Madhya Gujarat

સ્કૂલ બોમ્બ થ્રેટ:વડોદરાની 5 અને અમદાવાદની 4 શાળાઓને બોમ્બની ધમકી, ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવાઈ

Published

on

વડોદરા અને અમદાવાદની ખ્યાતનામ શાળાઓને ફરી એકવાર નિશાન બનાવવામાં આવી છે. અજાણ્યા શખ્સો દ્વારા ઈમેઈલ મોકલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શૈક્ષણિક જગત અને વાલીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

👉વડોદરા: ૫ જાણીતી શાળાઓને નિશાન બનાવાઈ

વડોદરામાં આજે વહેલી સવારે શહેરની ૫ મુખ્ય શાળાઓને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. જેને પગલે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે.

  • ટાર્ગેટ કરાયેલી શાળાઓ: ઉર્મિ સ્કૂલ, ડી.આર. અમીન, નાલંદા, જીવનસાધના, શનેન સ્કૂલ અને નવયુગ સ્કૂલ.
  • તકેદારીના પગલાં: ધમકી મળતા જ શાળા સંચાલકોએ બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી તાત્કાલિક રજા જાહેર કરી દીધી હતી. સાવચેતીના ભાગરૂપે ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી છે.
  • પોલીસ કાર્યવાહી: ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો, BDDS (બોમ્બ સ્ક્વોડ) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને દરેક ખૂણે સઘન તપાસ હાથ ધરી છે.

🚨અમદાવાદ: ૪ શાળાઓમાં સર્જાયો તણાવ

​અમદાવાદમાં પણ વડોદરાની સાથે જ ધમકીભર્યા મેઈલ મળવાની ઘટના સામે આવી છે.

  • અસરગ્રસ્ત શાળાઓ:સ્ત્રાપુરની એશિયા સ્કૂલ, સેટેલાઇટની એ વન સ્કૂલ, મકરબાની DAV ઇન્ટરનેશનલ સ્કૂલ અને અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ.
  • ​તમામ શાળાઓમાં પોલીસની ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

🧐ભૂતકાળની ઘટનાઓ અને ખાલિસ્તાની કનેક્શન?

​આ પ્રકારની ધમકીની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ ગુજરાતની સંસ્થાઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે:

  • ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬: અમદાવાદની સંત કબીર, ડીપીએસ, સેન્ટ ઝેવિયર્સ લોયોલા જેવી શાળાઓને ધમકી મળી હતી.
  • ખાલિસ્તાની લિંક: અગાઉના ઈમેઈલમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, તમારા બાળકોને બચાવી લો.’
  • ડિસેમ્બર ૨૦૨૫: વડોદરાની કલેક્ટર કચેરીને પણ આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Trending

Exit mobile version