Connect with us

National

મજબૂરીનો ફાયદો ઉઠાવતું મોતનું સોદાગરોનું નેટવર્ક; કેન્સરની ‘મેજિક ડ્રગ’ કિટ્રુડાના નામે નકલી દવાનું મોટું કૌભાંડ

Published

on

  • ક્રૂર છેતરપિંડી: 1.5 લાખની કિટ્રુડા દવાની ખાલી શીશીઓમાં ભરાતું હતું સાદું પાણી કે એન્ટિ-ફંગલ દવા; લાચાર દર્દીઓ સાથે મોતનો ખેલ.
  • ચંદીગઢનો કિસ્સો: કેન્સર પીડિત મહિલાએ 16 લાખ ખર્ચ્યા છતાં મળી નકલી દવા; દિલ્હી પોલીસની તપાસમાં થયો પર્દાફાશ.
  • હોસ્પિટલ સ્ટાફની સંડોવણી: દિલ્હીની જાણીતી કેન્સર હોસ્પિટલોના ફાર્માસિસ્ટ અને નર્સિંગ સ્ટાફ જ રેકેટમાં સામેલ; 3000 રૂપિયામાં વેચાતી હતી ખાલી બોટલ.
  • પેટન્ટનો કિલ્લો: 2028 સુધી ‘મર્ક’ કંપનીનો એકાધિકાર, સસ્તી જેનરિક દવાઓ આવતા હજુ લાગશે સમય.

નવી દિલ્હી/વડોદરા: ભારતમાં કેન્સરના વધતા કેસો વચ્ચે એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. કેન્સરના દર્દીઓ માટે વરદાન મનાતી અને 1.5 લાખ રૂપિયાની ઊંચી કિંમત ધરાવતી ‘કિટ્રુડા’ (Keytruda) નામની દવાના નામે નકલી દવાઓનું મોટું નેટવર્ક પકડાયું છે. આ કૌભાંડમાં માત્ર કાળાબજાર જ નહીં, પરંતુ દર્દીઓના જીવન સાથે સીધા ચેડાં કરવામાં આવી રહ્યા છે.

🚨ચંદીગઢની મહિલા સાથે 16 લાખની છેતરપિંડી:

વર્ષ 2022માં લિવર કેન્સરથી પીડાતી એક મહિલાએ પોતાની જિંદગી બચાવવા પેટ ભરીને નાણાં ખર્ચી 12 બોટલ કિટ્રુડા ખરીદી. આ માટે તેમણે 16 લાખ રૂપિયા ખર્ચ્યા, પરંતુ બાદમાં તપાસમાં બહાર આવ્યું કે આ બોટલોમાં અસલી દવાને બદલે સસ્તી એન્ટિ-ફંગલ દવા ભરેલી હતી. પરિણામે, જીવનદાનની આશામાં બેઠેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.

🧐કેવી રીતે ચાલતું હતું આ રેકેટ?

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અત્યંત ડરામણી છે:

1. હોસ્પિટલનો સ્ટાફ વપરાયેલી ખાલી બોટલો 3000 રૂપિયામાં કૌભાંડીઓને વેચતો હતો.

2. આ બોટલોમાં સાદું પાણી કે સસ્તી દવા ભરી, ફરીથી સીલ કરી અસલી જેવો જ દેખાવ અપાતો.

3. બજાર ભાવ કરતા 40% ડિસ્કાઉન્ટની લાલચ આપી મજબૂર પરિવારોને આ નકલી દવા પધરાવી દેવાતી.

⏹️સિસ્ટમની મોટી ખામી:

દિલ્હીની રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ જેવી મોટી હોસ્પિટલોના ફાર્માસિસ્ટ અને નર્સિંગ સ્ટાફ આમાં સામેલ હતા. હોસ્પિટલો પાસે વપરાયેલી મોંઘી દવાઓની ખાલી બોટલોના નિકાલ માટે કોઈ પ્રોટોકોલ ન હોવાથી આ ચોરી અને છેતરપિંડી આસાન બની હતી.

શું છે કિટ્રુડા અને કેમ છે આટલી મોંઘી?

કિટ્રુડા એક ઇમ્યુનોથેરેપી દવા છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને કેન્સરના કોષો સામે લડવા સક્રિય કરે છે. અમેરિકાની ‘મર્ક’ કંપની પાસે તેની પેટન્ટ હોવાથી અન્ય કોઈ કંપની આ દવા બનાવી શકતી નથી. કંપનીએ 46 બિલિયન ડોલરના રોકાણનો દાવો કર્યો છે, જેના કારણે એક બોટલની કિંમત દોઢ લાખ સુધી પહોંચે છે.

👇[સાચવવાની રીત અને ચેતવણી]

  • દવા હંમેશા અધિકૃત ડિસ્ટ્રિબ્યુટર કે હોસ્પિટલ ફાર્મસીમાંથી જ ખરીદવી.
  • વધુ પડતા ડિસ્કાઉન્ટની લાલચમાં આવવું નહીં.
  • દવા લીધા બાદ ખાલી બોટલનો નાશ કરાવવો અથવા હોસ્પિટલના પ્રોટોકોલ મુજબ જમા કરાવવી.

🫵જ્યાં સુધી આ દવાની પેટન્ટ મુક્ત નહીં થાય અને સસ્તી જેનરિક દવાઓ બજારમાં નહીં આવે, ત્યાં સુધી આવા મોતનો વેપાર કરનારાઓ સામે જાગૃત રહેવું જ એકમાત્ર ઉપાય છે.

Continue Reading
Vadodara12 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

National16 hours ago

દિલ્હી પેલેટ ગન કેસમાં FIRની માંગ સાથે રાહુલ ગાંધીનું પોલીસ સ્ટેશન બહાર ધરણાં-ભાજપ નો પલટવાર ‘રાજકીય સ્ટંટ’

Gujarat21 hours ago

ગુજરાત પોલીસ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યભરના 414 પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશ જારી

Vadodara2 days ago

વડોદરા PCB ની રેડ: હરણી રોડ પર મોટનાથ રેસિડેન્સીમાં ચાલતા કુખ્યાત જુગારધામનો પર્દાફાશ

Vadodara3 days ago

વડોદરામાં ડર અને અંધશ્રદ્ધાનો ખૌફનાક અંત: તાંત્રિક વિધિની ધમકીઓ અને ત્રાસથી કંટાળી યુવતીએ ઝેર પી જીવનલીલા સંકેલી લીધી

Vadodara4 days ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara6 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur7 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara12 hours ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 week ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Trending