Madhya Gujarat

પંચમહાલ: ગોધરા SOGની ટીમે ચિખોદ્રા ખાતે મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના નકલી તબીબને ઝડપી પાડ્યો

Published

on

પંચમહાલની ગોધરા SOGની ટીમે ગોધરા તાલુકાના મહેલોલ PSC સેન્ટરના મેડિકલ ઓફિસર સાથે મળી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો. રહેમતનગરના ચિખોદ્રા ખાતે મકાનમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના નકલી તબીબની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ રહેમતનગરના ચિખોદ્રા ખાતે એક મકાનમાં ગેરકાયદેસર રીતે ઉમર ફારુક યુસફ વાઢેલ નામનો શખ્સ દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. આ અંગે મહેલોલ પીએસસી સેન્ટર ના મેડિકલ ઓફિસર હીમિશા નરેશભાઈ ગાયકવાડને માહિતી મળતા તેઓએ ગોધરા SOGની ટીમને જાણ કરી હતી. બાતમીના આધારે પોલીસે બોગસ દવાખાનું ચલાવતા ડિગ્રી વગરના તબીબ ઉમર ફારુક યુસફ વાઢેલને રહેમતનગર ચિખોદ્રા ખાતેથી દરોડા પાડી ઝડપી પાડ્યો.

Advertisement

દરોડામાં ચેકીંગ દર્મિયાન એવું સામે આવ્યું કે, ઉમર ફારુક યુસફ વાઢેલ માન્ય ડિગ્રી વગર જ ગેરકાયદેસર દવાખાનું ચલાવી રહ્યો હતો. જેના આધારે પોલીસ દ્વારા ઉમર ફારુક યુસફ વાઢેલની ધરપકડ કરી દવાખાનામાંથી મળેલ દવાઓ, ઇન્જેક્શનો તેમજ મેડિકલ સમાન એમ કુલ મળી 15,293/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.આ સાથે જ બોગસ તબીબ ઉમર ફારુક યુસફ વાઢેલ સામે ગોધરા બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Trending

Exit mobile version