Connect with us

Vadodara

RTI એક્ટિવિસ્ટની કરતૂત: ’40 લાખ આપ, નહીં તો કેસ કર્યે રાખીશ’, કોર્ટ કમ્પાઉન્ડમાં ઉદ્યોગપતિને ધમકી

Published

on

  • 5 – 7 વર્ષ પહેલા ડાહ્યાભાઇ રૂ. 5 લાખ લઇ ગયા હતા. છતાં એક વર્ષ બાદ ફરીથી શિવલાલ ગોયલ વિરૂદ્ધ કેસો કરવા લાગ્યા હતા

વડોદરામાં કથિત આરટીઆઇ એક્ટિવિસ્ટ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. કથિત આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા અગાઉ જમીનમાં ખોટા ડખા ઉભા કરીને મોટી રકમ પડાવી હોવાનું સપાટી પર આવતા બે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ વધુ એક મામલો સપાટી પર આવ્યો છે. અકોટા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ નોંધવામાં આવી છે.

જેમાં જણાવ્યા અનુસાર, આરોપીએ ફરિયાદીને કોર્ટ કમ્પાઉન્ડમાં જ ધમકી આપતા કહ્યું હતું કે, 40 લાખ આપો નહીંતર કોર્ટમાં તમારા વિરૂદ્ધ કેસો કર્યે રાખીશ. આખરે ધાક, ધમકી આપીને બળજબરી પૂર્વક પૈસા પડાવવા મામલે અકોટા પોલીસ મથકમાં કથિત આરટીઆઇ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે.

રમેશભાઇ વ્રજલાલ ડબગર દ્વારા કથિત આરટીઆઇ એક્ટિવિસ્ટ ડાહ્યાભાઇ સનાભાઇ રાજપૂત વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, અગાઉ આરોપી દ્વારા કંપનીના માલિક શિવલાલ પીરાગચંદ ગોયલ વિરૂદ્ધ કોર્ટમાં કેસ નહીં કરવા માટે આજથી 5 – 7 વર્ષ પહેલા ડાહ્યાભાઇ રૂ. 5 લાખ લઇ ગયા હતા.

તેમ છતાં એક વર્ષ બાદ ફરીથી શિવલાલ ગોયલ વિરૂદ્ધ કેસો કરવા લાગ્યા હતા. દરમિયાન કંપનીના કોમર્શિયલ કેસોના કામે આજથી અઢી મહિના પહેલા ફરિયાદી દિવાળીપુરા કોર્ટમાં ગયા હતા. ત્યારે બપોરના ત્રણ વાગ્યે આરોપી તેમને કોર્ટના કમ્પાઉન્ડમાં મળ્યો હતો. અને ધમકી આપી કે, રૂ. 40 લાખ આપ નહીંતર કોર્ટમાં તમારા વિરૂદ્ધ કેસો કર્યે રાખીશ.

આખરે ગતરોજ તેમણે આરોપી ડાહ્યાભાઇ શનાભાઇ રાજપૂત (રહે પરિવાર પાર્ક, કરોડિયા, વડોદરા) વિરૂદ્ધ અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં આરોપી વિરૂદ્ધ શહેરના અન્ય બે પોલીસ મથકમાં પણ આ જ પ્રકારે હેરાનગતિ કરીને પૈસા પડાવવા અંગેની ફરિયાદ નોંધાવવા પામી છે. લોકોને ખોટી રીતે કનડગત કરતા એક્ટિવિસ્ટો વિરૂદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરતા કેટલાય ફફડી ઉઠ્યા છે.

Continue Reading
Vadodara6 hours ago

વડોદરામાં 15 વર્ષીય દીકરીનું શંકાસ્પદ અપહરણ: ફરિયાદ નોંધાયાના 10 દિવસ વીતવા છતાં દીકરીનો કોઈ પત્તો નહીં

Savli2 days ago

સાવલીમાં કંપની સાથે લાખોની ઠગાઈ: એકાઉન્ટન્ટે પોતાના અને પત્નીના ખાતામાં રૂ. 89 લાખથી વધુ સગાં કર્યા

Chhotaudaipur2 days ago

નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ

Vadodara3 days ago

વડોદરામાં રાજકીય વગનો રોપ જમાવનાર જીમ સંચાલક લોકેશ શર્મા વિરુદ્ધ મહિલાની ફરિયાદ: પતિ ન મળતા મહિલાને ઉઠાવી લેવાની ધમકી

Vadodara4 days ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara5 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara6 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara6 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending