Connect with us

Savli

ગરીબોના અનાજ પર કોની તરાપ? સાવલીના રાણીયા ગામમાં 8 મહિનાથી રાશન ગાયબ; દુકાનદારની દાદાગીરીથી ગ્રામજનોમાં રોષ

Published

on

  • 8 મહિનાથી અંધેર નગરી: રાણીયા ગામમાં સસ્તા અનાજની દુકાને ગ્રાહકોને પૂરતો જથ્થો મળતો નથી; ગરીબોના હકનું અનાજ ક્યાં ગયું?
  • દુકાનદારની દાદાગીરી: રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને શશીકાંતભાઈએ આપ્યો ઉદ્ધત જવાબ; સવાલો પૂછતા ગ્રાહકોને મળે છે ધમકીઓ.
  • મોટા માથાઓની છત્રછાયા? “કોઈના સાથ વગર આવો છબરડો શક્ય જ નથી”; ભ્રષ્ટાચારના આ ખેલમાં કોના હાથ કાળા છે તે તપાસનો વિષય.
  • મામલતદાર કચેરીએ મોરચો: જો સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનો લેખિત ફરિયાદ સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીયા ગામમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાનો પર્દાફાશ થયો છે. છેલ્લા આઠ-આઠ મહિનાથી ગરીબ કાર્ડધારકોને તેમના હકનું પૂરું અનાજ આપવામાં આવતું નથી. જ્યારે ગ્રામજનો આ અંગે દુકાનદાર શશીકાંતભાઈ પાસે જવાબ માંગવા જાય છે, ત્યારે તેઓ દાદાગીરી પર ઉતરી આવે છે અને યોગ્ય જવાબ આપવાના બદલે ગ્રાહકોને અપમાનિત કરે છે.

ભ્રષ્ટાચારના મૂળ ક્યાં?

ગામ લોકોમાં અત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, આટલા લાંબા સમયથી ચાલી રહેલા આ અનાજ કૌભાંડમાં શું કોઈ મોટા રાજકીય માથા કે વહીવટી અધિકારીઓની છત્રછાયા છે? સામાન્ય રીતે ઉચ્ચ સ્તરીય સાથ વગર ગરીબોનું અનાજ બારોબાર વહેંચી દેવાનું કામ શક્ય જ નથી. 8 મહિના સુધી તંત્ર આ બાબતથી અજાણ કેમ રહ્યું તે પણ એક મોટો સવાલ છે.

🧐આંદોલનની ચીમકી:

વારંવારની મૌખિક રજૂઆતો છતાં સ્થિતિ જસની તસ રહેતા હવે રાણીયા ગામના લોકોએ આરપારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે. ગ્રામજનો હવે મામલતદાર કચેરીએ જઈને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. લોકોની માંગ છે કે પુરવઠા વિભાગ તાત્કાલિક અસરથી આ દુકાનના સ્ટોકની તપાસ કરે અને દોષિત દુકાનદાર સામે કડક પગલાં ભરે.

🫵સરકારની યોજનાઓ કાગળ પર ઉજળી દેખાય છે, પણ રાણીયા ગામ જેવી વાસ્તવિકતા ગરીબો માટે આકરી છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર આ ‘મોટા માથાઓ’ સુધી પહોંચી શકશે કે પછી ગરીબોના પેટ પર પાટું મારવાનું ચાલુ જ રહેશે

Continue Reading
Vadodara48 minutes ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara3 hours ago

વડોદરાના આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું વેચાણ કરનાર આરોપીની અટકાયત, જયેશ શર્મા નામનો શખ્સ વોન્ટેડ જાહેર

Vadodara4 hours ago

ટ્રાફિક જામથી નાગરિકો ત્રાહિમામ: ખિસકોલી સર્કલના ટ્રાફિક મેનેજમેન્ટ સામે ઉઠતા સવાલો

Vadodara18 hours ago

લક્ષ્મીપુરામાં પોલીસનો સપાટો: બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ, 7 શખ્સો રંગેહાથ ઝડપાયા

Vadodara19 hours ago

‘સ્માર્ટ’ પ્રી-મોન્સૂન કામગીરીનું સત્ય:  થોડાક જ વરસેલા વરસાદ માં ટ્રક અચાનક રસ્તામાં ગરકાવ

Vadodara22 hours ago

વડોદરા પાલિકાનો અણઘડ વહીવટ: દુધવાળા મોહલ્લામાં મેયરની હાજરીમાં ‘ભૂલ’ સુધારવા ગયા અને આખી લાઇન જ ખોટી કાપી નાખી

Vadodara1 day ago

ચોમાસામાં સતર્કતા: 15 સેન્સર દ્વારા વરસાદનું લાઇવ મોનિટરિંગ, નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે આ સુવિધા

Dabhoi1 day ago

‘ઓપરેશન પરાક્રમ’: ડભોઇના ચાર કુખ્યાત ગુનેગારો પાસા હેઠળ જેલભેગા, ત્રણ અલગ-અલગ શહેરોમાંથી ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli3 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara5 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara7 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara7 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara1 week ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 week ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 weeks ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Trending