Connect with us

Chhotaudaipur

કવાંટ ભાજપમાં ‘ખુરશી’ની લડાઈમાં ગઢ કાંગરે પડ્યો: આંતરિક ટાંટિયાખેંચે ભાજપનો કિલ્લો ધ્વસ્ત કર્યો, ‘આપ’નું ઝાડુ ફરી વળ્યું!

Published

on

  • ભાજપમાં ભડકો: કવાંટમાં પક્ષ કરતાં પોતાની નેતાગીરી મોટી કરવાના કાવાદાવામાં ભાજપે વર્ષો જૂનો ગઢ ગુમાવ્યો.
  • જૂથબંધીનો ફાયદો ‘આપ’ને: છોટાઉદેપુરમાં ભાજપના આંતરિક સમરાંગણ વચ્ચે આમ આદમી પાર્ટીનો શક્તિશાળી ઉદય.
  • ટાંટિયાખેંચની પરાકાષ્ઠા: પક્ષના ઉમેદવારને જીતાડવાને બદલે હરાવવામાં નેતાઓને વધુ રસ; જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો ગુમાવી.
  • વફાદારીની કસોટી: સંગઠનમાં પક્ષને બદલે વ્યક્તિગત વફાદારોને સ્થાન મળતા કાર્યકરોમાં ભારે અસંતોષ; ‘ગૃહયુદ્ધ’ની અસર પરિણામોમાં દેખાઈ.

છોટાઉદેપુર: વડોદરા જીલ્લામાં જે રીતે ભાજપના સારા પરિણામો આવ્યા છે તેની સામે છોટાઉદેપુર જીલ્લામાં આમ આદમી પાર્ટીનો ઉદય થવા પામ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુરમાં પોતાનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. જયારે આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં સ્થાનિક ભાજપના નેતાઓએ આંતિરક જૂથબંધી અને ટાંટિયા ખેંચ પ્રક્રિયાને કારણે સીધે સીધી જીત આમઆદમી પાર્ટીને આપી દીધી છે.

છોટાઉદેપુર જીલ્લામાં કવાંટ તાલુકો વર્ષોથી ભાજપનો ગઢ કહેવતો હતો. કવાંટ તાલુકામાં ભૂતકાળમાં ભાજપના જુના નેતાઓએ જંગી બહુમતી પણ મેળવી હતી. જોકે ધીમે ધીમે સત્તા પર ટકી રહેવાની આંતરિક લડાઈઓ ભાજપના સંગઠનને અંદરથી જ ખોતરી રહ્યું હોય તેવી સ્થિતિ બની છે.

કવાંટનું રાજકારણ મૂળ કવાંટ ગામથી શરુ થાય છે. અને તેની અસર સમગ્ર તાલુકામાં જોવા મળે છે. સ્થાનિક નેતાઓએ કવાંટને ભાજપનો ગઢ બનાવી રાખવાના બદલે પોતાનો વ્યક્તિગત ગઢ બનાવવાની લડાઈમાં આંતરિક ખેંચતાણ એટલી હદે વધારી દીધી કે, ભાજપ પક્ષ માટે નહિ પણ ભાજપ માંથી ઉમેદવારી મેળવનારને પાડી દેવામાં નેતાઓને વધુ રસ જાગ્યો હતો. જેના પરિણામે એક સમયનો ભાજપનો કિલ્લો ધ્વસ્થ થઇ ગયો છે.

જ્યાં સંગઠનમાં પક્ષ માટે વફાદાર વ્યક્તિઓને સ્થાન મળવું જોઈએ, તેના બદલે કોઈ વ્યક્તિ માટે વફાદાર હોય તેમને જ મોટા કરવા માટે સંગઠનમાં સ્થાન આપવામાં આવતા જ અંતરીક ખેંચતાણ શરુ થઇ હતી. જયારે બીજી તરફ સ્થાનિક ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ ભાજપના નેતાઓને નુકશાન કરીને એક ખાસ જૂથને સત્તામાં લાવવા માટે જે કાવાદાવા કરવામાં આવ્યા તેના કારણે સમગ્ર તાલુકો હવે ભાજપના આંતરિક સમરાંગણનો સાક્ષી બન્યો છે.

કવાંટ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપના વર્ષો જુના સાશનને ઉખાડી ફેંકીને જે વ્યક્તિઓ સત્તા પર બેઠા હતા તેઓએ આપેલા વચનો પાછલા કેટલાક વર્ષોમાં પુરા થયા ન હતા જેના કારણે કવાંટમાં ભારે અસંતોષની લાગણી હતી. બીજી તરફ ગ્રામ પંચાયતની ચુંટણીમાં જે રીતે ભાજપના જુના શાસકોને હરાવવા માટે ભાજપના કેટલાક નેતાઓએ રસ દાખવ્યો હતો તે રીતે હાલની જીલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપ પક્ષની લીટી લાંબી કરવાને બદલે નેતાઓએ અંદરોઅંદર ટાંટિયા ખેંચમાં રહી જતા સીટો ગુમાવવાનો વારો આવ્યો છે.

કવાંટના રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે કે ,તાલુકા પંચાયતમાં ભાજપ માંથી ચુંટણી લડતા ભાવેશ પંચાલ પોતે કવાંટ ગ્રામ પંચાયતના વહીવટકર્તા છે.  ભૂતકાળમાં તેઓએ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાજપના જુના સભ્યો વિરુદ્ધ પ્રચાર કરીને એક પૂર્વ નેતાને ઇશારે સત્તા મેળવી હતી. જે બાદ વેપારી મહાજન મંડળ સહીત અનેક ઉપલક્ષ શરુ કરીને કવાંટના લોકોનો વિશ્વાસ જીતવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે અન્ય કોઈ વ્યક્તિ તેમના કરતા મોટો કેવી રીતે થાય ? તે અદેખાઈને કારણે જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને ગુમાવવાનો વારો આવ્યો છે.

સ્થાનિકોમાં ચાલતી ચર્ચા પ્રમાણે જીલ્લા પંચાયતમાં મૃણાલ પંચાલ ચુંટણી લડતા હતા જયારે તાલુકા પંચાયતમાં ભાવેશ પંચાલ ચુંટણી લડતા હતા. મૃણાલ પંચાલ ચુંટણી ન જીતે તે માટે ભાવેશ પંચાલ જૂથ દ્વારા જ ક્રોસ વોટીંગ કરાવવામાં આવ્યું અને અંતે તેની અસર તાલુકા અને જીલ્લા બંને બેઠકો પર જોવા મળતા બંને બેઠકો ભાજપે ગુમાવવી પડી ! આવી સ્થિતિ છોટાઉદેપુર જીલ્લામાં  લગભગ તમામ જીલ્લા અને તાલુકા પંચાયત બેઠકો પર જોવા મળી છે. એક તરફ આદિવાસી મતદારો જાગૃત તો થયા છે. ત્યારે ભાજપની અંદર ચાલતા ગૃહ યુદ્ધને કારણે મતદારો હવે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે.

Continue Reading
Vadodara11 hours ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara12 hours ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia2 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

National2 days ago

ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ

Vadodara3 days ago

ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

Vadodara3 days ago

પીએમ ઈ-બસ સેવા યોજના: 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શન માટે દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ

Gujarat4 days ago

આપઘા*ત પૂર્વે સોશિયલ મીડિયા પર લાઈવ: વડની ડાળે ફાં-સો ખાઈને પ્રેમીયુગલે ટૂંકાવ્યું જી*વન

International4 days ago

ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara4 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending