Connect with us

Karjan-Shinor

પુષ્પા મૂવીની જેમ બુટલેગરે શરાબની હેરાફેરી કરી,વડોદરા LCBએ ટેન્કર ઝડપી પાડી

Published

on

વિદેશી શરાબની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. પણ પોલીસની ચતુરાઈ સામે બુટલેગરોના તમામ પેતરા નિષ્ફળ નીવડે છે. પુષ્પા મુવીમાં જેમ લાકડાની તસ્કરી કરવા માટે દુધના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમ શરાબની હેરાફેરી કરવા માટે બુટલેગરે ટેન્કરનો ઉપયોગ કરીને 475 પેટી શરાબનો જથ્થો ભરીને વડોદરા પહોચ્યો હતો. જ્યાં જીલ્લા LCB દ્વારા ટેન્કરમાં ભરેલો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

https://www.instagram.com/reel/CueIqGiBybD/?igshid=MzRlODBiNWFlZA==

રાજ્ય ભરમાં બુટલેગરોએ શરાબની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવી છે. જેમાં આજે વડોદરા જીલ્લા LCBએ લીક્વીડ ટેન્કરમાં શરાબની પેટીઓ ભરેલી ટેન્કર ઝડપી પાડી હતી. LCB ની ટીમને બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વિદેશી શરાબનો જથ્થો સુરતથી ભરૂચ થઈને વડોદરા તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી વાળી ટેન્કર આવતા જ પોલીસે તેણે કોર્ડન કરીને રોકી લીધી હતી. ટેન્કર ચાલક ની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઓમપ્રકાશ બિશ્નોઈ રહે. બાડમેર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું.

Advertisement

ટેન્કરની તપાસ કરતા ઉપરના ઢાંકણા બોલ્ટથી ફીટ કરેલા મળી આવ્યા હતા. જયારે ડ્રાઈવરની પુછપરછ કરતા ટેન્કરના કેબીન અને ટેન્કર વચ્ચે પતરું કાપીને ચોરખાનું બનાવ્યું હોવું કબુલ્યું હતું. જે ચોરખાના માંથી શરાબનો જથ્થો ટેન્કરમાં ઉતાર્યો હોવાનું કહ્યું હતું. પોલીસે ડ્રાઈવર પાસે જ ટેન્કરનું ચોરખાનું ખોલાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ખુબજ સાવચેતીથી ટેન્કર અને ટ્રક કેબીન વચ્ચે પતરું મારીને ખાનું બનાવાયું હતું. જેમાંથી પોલીસે 475 પેટી વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢ્યો હતો.

પકડાયેલા ટેન્કર ચાલકની પૂછપરછ કરતા અ શરાબનો જથ્થો ગણપત વાનારામ બિશ્નોઈએ મોકલાવ્યો હોવાની કબુલાત કરી હતી. આ ટેન્કરમાં શરાબનો જથ્થો ભરીને દિલ્હી બાયપાસ ખરગોદા બ્રીજ નીચે મુકેલી હતી. જ્યાંથી ટેન્કર ચાલકને ટેન્કર લઈને વડોદરાના દુમાડ ચોકડી નજીક પહોચવાનું હતું અને ત્યાં ટેન્કર પાર્ક કરી દેવાની હતી. પોલીસે 28 લાખની કિંમતના વિદેશી શરાબ તેમજ 10 લાખની કિંમતની ટેન્કર મળીને 38,65,000 નો મુદ્દામાલ કબજે લીધો છે.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Karjan-Shinor

તસ્કરોએ એક જ રાત્રીમાં ત્રણ મકાનના તાળા તોડી 2.80 લાખની ચોરીને અંજામ આપ્યો

Published

on

વડોદરા શહેર -જિલ્લામાં તસ્કરોનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે. તસ્કરોમાં પોલીસનો કોઈ ખોફના રહ્યો હોય તેમ બેખોફ થઇ પોલીસને પડકાર ફેંકાતા રોજબરોજ અનેક ચોરીની વારદાતને અંજામ આપી પોલીસના પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. બેખોફ બનેલ તસ્કરો શિયાળાની ઋત્તુ શરૂ થતા જ સક્રિય બન્યા છે. અને શિનોર તાલુકામાં એક જ રાત્રીમાં ત્રણ મકાનના તાળા તોડી તસ્કરોએ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરીની વારદાત ને અંજામ આપતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

શિનોર તાલુકામાં આવેલ શ્રીજી-1 તથા શ્રીજી-2 સોસાયટીમાં એક જ રાત્રીમાં ત્રણ મકાનના તાળા તોડી તસ્કરોએ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી હતી. તસ્કરો હાથ ફેરો કરતા બોડેલી ખાતે નર્મદા નિગમ સરદાર સરોવર માં જુનીયર કલાર્ક તરીકે નોકરી કરતા રતનભાઇ જેસંગભાઈ તડવીના ઘરમાંથી રૂપિયા 30 હજાર રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. જયારે વતનમાં ગયેલ પ્રદિપભાઇ જગદિશપ્રસાદ શર્માના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં બીજા રૂમમાં મુકેલ લોખડની તિજોરીનું લોક તોડી તેમાં મુકેલ સોનાની ચુડી, સોનાની ચેઇન, સોનાની વીંટી તથા મંગળસુત્ર સહીત રૂ. 2.10 લાખની કિંમતનું 6 તોલા તથા રોકડા રૂપિયા 40 હજારની ચોરી કરી હતી. સાથે કુણાલભાઈ જગદિશચન્દ્ર ભટ્ટ તેમજ ઉદારામ જવારાજી સુથારના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ સોનાના દાગીના, રોકડ રકમ સહીત કુલ 2.80 લાખ ની ચોરીની વારદાતને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

Advertisement

શિનોર પોલીસે અજાણ્યા ત્રણ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ શિયાળાની ઋતુ શરૂ થતાં તસ્કરો સક્રિય થઈ રહ્યા હોઈ શિનોર નગરની છેવાળાની સોસાયટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન થાય તેમજ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે તેવી રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે.

Advertisement
Continue Reading

Karjan-Shinor

વડોદરા નજીકથી ટ્રકમાં પશુ દાનની આડમાં જુનાગઢના કેશોદમાં લઇ જવાતો 30.33 લાખનો દારુ ઝડપાયો

Published

on

શહેરમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવા બુટલેગરરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે વડોદરાના અવાખલ ગામ પાસેથી ટ્રકમાં પશુ દાનની આડમાં ટ્રકમાં લઇ જવાતો વિદેશી શરાબનો રૂપિયા 30.33 લાખની કિંમતનો જથ્થો શિનોર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક ચાલક સહિત બેની ધરપકડ કરી 525 પેટી વિદેશી શરાબના જથ્થા સહીત પશુ દાન, ટ્રક મળી કુલ્લે રૂપિયા 46 લાખનો મુદ્દામાલ કબજે કરવા કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.

શિનોર પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર. મહિડાને બાતમી મળી હતી કે, એક ટ્રક જે સેગવા ચોકડીથી સાધલી પાસેથી પસાર થનાર છે. જેમાં મોટી માત્રા માં વિદેશી શરાબ નો જ્થ્થો ભરેલ છે. જે બાતમીના આધારે શિનોર પોલીસ મથકની અલગ-અલગ ટીમો બનાવી બાતમી આધારિત સ્થળ સેગવાથી સાધલી વચ્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન અવાખલ તરફ જવાના રસ્તા ઉપર થી એક બાતમી આધારિત ટ્રક પસાર થતા પોલીસે તે ટ્ર્કને રોકી કોર્ડન કરી તપાસ કરતા પ્રાથમિક તબક્કે ટ્રકમાં પશુ દાન અને કુસ્કી ભરેલા કોથળા જણાઇ આવ્યા હતા.

Advertisement

જોકે પોલીસને શંકા જતા ટ્રકમાં વધુ તપાસ કરતા ટ્રકમાં પશુ દાનની આડમાં છુપાવવામાં આવેલ વિદેશી શરાબની 525 પેટી મળી આવી હતી. પોલીસે અમજેરા, જિ. ધાર, મધ્યપ્રદેશના રહેવાશી ટ્રક ચાલક સગીરખાન ઉર્ફ મુન્નો બાબુખાન પઠાણ અને બબલુ અમરતલાલ ભંડોર ની અટકાયત કરી ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેણે આ વિદેશી શરાબનો જથ્થો જુનાગઢના કેશોદના અજાણી વ્યક્તિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી પોલીસે ટ્રક ચાલક તેમજ ટ્રકમાંથી મળી આવેલ અન્ય ઈસમ સહીત વિદેશી શરાબનો જથ્થો મોકલનાર ઇન્દોર ના નૌશાદખાન શૌકતખાન ખાન તેમજ સેલવાસ ના લડ્ડુ અને દારુ મંગાવનાર જુનાગઢના કેશોદની અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે વિદેશી શરાબની પેટીઓ ટ્રક માંથી ખાલી કરી ગણતરી કરતા રૂપિયા 30, 33, 600ની કિંમતની 12,504 નંગ બોટલો મળી આવી હતી પોલીસે વિદેશી શરાબના જથ્થા સહીત ટ્રકમાંથી રૂપિયા 64,300ની કિંમતનું 173 બેગમાં ભરેલું પશુદાન અને કુસ્કી, તેમજ ટ્રક મળી કુલ્લે રૂપિયા 46,09,630 નો મુદ્દામાલ કબજે કરી. બે આરોપીની ધરપકડ કરી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા

Advertisement
Continue Reading

Karjan-Shinor

કરજણ પંથકમાં વરસાદી પાણી ઘરો તેમજ ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી

Published

on

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં રાત્રી તેમજ સવાર દરમિયાન ખાબકેલ વરસાદે ભારે નુકસાન કર્યું હતું અને પંથકના સાંસરોદ, કોલીયાદ, વલણ ગામ સહીત અનેક નીચાણવાળા ગામડાઓમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ભરાઈ જતા કોલીયાદ તરફના માર્ગથી ભરૂચના પાલેજ તરફનો વાહનવ્યવહાર ખોરવાયો હતો.

સાસરોલ ગામે સરકારી આવાસોના ઘરોમાં વરસાદી પાણી આવી જતા ઘરવખરી ને ભારે નુકશાન પહોંચ્યું હતું તો બીજી તરફ બે ઈંચ વરસાદ વરસતા વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ધરતીપુત્રોમાં ભીતિ સેવાઈ રહી છે ધરતી પુત્રો એ મોંઘા બિયારણ, ખાતર અને દવાનો છટકાવ કરી ને પાક ને તૈયાર કર્યો હતો ત્યારે વરસાદી પાણી ખેતરો માં ફરી વળતા પાકને નુકશાન થવાની ભીતિને લઇ કરજણ પંથકના ખેડૂતો ચિતા માં મુકાયા છે

Advertisement
Continue Reading

Trending