Connect with us

Gujarat

સુરક્ષા કે દંડનું ઉઘરાણું? ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઇવને લઈને જનતામાં ભારે આક્રોશ

Published

on

  • ખાસ ઝુંબેશ: 1 મે થી 31 મે સુધી સમગ્ર રાજ્યમાં હેલ્મેટ ડ્રાઇવ; ટુ-વ્હીલર પર પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત.
  • સરકારી કચેરીઓ પર વોચ: હેલ્મેટ વગર ઓફિસ આવતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ લેવાશે કડક પગલાં.
  • રોજિંદો રિપોર્ટ: પોલીસ કમિશનરોએ દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં દંડની વિગતોનો રિપોર્ટ મુખ્ય કચેરીને મોકલવો પડશે.
  • જનતાનો સવાલ: “ચૂંટણી પતી અને રેલીઓ પણ પતી, હવે શું સામાન્ય જનતાના ખિસ્સા ખાલી કરવાનું આ ઉઘરાણું છે?”

વડોદરા/ગુજરાત: રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં થતા મોતના આંકડા ઘટાડવા માટે ગુજરાત પોલીસ આજથી એક્શન મોડમાં આવી છે. 1 મે થી 31 મે 2026 સુધી ચાલનારી આ ખાસ ‘હેલ્મેટ ડ્રાઇવ’ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે. ઇન ચાર્જ આઈજી મકરંદ ચૌહાણના આદેશ મુજબ, મોટર વાહન અધિનિયમની કલમ 129 હેઠળ ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ અનિવાર્ય છે.

🧐સરકારી બાબુઓ સામે લાલ આંખ:

આ વખતે પોલીસની વ્યૂહરચનામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અવારનવાર નિયમો તોડતા સરકારી કર્મચારીઓ સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તમામ સરકારી કચેરીઓના ગેટ પર પોલીસ તૈનાત રહેશે અને હેલ્મેટ વગર આવતા અધિકારીઓને કોઈપણ શેહશરમ રાખ્યા વગર દંડવામાં આવશે. પોલીસ વડાઓ દ્વારા દરરોજ આંકડાકીય માહિતી સાથે રિપોર્ટિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

🗣️જનતામાં છૂપો રોષ:

જોકે, પોલીસની આ ડ્રાઇવને લઈને સોશિયલ મીડિયા અને લોકમુખે ચર્ચાઓ પણ શરૂ થઈ છે. જનતા સવાલ ઉઠાવી રહી છે કે, જ્યારે ચૂંટણીની મોટી-મોટી રેલીઓ યોજાય છે ત્યારે હેલ્મેટના નિયમો કેમ ગાયબ થઈ જાય છે? શું ચૂંટણીમાં થયેલા ખર્ચનું ઉઘરાણું હવે સામાન્ય જનતા પાસેથી કરવામાં આવી રહ્યું છે? સુરક્ષાના નામે થતી આ કડક ઉઘરાણી સામે જનતામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

👮પોલીસનો હેતુ નાગરિકોની સુરક્ષાનો છે કે માત્ર દંડ વસૂલવાનો, તે તો આવનાર સમય જ કહેશે. પરંતુ હાલ તો હેલ્મેટ વગર નીકળવું વાહનચાલકોના ખિસ્સા પર ભારે પડી શકે છે.

Continue Reading
Vadodara24 minutes ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો; 12 ગુનામાં સંડોવાયેલો રીઢો તસ્કર ‘કાળીબોટી’ ₹4.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

Vadodara2 hours ago

વડોદરા કલેક્ટરની બેઠકમાં કડક વલણ: અધિકારીઓને તાકીદ – “લોકપ્રશ્નો પર માત્ર ચર્ચા નહીં, પોઝીટીવ પરિણામ આપો”

Vadodara3 hours ago

વડોદરા: બાજવા વિસ્તારમાં પ્રેમ લગ્નના ૩ વર્ષ બાદ પાયલ પટેલના શંકાસ્પદ મોતે સર્જી ચકચાર; સાસરીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

Vadodara5 hours ago

VMC નો ‘ગોકળગાય’ વિકાસ : અકોટામાં 2 વર્ષથી પ્રોજેક્ટ અધૂરો, હવે કોન્ટ્રાક્ટરની નફ્ફટાઈએ લીધો મજૂરનો જીવ

Vadodara6 hours ago

વડોદરા: કલેક્ટર કચેરી બહાર જ પડ્યો મહાકાય ભૂવો; જનતાનો આક્રોશ – ‘વેરો ઉઘરાવતી પાલિકા હવે પાતાળ લોકમાં જવાનો વીમો આપે!’

Vadodara23 hours ago

વડોદરા: સયાજીગંજ પોલીસે રિક્ષાચાલક સાથે ઠગાઈ કરી રોકડની ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી પાડ્યો

Vadodara24 hours ago

વડોદરા પાલિકાની ઊંધી દિશા: નદીની સફાઈ અને ઊંડીકરણ પડતા મૂકી રૂ. 35.77 કરોડની ગેબિયન વૉલ પાછળ આંધણ!

Gujarat1 day ago

ગુજરાત: ઇંધણ માટે હાહાકાર; પેટ્રોલ પંપો પર કિલોમીટરો લાંબી લાઈનો અને ‘નો સ્ટોક’ ના બોર્ડ, 24 કલાકમાં વેચાણ 118% વધ્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 week ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra2 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara2 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara2 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara2 weeks ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending