Chhotaudaipur

આધુનિક ગુજરાતનું વરવું સત્ય: ₹20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાય છે અને સગર્ભાને ‘ઝોળી’માં નાખી પહાડો ઉતારવા પડે છે!

Published

on

એક તરફ આપણે ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ગુજરાતની વાતો કરીએ છીએ, ત્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી સરકારી વહીવટની અત્યંત શરમજનક તસવીરો સામે આવી છે. લાખોના ખર્ચે ખરીદાયેલી ખાસ એમ્બ્યુલન્સો સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં ભંગાર બની રહી છે, જ્યારે આઝાદીના દાયકાઓ પછી પણ આદિવાસી સમાજની સગર્ભાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે લોકોએ આજે પણ ‘ઝોળી’નો સહારો લેવો પડે છે.

🧐અધિકારીઓની આળસ અને જનતાની હાલાકી

  • ધૂળ ખાતી લાખોની સુવિધા: છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અંદાજે ₹20 લાખના ખર્ચે ખાસ પ્રકારની એમ્બ્યુલન્સો ખરીદવામાં આવી હતી. આ વાહનોનો હેતુ એ હતો કે ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારોમાં જ્યાં 108 નથી પહોંચી શકતી, ત્યાં આ એમ્બ્યુલન્સ પહોંચી દર્દીઓની સેવા કરે.
  • વહીવટી સંકલનનો અભાવ: નસવાડી તાલુકાને આ એમ્બ્યુલન્સો તો ફાળવાઈ, પરંતુ કયા PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ને આપવી તેની સ્પષ્ટતાના અભાવે આ એમ્બ્યુલન્સો ગઢબોરીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભંગાર હાલતમાં પડી રહી છે.
  • ગઈકાલની હૃદયદ્રાવક ઘટના: નસવાડીના ખોખરા અને નલિયાબારી ગામે જ્યારે એક સગર્ભાને તાકીદે સારવારની જરૂર હતી, ત્યારે ખરાબ રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકી નહીં. જો વહીવટી તંત્રએ આ ખાસ એમ્બ્યુલન્સો કાર્યરત રાખી હોત, તો દર્દીને પહાડો પરથી ઝોળીમાં નાખીને નીચે ઉતારવાની નોબત ન આવી હોત.

👉ઇન્ચાર્જ રાજમાં પ્રજા બેહાલ?

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી જિલ્લા પંચાયતમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી વહીવટ ચલાવી રહ્યા છે, જેના કારણે પ્રજાની સુખાકારીના નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો હોય તેવું જણાય છે. સરકારના લાખો રૂપિયાના સાધનો અધિકારીઓની આળસ અને સંકલનના અભાવે વ્યર્થ સાબિત થઈ રહ્યા છે.

🫵જનતાનો સવાલ

​શું આદિવાસી વિસ્તારની જનતાને ટેકનોલોજી અને સુવિધાનો લાભ અધિકારીઓના અહમ અને આળસના કારણે ક્યારેય નહીં મળે? સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ અને સુવિધાઓનો જો યોગ્ય ઉપયોગ ન થતો હોય, તો આ માટે જવાબદાર કોણ?

Trending

Exit mobile version