જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવતા જેટકો હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે જોકે વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વડોદરા જેટકોની ઓફિસ બહાર ભેગા થઇ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા અને જેટકોની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, જેટકો દ્વારા 1224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ત્રીજા મહિનામાં પોલ ટેસ્ટ લેવામાં આવ્યો, આઠમા મહિનામાં લેખિત પરીક્ષા લેવામાં આવી અને બારમા મહિનામાં સરકારને બ્રહ્મજ્ઞાન થયું કે ત્રીજા મહિનામાં જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ગેરરીતી કે ક્ષતિ થઈ છે એટલે સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હતી જે સરકારને નવ મહિના પછી જ્ઞાન થયું હોય તો અમે સરકારને કહેવા માગીએ છીએ કે વિદ્યાર્થીઓ સાથે આ કઈ રમત રમવાની નથી આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં જે પણ મોરચે આગળ વધુ પડે એ મોરચે આગળ વધીશું અને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું
યુવરાજસિંહ જાડેજા એ વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારો પોતાની પ્રાઇવેટ નોકરી છોડી સરકારી નોકરી માટે નિમણૂક પત્ર મેળવવા માટે જતા હતા ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ વેરિફિકેશન જેવી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી અને ઉર્જા વિભાગના એમડીને અમે મળવા આવ્યા હતા ત્યારે એમડી દ્ધારા અમને પાંચ દિવસમાં આ તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની બાહેધરી આપવામાં આવી હતી સરકારની વાત અમે માની અને છેલ્લે અમને દગો મળ્યો છે વિદ્યાર્થીઓની વેદના સાથે દગો કરવામાં આવ્યો છે