Savli
ભંગારના સામાનની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો SMCએ ઝડપી પાડ્યો
Published
3 months agoon
- ડ્રાઇવર કેબિનમાંથી મળેલા પુઠ્ઠાના બોક્સમાં તપાસ કરતા સ્ક્રેપની એલઇડી લાઇટોના જુમ્મર અને ટ્યુબલાઇટ મળી આવી
હવે દિવાળીને માત્ર બે અઠવાડિયા જ બાકી છે. ત્યારે વડોદરા પોલીસ નું કામ સ્ટેટ મોનીટરીંગ સેલ કરી રહી હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યના ભાદરવા પોલીસ મથક વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ભંગારના સામાનની આડમાં લઇ જવાતો મોટી કિંમતની દારૂના જથ્થાનો ઝડપી પાડ્યો છે. આમ, તહેવાર ટાણે દારૂ રેલાવવાના બુટલેગરોનો સ્વપ્ન પર એસએમસીની ટીમે પાણી ફેરવી દીધું છે.
ભાજરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સતત કાર્યવાહી કરતી હોય છે. આજે મળસ્કે ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન એએસઆઇને બાતમી મળી કે, એક ગોલ્ડન બ્રાઉન રંગના આઇશર ટેમ્પામાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ ટેમ્પો મુંબઇ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ હાઇવે પરના સર્વિસ રોડ પર ઉભી છે. બાદમાં તેઓ તાત્કાલિક ટીમને લઇને સ્થળ પર પહોંચ્યા હતા.
સ્થળ પર બાતમી મુજબનો ટેમ્પો મળી આવ્યો હતો. પરંતુ તેમાં કોઇ હાજર ન્હતું. ડ્રાઇવર કેબિનમાં તપાસ કરતા પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા. અંદર તપાસ કરતા સ્ક્રેપની એલઇડી લાઇટોના જુમ્મર અને ટ્યુબલાઇટ મળી આવી હતી. સાથે જ અન્ય બોક્સ મળી આવ્યા હતા. તે ખોલીને જોતા તેમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂને મુદ્દામાલની ગણતરી હાથ ધરી હતી.
ઉપરોક્ત કાર્યવાહીમાં SMC એ રૂ. 52.14 લાખનો દારૂ સહિત કુલ રૂ. 62.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ટ્રકનો ડ્રાઇવર, ટ્રક માલિક મોહંમદઇકબાલ અબ્દુલ્લા શેખ (રહે. છોટાપુર, પાણીના ટાંકા પાસે, ડિસા, બનાસકાંઠા,) દારૂનો જથ્થો પૂરો પાડનાર અને દારૂનો જથ્થે મંગાવનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે તમામ હાલ ફરાર છે.
You may like
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
ઇંટના ભઠ્ઠાની ઓફિસમાં પરિણિતા પર દુષકર્મ, મોઢું બંધ રાખવા ધમકી આપી
-
સાવલી: ધારાસભ્યએ જાહેરમંચ પરથી નગરસેવકોને “મારા સાહેબો” તરીકે સંબોધી ગંભીર ટકોર કરી
-
સાવલી: વિશ્રામગૃહ નજીક ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોત
-
લાખોની કિંમતના કોપર રોલ સગેવગે થતા બચાવી લેવાયા
-
મંજુસર GIDCમાં ઇન્ડસ્ટ્રીયલ કચરો ઠાલવવા આવેલા ડમ્પરમાં ભીષણ આગ, બે શ્રમજીવીઓ ભડથું