Madhya Gujarat
પંચમહાલ: ગોધરા SOGની ટીમે ચિખોદ્રા ખાતે મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના નકલી તબીબને ઝડપી પાડ્યો
Published
7 months agoon
પંચમહાલની ગોધરા SOGની ટીમે ગોધરા તાલુકાના મહેલોલ PSC સેન્ટરના મેડિકલ ઓફિસર સાથે મળી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો. રહેમતનગરના ચિખોદ્રા ખાતે મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના નકલી તબીબની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ રહેમતનગરના ચિખોદ્રા ખાતે એક મકાનમાં ગેરકાયદેસર રીતે ઉમર ફારુક યુસફ વાઢેલ નામનો શખ્સ દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. આ અંગે મહેલોલ પીએસસી સેન્ટર ના મેડિકલ ઓફિસર હીમિશા નરેશભાઈ ગાયકવાડને માહિતી મળતા તેઓએ ગોધરા SOGની ટીમને જાણ કરી હતી. બાતમીના આધારે પોલીસે બોગસ દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના તબીબ ઉમર ફારુક યુસફ વાઢેલને રહેમતનગર ચિખોદ્રા ખાતેથી દરોડા પાડી ઝડપી પાડ્યો.
દરોડામાં ચેકીંગ દર્મિયાન એવું સામે આવ્યું કે, ઉમર ફારુક યુસફ વાઢેલ માન્ય ડિગ્રી વગર જ ગેરકાયદેસર દવાખાનું ચલાવી રહ્યો હતો. જેના આધારે પોલીસ દ્વારા ઉમર ફારુક યુસફ વાઢેલની ધરપકડ કરી દવાખાનામાંથી મળેલ દવાઓ, ઇન્જેક્શનો તેમજ મેડિકલ સમાન એમ કુલ મળી 15,293/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.આ સાથે જ બોગસ તબીબ ઉમર ફારુક યુસફ વાઢેલ સામે ગોધરા બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
You may like
-
પૂર્વ સાંસદના ભત્રીજા કુલદીપના હત્યારાઓ લોકોની નજર સામેથી પસાર થયા, જાણો સમગ્ર ઘટનાક્રમ
-
જીલ્લા સંકલનમાં અધિકારીઓ દ્વારા અપાતી અપૂરતી માહિતીથી સાંસદ નારાજ,કલેકટરને પત્ર લખ્યો
-
નર્મદા નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના
-
નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાયું, કાંઠા વિસ્તારમાં એલર્ટ
-
દાહોદ: વરોડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત, રક્ષાબંધનના પર્વ પર જ બેહનોએ બે ભાઈઓને ગુમાવ્યા
-
ગોધરા નજીક ટેન્કરે કારને ટક્કર મારતાં 4 લોકોના ઘટનાસ્થળે મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ