વિદેશી શરાબની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. પણ પોલીસની ચતુરાઈ સામે બુટલેગરોના તમામ પેતરા નિષ્ફળ નીવડે છે. પુષ્પા મુવીમાં જેમ લાકડાની તસ્કરી કરવા માટે દુધના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમ શરાબની હેરાફેરી કરવા માટે બુટલેગરે ટેન્કરનો ઉપયોગ કરીને 475 પેટી શરાબનો જથ્થો ભરીને વડોદરા પહોચ્યો હતો. જ્યાં જીલ્લા LCB દ્વારા ટેન્કરમાં ભરેલો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
રાજ્ય ભરમાં બુટલેગરોએ શરાબની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવી છે. જેમાં આજે વડોદરા જીલ્લા LCBએ લીક્વીડ ટેન્કરમાં શરાબની પેટીઓ ભરેલી ટેન્કર ઝડપી પાડી હતી. LCB ની ટીમને બાતમી મળી હતી કે એક ટેન્કરમાં વિદેશી શરાબનો જથ્થો સુરતથી ભરૂચ થઈને વડોદરા તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી વાળી ટેન્કર આવતા જ પોલીસે તેણે કોર્ડન કરીને રોકી લીધી હતી. ટેન્કર ચાલક ની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઓમપ્રકાશ બિશ્નોઈ રહે. બાડમેર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું.
Advertisement
ટેન્કરની તપાસ કરતા ઉપરના ઢાંકણા બોલ્ટથી ફીટ કરેલા મળી આવ્યા હતા. જયારે ડ્રાઈવરની પુછપરછ કરતા ટેન્કરના કેબીન અને ટેન્કર વચ્ચે પતરું કાપીને ચોરખાનું બનાવ્યું હોવું કબુલ્યું હતું. જે ચોરખાના માંથી શરાબનો જથ્થો ટેન્કરમાં ઉતાર્યો હોવાનું કહ્યું હતું. પોલીસે ડ્રાઈવર પાસે જ ટેન્કરનું ચોરખાનું ખોલાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. ખુબજ સાવચેતીથી ટેન્કર અને ટ્રક કેબીન વચ્ચે પતરું મારીને ખાનું બનાવાયું હતું. જેમાંથી પોલીસે 475 પેટી વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢ્યો હતો.
પકડાયેલા ટેન્કર ચાલકની પૂછપરછ કરતા અ શરાબનો જથ્થો ગણપત વાનારામ બિશ્નોઈએ મોકલાવ્યો હોવાની કબુલાત કરી હતી. આ ટેન્કરમાં શરાબનો જથ્થો ભરીને દિલ્હી બાયપાસ ખરગોદા બ્રીજ નીચે મુકેલી હતી. જ્યાંથી ટેન્કર ચાલકને ટેન્કર લઈને વડોદરાના દુમાડ ચોકડી નજીક પહોચવાનું હતું અને ત્યાં ટેન્કર પાર્ક કરી દેવાની હતી. પોલીસે 28 લાખની કિંમતના વિદેશી શરાબ તેમજ 10 લાખની કિંમતની ટેન્કર મળીને 38,65,000 નો મુદ્દામાલ કબજે લીધો છે.