Connect with us

National

મહિલા અનામતનું ‘મહાઘમાસાણ’: પ્રિયંકા ગાંધીનો મોદી સરકારને પડકાર – “હિંમત હોય તો સોમવારે જૂનું બિલ રજૂ કરો.”

Published

on

  • સંસદમાં બહુમતીનો અભાવ: 131મો બંધારણીય સુધારો બિલ ૫૪ મતોની ઘટથી લોકસભામાં પછડાયું; વિપક્ષની એકતા સામે સરકાર નમી.
  • પ્રિયંકાનો વળતો પ્રહાર: “મહિલાઓના અધિકારને વસ્તી ગણતરી-સીમાંકન સાથે જોડીને PR સ્ટંટ ન કરો; હિંમત હોય તો સોમવારે જૂનું બિલ રજૂ કરો.”
  • રાજકીય ડ્રામા: બેઠકોની સંખ્યા 543 થી 850 કરવાનો સરકારનો પ્રયાસ નિષ્ફળ; બિલ માટે જરૂરી 2/3 બહુમતી ન મળતા સરકાર બેકફૂટ પર.
  • ઇન્ડિયા ગઠબંધન આક્રમક: પીએમ મોદીને પત્ર લખવાની તૈયારી; ભાજપ પર ‘લોકશાહીના અસ્તિત્વને જોખમમાં મૂકવાનો’ ગંભીર આરોપ.

દિલ્હી: લોકસભાના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલને લઈને સર્જાયેલા રાજકીય ગતિરોધે દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બંધારણ (131મો સુધારો) બિલ, 2026 પસાર ન થઈ શકતા કેન્દ્ર સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. 21 કલાકની લાંબી ચર્ચા બાદ થયેલા મતદાનમાં સરકારના પક્ષમાં 298 જ્યારે વિરોધમાં 230 મતો પડ્યા હતા. બિલ પસાર કરવા માટે જરૂરી 352 મતોના આંકડા સુધી પહોંચવામાં સરકાર 54 મતોથી પાછી પડી હતી.

https://x.com/priyankagandhi/status/2045153972617712042?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2045153972617712042%7Ctwgr%5Eda6abf3e2f01bd22996d842f03c6168c0fd0c776%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2Fadd

🫵પ્રિયંકા ગાંધીનો ખુલ્લો પડકાર:

આ ઘટના બાદ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, “સોમવારે જ સંસદ બોલાવો અને અગાઉ તમામ પક્ષોનું સમર્થન ધરાવતું જૂનું મહિલા અનામત બિલ રજૂ કરો. પછી જુઓ કે કોણ મહિલા વિરોધી છે.” પ્રિયંકાએ સ્પષ્ટ કર્યું કે વિપક્ષ મહિલા અનામતની તરફેણમાં જ છે, પરંતુ સરકાર આ બિલની આડમાં દેશનો રાજકીય નકશો બદલવા માંગતી હતી, જેનો વિપક્ષે એક થઈને વિરોધ કર્યો છે.

https://www.youtube.com/live/h5tseoi4sYQ?si=ma7GRwedR6KyiZvz

🧐સરકારની દાનત પર સવાલ:

પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાને મહિલાઓના મસીહા બનવા માટે આ બિલને વસ્તી ગણતરી અને સીમાંકન સાથે જોડી દીધું હતું, જે લોકશાહીના સંઘીય માળખાને નબળું પાડવાનો પ્રયાસ હતો. વિપક્ષે આ એકતા દર્શાવીને લોકશાહીને બચાવી છે. તેમણે માંગ કરી છે કે 2023માં પસાર થયેલું મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ કરવામાં આવે અને તેમાં OBC ક્વોટાનો પણ સમાવેશ કરવામાં આવે.

👉લોકસભામાં બિલ પડી ગયા બાદ હવે રાજકીય ગરમી સોમવારની કામગીરી પર કેન્દ્રિત થઈ છે. શું સરકાર વિપક્ષની માંગ માનીને જૂનું બિલ લાવશે કે પછી કોઈ નવી રણનીતિ ઘડશે?

Continue Reading
Savli1 day ago

સાવલી-શેરપુરા રોડ પર ગોદામપુરા બસ સ્ટેન્ડ પાસે ઊભેલા બાઇક સવારને ઇકો ચાલકે અડફેટે મહિલાનું મૃ*ત્યુ

Gujarat1 day ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Gujarat3 days ago

વડોદરાની યુવતીને મુંબઈની હોટલમાં બોલાવી ડ્રગ્સ અને દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ, 5 સામે ગુનો દાખલ

Vadodara3 days ago

વડોદરામાં APK ફાઈલ દ્વારા સાયબર ઠગાઈનો નવો પેંતરો: PM આવાસ યોજનાના નામે ફોન હેક કરવાની કોશિશ નિષ્ફળ

Vadodara3 days ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli4 days ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara5 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat1 day ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 days ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara3 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending