Vadodara
ભારે વરસાદ બાદ પણ અહીં દુકાન બંધ થઈ નથી,જુઓ બુટલેગરોના સામ્રાજ્ય!
Published
5 months agoon
વડોદરા શહેર જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જોકે આ વરસાદમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પણ તેનાથી બુટલેગરોના વેપલાને કોઈ ફરક પડ્યો નથી. વડોદરા જિલ્લાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો બેફામ થવા પામ્યા છે. લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોની જેમ દેશી શરાબના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. જ્યારે વાઘોડિયા તાલુકાના અલવા ગામના ડ્રોન દ્રશ્યોમાં મોટા પાયે ધમધમી રહેલી શરાબની ફેકટરીઓ કેમેરામાં કંડારાઈ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં અનેક સ્થળે લઠ્ઠા કાંડ સર્જાઈ ચુક્યા છે. અને જેમાં અનેક નિર્દોષ ગરીબ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી પ્રવૃત્તિઓ ડામવામાં જાણે પોલીસ સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે.
વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકામાં વાઘોડિયા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા અલવા ગામની સીમમાં અનેક આવા બુટલેગરો ફાલ્યા છે. જેઓએ ખાનગી તેમજ સરકારી જમીનો પર દેશી શરાબની ભઠ્ઠીઓ સ્થાપી દીધી છે.
ડ્રોન દ્રશ્યોમાં દેખાય છે કે,લગભગ 20 થી 25 જેટલા પીપળામાં દેશી શરાબ બનાવવાનો કાચો માલ ભરેલો છે. જ્યારે દેશી શરાબના ઉત્પાદન માટે જરૂરી પાણી પૂરું પડી રહે તે માટે કૃત્રિમ તળાવનું પણ બુટલેગરોએ નિર્માણ કરી દીધું છે.
આ સાથે દેશી શરાબના નિર્માણ માટે પીપડાઓ રાખીને તેમાં છત પણ ઉભો કરી દેવામાં આવી છે. બુટલેગરોએ આ શરાબના ઉત્પાદન માટે બળતણ માટે જરૂરી લાકડાઓનો જથ્થો પણ કરી રાખ્યો છે. જેમાં અંદાજે 5-7 ટન લાકડાઓ પણ ડ્રોન દ્રશ્યોમાં જોઈ શકાય છે.
આ શરાબની મીની ફેકટરી માંથી બુટલેગરો મોટા પ્રમાણમાં શરાબનું ઉત્પાદન કરીને શહેરના વિવિધ વિસ્તારમાં છૂટક બુટલેગરો સુધી પહોચાડે છે. જેને શરાબની લત ધરાવતા ગરીબ અને શ્રમજીવી પ્રજા આરોગે છે. આટલું મોટું સામ્રાજ્ય સ્થાનિક પોલીસથી છૂપું કેમ છે તે સમજી શકાતું નથી.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!