Connect with us

Vadodara

GMERS કોલેજમાં ભણતા બે તબિબિ વિદ્યાર્થીઓ અંકોડિયા નજીક કેનાલમાં ડૂબી જવાથી મોત

Published

on

  • બે નું અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે એકનો બચાવ થયો છે. તેમ જાણવા મળી રહ્યું છે
  • મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કેનાલમાં ડૂબ્યા
  • ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસ વિભાગના જવાનો સ્થળ પર દોડ્યા

સાથીનું ડૂબી જવાથી મોત નીપજતા અન્ય વિદ્યાર્થીઓમાં શોકની લાગણી વ્યાપીવડોદરાના ગોત્રી મેડિકલ કોલેજ માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનું અંકોડિયા સ્થિત નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને હાલ બંનેના મૃતદેહને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. બંનેના પરિવારો વડોદરા બહાર અન્ય શહેરોમાં રહેતા હોવાથી તેમને જાણ કરી દેવામાં આવી છે. બંનેના મૃતદેહોને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે વધુ કાર્યવાહી અર્થે લાવવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે આજે બપોરના સમયે ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ફરવા માટે અંકોડિયા ખાતે ગયા હતા. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, તેઓ કેનાલમાં ન્હાવા પડ્યા બાદ ડૂબ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીનો બચાવ થતા તેણે તંત્રને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને બંનેના મૃતદેહોનો રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિદ્યાર્થી આલમમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

ગોત્રી મેડિકલ કોલેજના સિનિયર ડો. રાઠોડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, બંને વિદ્યાર્થીઓ ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. પ્રેમ માતંગ (ઉં. 21) (રહે. જામનગર) અને આદિત્ય રામકૃષ્ણ (ઉં. 20) (રહે. સુરત) વર્ષના છે. આજે કુલ ચાર લોકો ફરવા માટે ગયા હતા. તે પૈકી બે નું અંકોડિયા નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે એકનો બચાવ થયો છે. તેમ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓ સદમામાં છે. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. વડોદરા તાલુકા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાઇ છે. મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી છે. તેઓ વડોદરા આવવા માટે નીકળી ગયા છે. વડોદરામાં રહેતા તેમના પરિવારોને પણ જાણ કરવામાં આવી છે.

Continue Reading
Vadodara4 hours ago

વડોદરા: નવરચના યુનિવર્સિટીમાં ‘અતિથિ’ બનીને આવી શાહુડી! 5 માળે શાહુડીને જોઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફ ચોંકી ગયા

Gujarat7 hours ago

લગ્નની ખુશીઓ ખોવાઈ: કેરીનો રસ અને પનીરનું શાક બન્યું ઝેર સમાન; 400 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર

Vadodara11 hours ago

વડોદરા: માંજલપુર પોલીસનો સપાટો; ટ્રેન અને સોસાયટીમાંથી મોબાઈલ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Vadodara20 hours ago

વૈકલ્પિક માર્ગ પર ધૂળની ડમરીઓ: ખખડધજ રસ્તા પરથી વાહનચાલકોની મજબૂરી, તંત્રની કામગીરી પર સવાલ

Vadodara24 hours ago

વોર્ડ-10 માં રાજકીય ‘હાઈ-વોલ્ટેજ’ ડ્રામા: નીતિન દોંગા સામે ‘માસ્ક મેન’ નું ષડયંત્ર કે જનતાનો આક્રોશ?

Vadodara1 day ago

વડોદરા: સયાજીગંજ પોલીસનો સપાટો; ફોન પર વાત કરતા રાહદારીનો આઈફોન-13 લૂંટનાર 2 આરોપીઓ ઝડપાયા

Savli1 day ago

સાવલી ચૂંટણી અપડેટ: કર્મચારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન; લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગીદારી

Vadodara1 day ago

વડોદરા: ડભોઈ રોડ પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો; કારમાં દારૂની હેરાફેરી કરતા 2 શખ્સો પોલીસના સકંજામાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 days ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara1 week ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli1 week ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara2 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara2 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara2 weeks ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara2 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat2 weeks ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Trending