વડોદરા જિલ્લાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ રણોલીમાં રહેતી 33 વર્ષીય વિધવા મહિલા સાથે લોનના હપ્તામાં મદદ કરવાની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકે નોંધાય છે. જ્યારે પોલીસે ધારાસભ્યના પૂર્વ પીએની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેર નજીક રણોલી ગામે રહેતી 33 વર્ષીય વિધવા મહિલાને સંતાનમાં બે બાળકો છે. 2020માં પતિ સાથે તેના છૂટાછેડા થયા હતા. મહિલાએ પદમલા વિસ્તારમાં એક બેંકમાંથી 15 લાખની લોન લીધી હતી મહિલા રણોલીમાં એક નાની હોટલ ચલાવતી હતી. બીમારીમાં સપડાતા હોટલ બંધ થઈ ગઈ હતી અને લોનના ત્રણ હપ્તા ભરી શકે તેમ ન હતી. 36 દિવસમાં હપ્તા નહીં ભરો તો મકાનને તાળા વાગશે તેવી બેંકની નોટિસથી મહિલા ટેન્શનમાં આવી ગઈ હતી. જેથી આ મહિલા તેની પુત્રી સાથે ગત વર્ષે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસેની ઓફિસે ગઈ હતી. પરંતુ ધર્મેન્દ્રસિંહ ના સ્થાને તેમના પીએ રાજેશ ગોહિલ મળ્યો હતો.
રાજેશે મદદના બહાને મહિલા સાથે વાત કરતો હતો. ગત તારીખ ચોથીએ રાજેશ મહિલાના ઘરે ગયો હતો જે બાદ તેને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલા કરગરતી રહી પણ રાજેશ મહિલાને છોડતો ન હતો. દરમિયાન મહિલાના દીકરી અને જમાઈ ઘરે આવ્યા હતા. બંનેને કઠંગી હાલતમાં જોયા હતા. ત્યારે રાજેશ તમારાથી થાય તે કરી લેજો તમારાથી કંઈ થવાનું નથી તેમ કહીને ટુવાલ લપેટીને મકાનના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો.
રાજેશે ધમકી પણ આપી હતી કે. આજે જે થયું તેની કોઈને જાણ કરી તો મારી નાખીશ. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ સમાજના ડરથી ફરિયાદ કરી ન હતી. જ્યારે આજે જવાહર નગર પોલીસે પાદરાના રાજેશ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.