વિધર્મી સાથે મૈત્રી કારરથી રહેતા વડોદરા જિલ્લાના ચર્ચાસ્પદ બનેલા મહિલા કોન્સ્ટેબલનું ફરી એક વાર ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામેથી અપહરણ થયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ડભોઇ પોલીસે 15 જેટલા શખ્સો આમે અપહરણ અને રાયોટિંગનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
થોડા સમય આગાઉ ડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી મૂકી હતી. પોલીસ કર્મચારીનું અપહરણ થાય તો સામાન્ય જનતાની સુરક્ષા કોણ કરશે તેવા પ્રશ્નો પણ ઉભા થયા હતા. જ્યારે હાલ મહિલા કોન્સ્ટેબ મણીબેન ચૌધરી રાજકોટ સિટીમાં ફરજ બજાવે છે. ત્યારે ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામે મુસ્લિમ યુવક સાથે રહેતા મણીબેનનું ફરીએક વાર અપહરણ થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે.
હબીપુરા ગામના સદ્દામહુસેન સિકંદરખાન ગરાસિયા સાથે કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી મૈત્રી કરાર આધારે સાથે રહે છે. આજે સવારે જ્યારે મણીબેન તેઓના ઘરે હતા ત્યારે 15 જેટલા શખ્સો મારક હથિયારો સાથે ઘરમાં ધસી આવ્યા હતા. એક વ્યક્તિના હાથમાં ગુપ્તિ જેવું હથિયાર હતું જયારે કેટલાક ઈસમો પાસે બેઝબોલ સ્ટીક હતી. દરવાજો તોડીને ઘરમાં પ્રવેશેલા હુમલાખોરોએ મહિલા કોન્સ્ટેબલના પુરુષ મિત્ર સદ્દામહુસેનને માર માર્યો હતો. અને મણીબેનને ઉઠાવીને પાલયન થઈ ગયા હતા. સમગ્ર ઘટના અને સદ્દામહુસેન ગરાસિયાએ 15 જેટલા અજાણ્યા શખ્સો સામે ડભોઇ પોલીસ મથકે અપહરણ અને રાયોટિંગનો ગુન્હો નોંધાવ્યો છે. જ્યારે પોલીસે અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે.
મહત્વનું છે કે અગાઉ પણ ડેસર પોલીસ મથક માંથી મણીબેન ચૌધરીનું અપહરણ થઈ ચૂક્યું છે. જે ઘટનામાં પણ હજી પોલીસે આરોપીઓ મળ્યાં નહીં એક પોલીસ કોન્સ્ટેબલનું જો અપહરણ થઈ જતું હોય અને પોલીસને ગુન્હેગારો મળતા ન હોય તો સામાન્ય નાગરિકોની શું વિસાત?