મધ્ય પૂર્વથી આ વક્તના સૌથી મોટા અને ભયાનક સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયેલે આજે વહેલી સવારે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કર્યો છે. ‘ઓપરેશન શીલ્ડ ઓફ જુદાહ’ હેઠળ ઈઝરાયેલે ઈરાનના અનેક મિસાઈલ મથકો અને વ્યુહાત્મક સ્થળોને નિશાન બનાવ્યા છે. અમેરિકાની એન્ટ્રી અને ટ્રમ્પના આક્રમક નિવેદન બાદ હવે વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું સંકટ ઘેરાયું છે.
મુખ્ય હાઈલાઈટ્સ:
ઓપરેશન શીલ્ડ ઓફ જુદાહ: ઈઝરાયેલી સંરક્ષણ મંત્રીએ પુષ્ટિ કરી છે કે ઈરાન પર મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ભવન નિશાન પર: અહેવાલો મુજબ તેહરાન સહિત 30 સ્થળો પર હુમલો થયો છે, જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ ભવનને પણ નિશાન બનાવ્યા હોવાની આશંકા છે.
અમેરિકાનું કડક વલણ: ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને ક્યારેય પરમાણુ શક્તિ બનવા દેવામાં આવશે નહીં. અમેરિકા ઈરાનની નેવી અને મિસાઈલ ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવા તૈયાર છે.
ઈરાનની વળતી ધમકી: ઈરાને હુમલા બાદ ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દીધી છે અને ધમકી આપી છે કે, “યુદ્ધ તમે શરૂ કર્યું છે, પણ ખતમ અમે કરીશું.”
👇યુદ્ધના મેદાનની તાજી સ્થિતિ:
🇮🇳ભારત સરકાર એક્શનમાં: નાગરિકો માટે એડવાઈઝરી
મધ્ય પૂર્વમાં વણસતી પરિસ્થિતિને જોતા ભારતનું વિદેશ મંત્રાલય સતર્ક થયું છે. ઈરાન અને ઈઝરાયેલમાં વસતા ભારતીય નાગરિકો માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમને સુરક્ષિત સ્થળોએ રહેવા અને બિનજરૂરી અવરજવર ટાળવા સૂચના અપાઈ છે.
🧐નિષ્ણાતોનું શું કહેવું છે?
જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. ઈઝરાયેલ અને અમેરિકાની સંયુક્ત કાર્યવાહી બાદ હવે રશિયા અને ચીનનું વલણ શું રહે છે તેના પર આખા વિશ્વની નજર છે.