Connect with us

Dabhoi

ચર્ચાસ્પદ રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું ડભોઇના મોટા હબીપુરા ગામેથી અપહરણ

Published

on

વિધર્મી સાથે મૈત્રી કારરથી રહેતા વડોદરા જિલ્લાના ચર્ચાસ્પદ બનેલા મહિલા કોન્સ્ટેબલનું ફરી એક વાર ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામેથી અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ડભોઇ પોલીસે 15 જેટલા શખ્સો આમે અપહરણ અને રાયોટિંગનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

થોડા સમય આગાઉ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી મૂકી હતી. પોલીસ કર્મચારીનું અપહરણ થાય તો સામાન્ય જનતાની સુરક્ષા કોણ કરશે તેવા પ્રશ્નો પણ ઉભા થયા હતા. જ્યારે હાલ મહિલા કોન્સ્ટેબ મણીબેન ચૌધરી રાજકોટ સિટીમાં ફરજ બજાવે છે. ત્યારે ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામે મુસ્લિમ યુવક સાથે રહેતા મણીબેનનું ફરીએક વાર અપહરણ થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે.

હબીપુરા ગામના સદ્દામહુસેન સિકંદરખાન ગરાસિયા સાથે કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી મૈત્રી કરાર આધારે સાથે રહે છે. આજે સવારે જ્યારે મણીબેન તેઓના ઘરે હતા ત્યારે 15 જેટલા શખ્સો મારક હથિયારો સાથે ઘરમાં ધસી આવ્યા હતા. એક વ્યક્તિના હાથમાં ગુપ્તિ જેવું હથિયાર હતું જયારે કેટલાક ઈસમો પાસે બેઝબોલ સ્ટીક હતી. દરવાજો તોડીને ઘરમાં પ્રવેશેલા હુમલાખોરોએ મહિલા કોન્સ્ટેબલના પુરુષ મિત્ર સદ્દામહુસેનને માર માર્યો હતો. અને મણીબેનને ઉઠાવીને પાલયન થઈ ગયા હતા. સમગ્ર ઘટના અને સદ્દામહુસેન ગરાસિયાએ 15 જેટલા અજાણ્યા શખ્સો સામે ડભોઇ પોલીસ મથકે અપહરણ અને રાયોટિંગનો ગુન્હો નોંધાવ્યો છે. જ્યારે પોલીસે અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે.


મહત્વનું છે કે અગાઉ પણ ડેસર પોલીસ મથક માંથી મણીબેન ચૌધરીનું અપહરણ થઈ ચૂક્યું છે. જે ઘટનામાં પણ હજી પોલીસે આરોપીઓ મળ્યાં નહીં એક પોલીસ કોન્સ્ટેબલનું જો અપહરણ થઈ જતું હોય અને પોલીસને ગુન્હેગારો મળતા ન હોય તો સામાન્ય નાગરિકોની શું વિસાત?

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dabhoi

દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદમાં ગંગા દશાહરા મહોત્સવના સાતમાં દિવસે પૂર્વ સાંસદે સહપરિવાર મહાઆરતી કરી

Published

on

ગંગા દશાહરા જેઠ સુદ એકમ 7 જૂન થી જેઠ સુદ દશમ 16 જૂન સુધી ના દિવસીય ગંગા દશાહરા પર્વ યાત્રાધામ ચાંદોદ ના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ,ચક્રતીર્થ ઘાટ ના કિનારે મહાઆરતી પૂજન સાથે નર્મદા સ્નાન અર્થે ગુજરાત ભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી આરતીનો લાભ લે છે. જેઠ મહિનાના જેઠ સુદ એકમ થી દશમી તિથિએ આ પર્વ ઊજવવામાં આવે છે. આ ગંગાજીના પૃથ્વી ઉપર અવતરણનો દિવસ છે. આ દિવસે ગંગા નદીમાં સ્નાન, દાન અને ઉપવાસ રાખવાનું ખાસ મહત્ત્વ છે. માંગલિક કાર્યો માટે પણ આ દિવસ ખૂબ જ સારો માનવામાં આવે છે.

ત્યારે ગતરોજ સાતમા માં દિવસે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ પરિવાર સહિત અનેક મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો. આ પર્વમાં ગંગાજી કે આસપાસની કોઈપણ પવિત્ર નદી, સરોવર કે ઘરમાં ગંગાજળથી નાહવાની પરંપરા છે. તે પછી દેવી ગંગા સાથે નારાયણ, શિવ, બ્રહ્મા, સૂર્ય, રાજા ભગીરથ અને હિમાલય પર્વતનું પણ પૂજન કરવું જોઈએ. આ દિવસે આ 10 યોગની માન્યતા છે દસ યોગમાં ગંગા ધરતી ઉપર આવ્યા હતાં.

જેઠ મહિનાના સુદ પક્ષની એકમ થી દશમ એ 10 યોગમાં દેવીનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું. એટલે આ પર્વને દશહરા કહેવામાં આવે છે. ગંગા દશાહરા મહોત્સવ માં દાન કરવાનું મહત્ત્વ અનેરું મહત્વ છે જે આ દિવસે 10 અંકનું ખાસ મહત્ત્વ હોય છે. એટલે કે ગંગા દશાહરાના દિવસે તમે જે પણ દાન કરો તેની સંખ્યા 10 હોવી શુભ માનવામાં આવે છે.

ગંગા દશાહરા મહોત્સવ માં મલ્હારરાવ ઘાટ તેમજ ચક્રતીર્થ ઘાટ પર ચાંદોદ ના વિધ્વાન ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પુણ્ય સલીલા નર્મદાજીની મહાઆરતી માં શ્રદ્ધાળુઓ જોડાઈ ને માતાજીને ચુંદડી,દૂધ,કુમકુમ,શ્રીફળ,જેવી સામગ્રી માતાજીને અર્પણ કરી હર હર ગંગે…હર હર નર્મદે…ના નાદ સાથે સ્નાન નો લાભ લઇ ધન્યતા અનુભવે છે.

Continue Reading

Dabhoi

ડભોઈમાં નવનિર્મિત સરિતા ઓવરબ્રિજ 7 દિવસ માટે બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું,કેવડિયા-રાજપીપળા તરફ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા જાણો..

Published

on

વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં તાજેતરમાં તૈયાર થયેલા સરિતા ફાટક ઓવરબ્રિજ ની કામગીરી હજી પણ પ્રગતિમાં છે. એક તરફના બ્રિજના નિર્માણ બાદ બીજી તરફના બ્રિજની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે. આ સાથે હયાત બ્રિજ ઉપર ડામર લેયરની બાકી કામગીરી કરવા માટે તેમજ વારંવાર થતાં અકસ્માત રોકવા બ્રિજની હેડ વૉલ પર રંગકામ કરવા માટે આ બ્રિજને સાત દિવસ માટે બંધ કરવાનું જાહેરનામુ જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા હતા. આ સાથે સાથે એક્સપાન્શન જોઈન્ટ માંથી બ્રિજ તૂટી ગયો હોવાની પણ વાતો વહેતી થઈ હતી. જેના સમારકામ માટે પણ આ સાત દિવસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ભારદારી વાહનો તેમજ હળવા વાહનો માટે વડોદરા થી ડભોઇ જવા માટેનો ફક્ત આ એક જ મુખ્યમાર્ગ હતો ત્યારે હવે સાત દિવસ માટે રાજપીપળા- કેવડીયા થી વડોદરા તરફ તેમજ વડોદરા થી કેવડિયા અને રાજપીપળા તરફ જવા માટે જિલ્લા કલેકટર દ્વારા ડાયવર્ઝનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

Continue Reading

Dabhoi

ડભોઇની “ધી ડભોઇ પીપલ્સ બેંક”ના ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં જતા ખાતેદારો ટેંશનમાં આવ્યા

Published

on


વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે વધુ એક બેંકનું શટર બંધ થતા હોબાળો સર્જાયો.  ડભોઇ પીપલ્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા ચાર દિવસ બંધ હાલત છે. અનેક ખાતેદારો રોજે રોજ બેન્કના ધક્કા ખાઇ રહ્યા છે. 20 વર્ષથી ખાતેદારોનો વિશ્વાસ જીતી હવે છેલ્લા ચાર દિવસ થી બેંકનાં ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી જતા ખાતેદારો ટેંશનમાં આવી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇમાં માંકણી બજારમાં આવેલી ધી ડભોઇ પીપલ્સ કો. ઓ.ક્રેડિટ સોસાયટી લી. બેંકના ખાતેદારોમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણકે, આ બેંક છેલ્લા ચાર દિવસ બંધ છે. મેનેજરે રાજીનામું આપતા કર્મચારી બેંક નથી ખોલી રહ્યા. જેના કારણે અનેક ખાતેદારો રોજિંદાપણે બેંકના ધક્કા ખાઇ રહ્યા છે.  વર્ષ 1998 થી કાર્યરત બેંક અચાનક બંધ થઇ જતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

છેલ્લા 20 વર્ષથી બેન્કે ખાતેદારોનો વિશ્વાસ જીતતા સંખ્યાબંધ ખાતેદારોની થાપણ બેંકમાં જમા છે. અને હવે ખાતેદારોના નાણા ફસાયાનો ખાતેદારોનો આક્ષેપ છે. બેંકનાં ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોઈનો પણ સંપર્ક ન થતા ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાતેદારોના આશરે 3 થી 4 કરોડની થાપણ બેંકમાં જમા છે. સ્થાનિકો દ્વારા આશરે 2.5 કરોડના કૌભાંડનાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

Continue Reading

Trending