Connect with us

Karjan-Shinor

કરજણ ભરથાણા ટોલનાકા પાસે થી કંટેનરમાં ગોવાથી ગોધરા લઇ જવાતો એક કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ચાલક અને ક્લીનરની ધરપકડ કરી

Published

on

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય શરાબ માફિયાઓ ગાંધીના ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવા અવનવા નુસખા અપનાવતા હોય છે ત્યારે પોલીસ પણ શરાબ માફિયાઓના નુસખાને નિષ્ફળ બનાવવા સક્રિય રહેતી હોય છે ત્યારે એલ.સી.બી. પોલીસે કરજણ પો.સ્ટે. વિસ્તારના ભરથાણા ટોલનાકા પાસે થી ગોવાથી કંટેનરમાં અંદાજિત એક કરોડનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા જતા કંટેનરને પોલીસે ઝડપી પાડી ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેઆ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ મથકના હદ વિસ્તારમાં આવેલ ભરથાણા ટોલનાકા ઉપર એલસીબી પોલીસની ટિમની વાહન ચેકીંગની કામગીરીમાં હતી દરમિયાન ભરુચ તરફથી આવતા એક કન્ટેનર ચાલકે પોલીસને દૂરથી વાહન ચેકિંગ કરતા જોઇ કન્ટેનર દૂર ઉભો કરી દીધેલ જેથી પોલીસને શંકા જતા કન્ટેનર પાસે જઇ કન્ટેનરની કેબીનમાં તપાસ કરતા કેબીનમાં ડ્રાઇવર તથા ક્લીનર મળી આવ્યા હતા પોલીસે તેમની પુછપરછ કરતા બન્ને જણાએ પોલીસને સંતોષકારક જવાબ ના આપી શકતા પોલીસને શકા ઉપજી હતીપોલીસે કન્ટેનર ચાલક અને ક્લીનરને સાથે રાખી કન્ટેનરના પાછળ ભાગે તપાસ કરતા કન્ટેનરનો દરવાજો ખોલતા અધધ દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી પોલીસે બન્ને આરોપીઓને કન્ટેનર સાથે પોલીસ પહેરા હેઠળ કરજણ પોલીસ મથક ખાતે લઇ જવા માં આવવા હતા અને પોલીસે સ્થાનિકોની મદદ લઇ ત્રણ કલાકની ભારે જહેમત બાદ કન્ટેનર માંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા કુલ રૂપિયા 95,96,600ની કિંમતની 1999 પેટી માંથી 95966 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂના જથ્થા સહીત કુલ એક કરોડ છ લાખ અઢાર હજાર છસ્સોની કિંમતનો મુદામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતીએલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ કેરેલાના કન્ટેનર ચાલક અથુલ ગંગાધરણ પીલ્લઇ અને અનીશકુમાર ઉન્ની હીરાવાની પુછપરછ કરતા આ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર 
તિરૂવનંતપુરમ ખાતે રહેતા રાજેશ કરુનાકરન અને કેરલના સુધી નામના ઇસમે ગોવાના પણજી ખાતે થી કન્ટેનર આપ્યું હતું અને કન્ટેનર ગોવાથી ગોધરા ખાતે લઇ જવાનું હતું અને ગોધરા પહોચી સુધીને ફોન કરવાનુ જણાવેલ આ દારૂ ભરેલા કન્ટેનરની એક ટ્રીપ મારવા માટે 60 હજાર આપવાનું નક્કી થયું હતું અને દારૂ ભરેલ કન્ટેનર સિધુ નામના ઇસમે અમને ગોવા ચેક પોસ્ટ પસાર કરાવી આપેલ અને તે ત્યા ઉતરી હતો એલસીબી પોલીસે પકડી પાડેલ અથુલ ગંગાધરણ પીલ્લઇ અને અનીશકુમાર ઉન્ની હીરાવા વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધી દારૂના જથ્થો સપ્લાય કરનાર સુધી અને રાજેશ નામના ઇસમોને વૉન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Karjan-Shinor

હરિયાણાથી શરાબનો જથ્થો ભરીને અમદાવાદ જઇ રહેલા આઇસર ટેમ્પોને જીલ્લા LCBએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના બામણગામ પાસે જીલ્લા એલસીબી પોલીસે એક આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને લઇ જવામાં આવતા શરાબના જથ્થા સાથે આઈસર ચાલકની ધરપકડ કરી હતી. જયારે લાખોનો મુદ્દામાલ કબજે લીધો છે.


રાજ્યભરમાં શરાબની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કીમિયા અપનાવે છે. જ્યાં શરાબને ગુજરાતમાં લાવવા માટે વાહનોમાં ચોરખાના બનાવીને તેમાં શરાબની પેટીઓ સંતાડીને લાવવામાં આવતી હોય છે. જ્યાં પોલીસ પણ આવા કીમીયાઓ નિષ્ફળ કરવા માટે સઘન ચેકિંગ હાથ ધરે છે. વડોદરા જીલ્લા એલસીબીનો સ્ટાફ ગત રોજ હાઈવે પર વાહનચેકિંગમાં હતો તે દરમિયાન એક રાજસ્થાન પાર્સીંગના આઈસર ટેમ્પોને રોકીને બામણગામ પાસે તપાસ હાથ ધરી હતી. ટેમ્પોમાં ડ્રાઈવર કેબીનની પાછળના ભાગે ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું. જે ખોલીને તપાસતા તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી હતી.


આઈસર ટેમ્પો ચાલકનું નામ પૂછતા હનુમાનરામ બિશ્નોઈ હોવાનું અને બાડમેર રાજસ્થાન રહતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની સઘન પૂછપરછ કરતા અ શરાબનો જથ્થો રાજસ્થાનના મહેશ ગીરી ગોસ્વામીએ હરિયાણાના અંબાલા નજીક હાઇવે પરથી ભરી આપ્યો હોવાની કબુલાત કરી હતી. અને અમદાવાદ નજીક પહોચીને ફોન કરવાનું જણાવ્યું હતું. જોકે શરાબનો જથ્થો અમદાવાદ પહોચે તે પહેલા જ વડોદરા જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પોલીસે 1416 શરાબની બોટલો,મોબાઈલ ફોન રોકડ રકમ તેમજ આઈસર ટેમ્પો મળીને 15,87,900 રૂ. નો મુદ્દામાલ કબજે લીધો છે.

Continue Reading

Karjan-Shinor

તસ્કરો વકીલના બંધ મકાનમાં હાથફેરો કરી 3.10 લાખની ચોરી કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

Published

on

વડોદરા શહેર -જિલ્લામાં તસ્કરોનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે. તસ્કરોમાં પોલીસનો કોઈ ખોફના રહ્યો હોય તેમ બેખોફ થઇ પોલીસને પડકાર ફેંકાતા રોજબરોજ અનેક ચોરીની વારદાતને અંજામ આપી પોલીસના પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. બેખોફ બનેલ તસ્કરો ઠડીનું જોર વધતા સક્રિય બન્યા છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવા બજાર વિસ્તારમાં આવેલ એન્જલ રેસીડન્સીમાં રહેતા અને વકીલાતનાવ્યવસાય સાથે સંકડાયેલ વકીલ પરિવાર સાથે વડગામ ગામ ખાતે ફુવા સસરાની પુત્રીને ત્યાં પ્રથમ સંતાન પ્રાપ્તી થતા મળવા ગયા હતા અને તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સાસુંએ જમાઈને મુકવા આપેલ નવ તોલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રકમ સહીત રૂ. 3.10 લાખની માલમતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવા બજાર વિસ્તારમાં આવેલ એન્જલ રેસીડન્સીમાં રહેતા અને કરજણ કોર્ટમા છેલ્લા 7 વર્ષથી વકીલાત કરતા 33 વર્ષીય અનીલભાઈ ભગુભાઈ વસાવા ગત તા. 24 ડિસેમ્બરના રોજ વડગામ ગામ ખાતે રહેતા ફુવા સસરાની પુત્રીના ઘરે પહેલુ સંતાન થયેલ હોય અનિલભાઈ મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી પરિવાર સાથે વડગામ ખાતે ફુવા સસરાની પુત્રીને મળવા ગયા હતા અને રાત્રીના વડગામ ખાતે રોકાઈ બીજા દિવસે કરજણ ખાતે ઘરે પરત ફરતા ઘરની આગળની સ્લાઈડીંગ બારીનું લોક તૂટેલું જોઈ પરિવાર ચોકી ઉઠ્યો હતો

ઘરમાં જઈ તપાસ કરતા બેડરૂમના દરવાજા ખુલ્લા હતા અને તમામ સામાન વેરવિખેર હાલતમા પડેલો હતો. તેમજ બેડરૂમમાં મુકેલ તીજોરીના દરવાજા ખુલ્લા હતા અને લોકરો તોડી નાખેલ હતા તિજોરીમાં તપાસ કરતા અનિલભાઈના સાસું એ તેમના ઘરનું રીનોવેશન કામ ચાલતું હોય જેથી અનિલભાઈને મુકવા માટે આપેલ સોના ચાંદીના દાગીના જે તિજોરીના લોકરમાં મુકેલા તે સોનાના નવ તોલા દાગીના તથા રોકડા રૂપિયા 1.20 લાખ સહીત રૂ. 3.10 લાખની માલમતાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણ થતા કરજણ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

Karjan-Shinor

પત્નીના પ્રેમીની નિર્મમ હત્યા : પોલીસે 11 દિવસે હત્યાનો ભેદ ઉકેલ્યો

Published

on

વડોદરા જીલ્લાના માલપુર ગામે પતિને છોડીને અન્ય પ્રેમી સાથે લગ્ન કરી લીધા બાદ પતિએ ગામમાં આવેલા પ્રેમીની ઠંડા કલેજે હત્યા કરી દીધી હતી. હત્યા કરીને લાશને બિનવારસી ફેંકી દેવામાં આવી હતી. શિનોર પોલીસે 11 દિવસ બાદ નિર્મમ હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના માલપુર ગામના રહેવાસી ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવાની પત્ની સંગીતાએ ગામમાં રહેતા 26 વર્ષિય મહેશ ઇશ્વરભાઇ વસાવા સાથે ભાગી જઇ લગ્ન કરી લીધા હતા. અને ભરૂચ જિલ્લાના પાણેથા ગામમાં નવેસરથી સંસારની શરૂઆત કરી હતી.


પત્નીએ છૂટાછેડા આપ્યા વિના જ ગામના અન્ય યુવક સાથે ભાગી જઈને લગ્ન કરી લીધા હોવાની વાત પતિ ઘનશ્યામને આંખમાં કણાની જેમ ખટકતી હતી. જેથી તેણે પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવા માટેની યોજના ઘડી લીધી હતી. પત્ની નો પ્રેમી માલપુર ગામમાં ક્યારે આવાનો છે તેની માહિતી રાખવા માટે ઘનશ્યામ વસાવાએ તેના મિત્ર શકીલ રમજુશા દિવાનને કામગીરી સોંપી હતી. અને મહેશ ગામમાં આવે તો તરત જાણકારી આપવા જણાવ્યું હતું.


ગત 30 નવેમ્બરના રોજ મહેશ વસાવા મોટરસાયકલ લઈને ભરૂચના ઝગડિયા તાલુકાના પાણેથા ગામથી માલપુર ગામ આવવા માટે નીકળ્યો હતો. અને બપોરના સુમારે ગામમાં આવી ગયો હતો. મહેશ ગામમાં આવ્યો છે. તેવી માહિતી શકીલ દીવાને ઘનશ્યામ વસાવાને આપી હતી. જે માહિતીના આધારે ઘનશ્યામ વસાવા અને તેના ભાઈ સંદીપ ઉર્ફે ગોગો વસાવાએ મહેશ ગામ માંથી બહાર નીકળતાની સાથે જ તેનો પીછો કર્યો હતો.

મહેશ મોટરસાયકલ પર સાધલીથી સુરાશામળ તરફ જઈ રહ્યો હતો. ત્યારે કાર લઈને પીછો કરતા ઘનશ્યામ અને સંદીપે તેની મોટરસાયકલને પાછળથી ટક્કર મારીને અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મહેશ વસાવાને રોડ પર ફંગોળાઈને પડતા ગંભીર ઈજાઓ પહોચી હતી.


હત્યારા ઘનશ્યામ અને સંદીપે કાર માંથી ઉતરીએ ખાતરી કરી હતી કે મહેશ જીવે છે કે મારી ગયો!, જોકે અકસ્માત બાદ પણ મહેશ જીવિત હોવાથી ઘનશ્યામ અને સંદીપે ઈજાગ્રસ્ત મહેશને કારમાં બેસાડીને બાઈક પણ સાથે લઇ લીધી હતી. અને ચાલુ કારે જ મહેશને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહેશ મોતને ભેટ્યા બાદ તેની લાશ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામની સીમમાં આશિષ ઉર્ફ ચિરાગ પટેલના શેરડીના ખેતરમાં નાંખી ફરાર થઇ ગયા હતા.


પુરાવાનો નાશ કરવા માટે હત્યારા ભાઇઓએ મહેશની મોટર સાઇકલની આગળ-પાછળની નંબર પ્લેટ કાઢી લઈને માલસર પુલ ઉપરથી નર્મદા નદીમાં નાંખી દીધા હતા. અને મોટર સાઇકલ રાયપુર ગામ પાસે બીનવારસી મૂકી પરત માલપુર પોતાના ગામ આવી ગયા હતા.


બીજી તરફઘનશ્યામ વસાવાને છુટાછેડા આપ્યા વિના મહેશ વસાવા સાથે ઝઘડિયા તાલુકામાં રહેતી મહેશની પ્રેમિકા પત્ની સંગીતાને મહેશ સાંજ સુધી ઘરે નહિ આવતા ચિંતા થવા લાગી હતી. પત્ની સંગીતાએ મહેશ વસાવા ગુમ થયો હોવાની ફરિયાદ શિનોર પોલીસ મથકે આપી હતી. અને ભૂતકાળના પતિ અને હાલના પતિ વચ્ચે અણબનાવ હોવાની માહિતી પણ પોલીસને આપી હતી. સંગીતાએ પોતે ભાગીને લગ્ન કર્યા હોવાથી પૂર્વ પતિ પર શંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. આ અરસામાં નાંદોદ તાલુકાના નાવરા ગામની સીમમાંથી મહેશ વસાવાનો મૃતદેહ મળી આવતા પોલીસને હત્યાની શંકા મજબુત થઇ હતી.


શિનોર પોલીસે આ ગુનામાં મહેશ વસાવાના હત્યારા પૂર્વ પતિ ઘનશ્યામ ઉર્ફ ધનીયો ઉર્ફ ગણેશ જયંતિભાઇ વસાવા, તેના ભાઇ સંદિપ ઉર્ફ ગોગો જયંતિભાઇ વસાવા અને મહેશની બાતમી આપવાની મહત્વની ભૂમિકા ભજવનાર શકીલ મરજુસા દિવાન સામે અપહરણ, હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

Continue Reading

Trending