Waghodia
આઠ મહિનાથી પીવાનું પાણી નહીં મળતા વાઘોડિયા નગરપાલિકા ખાતે રહીશોનો મોરચો પહોંચ્યો
Published
5 months agoon
- ખંધા રોડની મીના પાર્ક સોસાયટીમાં છેલ્લા આઠ મહિનાથી પિવાના પાણીથી વંચિત રહિશોની ભૂખ હડતાલની ચિમકી
- વહિવટદાર, ચિફ ઓફિસર કે તલાટી વગરની ખાલી ચેમ્બરો
વાઘોડિયા નગરપાલિકા કચેરીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યા હલ નહીં થતાં મીના પાર્ક સોસાયટીના રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી ગાંઘી ચિંઘ્યા માર્ગે આંદોલન કરી ભૂખ હડતાલ પર ઊતરવાની ચિમકી ઊચ્ચારી હતી.
વાઘોડિયા ખંઘા રોડ પર આવેલ મીનાપાર્ક સોસાયટીમાં છેલ્લા છ આઠ મહિનાથી પીવાના પાણીની લાઈન ગ્રામ પંચાયત દ્વારા કાપી નાખ્યા બાદ પિવાના પાણીની લાઈનનુ કનેકશન જોડવાનુ પડતુ મુકાતા આજ દિન સુઘી સોસાયટીના 20 જેટલા પરીવારોને પિવાના પાણીની પ્રાથમિક જરુરીયાત નગરપાલીકા દ્વારા પુરી પાડવામા આવી નથી.
આ અંગે રહિશોએ નગરપાલીકા કચેરીએ અનેકવાર ઘરમના ઘક્કા ખાઈ રહ્યા છે. વાઘોડિયા વહિવટદારને લેખીક, મૌખીક અને કંમ્પલાઈન રજીસ્ટરમા વારંવાર નોઘ કરવા છતા પાલીકા ઘ્વારા રહિશોની પ્રાથમિક જરુરીયાત કાને ઘરવામા આવતી નથી.છેલ્લા છ મહિનાથી રહિશો ઘરમના ઘક્કા ખાતા હોવાનો આક્ષેપ રહિશો઼એ લગાવ્યો હતો. રજુઆત કરવા પહોંચેલા લોકોને વહિવટદાર, તલાટી કમ મંત્રી કે નગર પાલીકા ચીફ ઓફિસર નગર પાલીકા કચેરીએ નહિ મડતા પાલીકાના ક્લાર્કને રજુઆત કરી હતી. રહિશો પોતે વેરો ભરતા હોવા છતા પિવાના પાણી જેવી પ્રાથમિક જરુરીયાતથી 20 જેટલા પરીવારોને પાણીની સગવડ નહિ આપી રહિશો સાથે અન્યાય કરતા હોવાની લાગણી રહિશો અનુભવી રહ્યા છે.
એક તરફ વહિવટદાર સોશિયલ મિડીયાના સહારે કેટલાક મડતીયાઓ સાથે મડી વાહવાહિ કરાવે છે. અને વિકાસના કામો કરાતા હોવાની શેખી મારે છેજયારે વાસ્તવિક્તા કંઈક અલગ છે. તેવુ છેલ્લા છ મહિનાથી કચેરીના ઘક્કાખાતા રહિશોની રજુઆત પરથી લાગી રહ્યુ છે. તેવામા આ વખતે પિવાનુ પાણીનુ કનેક્શન નહિ કરી આપે તો રહિશો ગાંઘી ચિંઘ્યા માર્ગે આંદોલન કરી ભૂખ હડતાલ પર ઊતરશે તેવી આખરી ચેતવણી રહિશોએ આપી હતી. જોકે ક્લાર્ક ઘ્વારા પિવાના પાણીની સમસ્યા આજેને આજેજ દુર કરી આપવાની બોંહેઘરી આપતા મામલો થાડે પડ્યો હતો.
વેરો ભરીએ છીએ, મામલતાર વહિવટદારને અનેક વખત રજુઆત કરી છે થઈ જશે કહે છે પણ કામ થતુ નથી.લોકોને પિવાનુ પાણી ભરવા છેક તળાવે નળપર ભરવા જઊ પડે છે અમારુ કામ નહિ થાયતો અમે અહિ ભુખ હડતાલપર ઉતરશુ. રજુઆત કરવા ચાલી ચાલી ટાંટીયા દુખી ગયા છે : અબ્દુલ ભાઈ દિવાન, મીનાપાર્ક સોસાયટી, સ્થાનિક
પિવાનુ પાણી ઘરોમા નથી, ઘર બહાર ગરોના દુષીત પાણી અને વરસાદિ પાણી ભરેલા રહે છે પાલીકા કશુ કામ નથી કરતુ.પાણીની લાઈન કાપી નાંખ બાદ છ સાત મહિનાથી બીજી લાઈનમા કનેક્શન નથી કરી આપતા.
You may like
-
પેટ્રોલીંગ દરમિયાન ગ્રામ્ય SOG ને ગાંજાનો પેડલર હાથ લાગ્યો
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો