને હવે નવા એક્ટમાં 55 ટકાએ એડમિશનનો નિયમ ન હોવાથી વડોદરાના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની સ્થિતનું નિર્માણ થયું છે. જેના કારણે આવા વિદ્યાર્થીઓના હિત માટે એબિવિપી મેદાનમાં આવ્યું છે. એબિવિપી દ્વારા વાઇસ ચાન્સેલરને આવેદન પત્ર આપવા માટે પહોંચતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.

આવેદન પત્ર આપી રજૂઆત કરવા જતા ABVPના વિદ્યાર્થીઓને ગેટ પર જ રોકવામાં આવતા વિજિલન્સ અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં વિદ્યાર્થીઓ ગેટ કૂદી અંદર પ્રવેશ્યા હતા. આ સાથે જ વિજિલન્સ દ્વારા અધિકારી માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે.

Advertisement

Continue Reading

Dabhoi

ડભોઇની “ધી ડભોઇ પીપલ્સ બેંક”ના ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં જતા ખાતેદારો ટેંશનમાં આવ્યા

Published

on


વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે વધુ એક બેંકનું શટર બંધ થતા હોબાળો સર્જાયો.  ડભોઇ પીપલ્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા ચાર દિવસ બંધ હાલત છે. અનેક ખાતેદારો રોજે રોજ બેન્કના ધક્કા ખાઇ રહ્યા છે. 20 વર્ષથી ખાતેદારોનો વિશ્વાસ જીતી હવે છેલ્લા ચાર દિવસ થી બેંકનાં ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી જતા ખાતેદારો ટેંશનમાં આવી ગયા છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇમાં માંકણી બજારમાં આવેલી ધી ડભોઇ પીપલ્સ કો. ઓ.ક્રેડિટ સોસાયટી લી. બેંકના ખાતેદારોમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણકે, આ બેંક છેલ્લા ચાર દિવસ બંધ છે. મેનેજરે રાજીનામું આપતા કર્મચારી બેંક નથી ખોલી રહ્યા. જેના કારણે અનેક ખાતેદારો રોજિંદાપણે બેંકના ધક્કા ખાઇ રહ્યા છે.  વર્ષ 1998 થી કાર્યરત બેંક અચાનક બંધ થઇ જતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Advertisement

છેલ્લા 20 વર્ષથી બેન્કે ખાતેદારોનો વિશ્વાસ જીતતા સંખ્યાબંધ ખાતેદારોની થાપણ બેંકમાં જમા છે. અને હવે ખાતેદારોના નાણા ફસાયાનો ખાતેદારોનો આક્ષેપ છે. બેંકનાં ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોઈનો પણ સંપર્ક ન થતા ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાતેદારોના આશરે 3 થી 4 કરોડની થાપણ બેંકમાં જમા છે. સ્થાનિકો દ્વારા આશરે 2.5 કરોડના કૌભાંડનાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending