Connect with us

Dabhoi

ડભોઇની “ધી ડભોઇ પીપલ્સ બેંક”ના ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં જતા ખાતેદારો ટેંશનમાં આવ્યા

Published

on


વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે વધુ એક બેંકનું શટર બંધ થતા હોબાળો સર્જાયો.  ડભોઇ પીપલ્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંક છેલ્લા ચાર દિવસ બંધ હાલત છે. અનેક ખાતેદારો રોજે રોજ બેન્કના ધક્કા ખાઇ રહ્યા છે. 20 વર્ષથી ખાતેદારોનો વિશ્વાસ જીતી હવે છેલ્લા ચાર દિવસ થી બેંકનાં ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી જતા ખાતેદારો ટેંશનમાં આવી ગયા છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇમાં માંકણી બજારમાં આવેલી ધી ડભોઇ પીપલ્સ કો. ઓ.ક્રેડિટ સોસાયટી લી. બેંકના ખાતેદારોમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણકે, આ બેંક છેલ્લા ચાર દિવસ બંધ છે. મેનેજરે રાજીનામું આપતા કર્મચારી બેંક નથી ખોલી રહ્યા. જેના કારણે અનેક ખાતેદારો રોજિંદાપણે બેંકના ધક્કા ખાઇ રહ્યા છે.  વર્ષ 1998 થી કાર્યરત બેંક અચાનક બંધ થઇ જતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Advertisement

છેલ્લા 20 વર્ષથી બેન્કે ખાતેદારોનો વિશ્વાસ જીતતા સંખ્યાબંધ ખાતેદારોની થાપણ બેંકમાં જમા છે. અને હવે ખાતેદારોના નાણા ફસાયાનો ખાતેદારોનો આક્ષેપ છે. બેંકનાં ચેરમેન સહિત તમામ કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. કોઈનો પણ સંપર્ક ન થતા ખાતેદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાતેદારોના આશરે 3 થી 4 કરોડની થાપણ બેંકમાં જમા છે. સ્થાનિકો દ્વારા આશરે 2.5 કરોડના કૌભાંડનાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

Advertisement
Continue Reading
Advertisement

Dabhoi

બાળકને બચાવવા જતા ઘોડાએ લાત મારી,25 વર્ષીય યુવકનું ટૂંકી સારવાર બાદ મોત

Published

on

વડોદરા ડભોઇની કુંઢેલા ચોકડી પાસે આવેલ એક પોલટરી ફાર્મામાં મજૂરી કામ કરવા માટે 25 વર્ષે મૂળ પંચમહાલનો પંકેશ રાઠવા આવ્યો હતો, કડિયા કામ કરતો આ યુવાન ને ફાર્મ ના માલિકે ત્યાં ઝૂંપડું પણ બાંધી આપ્યું હતું.

Advertisementઆશરે છેલ્લા બે વર્ષથી મજૂરી કામ કરતો હતો યુવાન, ગતરોજ ફાર્મામાં તેમનો બાળક રમતો હતો તે દરમિયાન ઘોડો છૂટો હોવાથી બાળક તરફ દોડી આવતા યુવાન પોતાના બાળકને બચાવવા દોડ્યો હતો તેને બાળકનો બચાવ કરતા ઘોડાએ યુવાનના છાતીમાં લાત મારી હતી જેથી યુવાન ઇજાગ્રસ્ત થયો હતો ને એસ.એસ.જી હોસ્પિટલ માં લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.ઘટનાની જાણ થતા જ પંકેશ ના ગામના લોકો વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ મીડિયા ના મારફતે માંગણી કરી હતી કે પંકેશ એક માત્ર કમાઉ દીકરો હતો આગળ તેના પરિવારના તેમજ તેના બાળકનું ભવિષ્ય બની રહે એવા હેતુ સાથે તેઓ વળતરની માંગણી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ફાર્મના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંકેશને રાખનાર દિને છે જો કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી કાઢી હશે તેની તપાસ કરવામાં આવશે જેથી વળતર ચૂકવવામાં આવશે.

Advertisement
Continue Reading

Dabhoi

ડભોઈ હાઇવે પર આઇસર ટેમ્પાની અડફેટે 31 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત, ચાલક ફરાર પોલીસે તપાસ હાથ ધરી

Published

on

વડોદરાના ડભોઈ તાલુકાના નેશનલ હાઇવે વડોદરા ટ્રેક ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો હતો 31 વર્ષીય યુવકની મોટરસાયક્લને આઇસર ટેમ્પા ચાલકે ટક્કર મારતા ગંભીર ઇર્જાગ્રસ્ત યુવકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો ડભોઇ પોલીસે ફરાર આઇશર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી સમા રિંગરોડ વિસ્તારમાં આવેલ ઓમ રેસીડેન્સી ખાતે રહેતા 31 વર્ષીય નિલેશભાઈ ફાટુભાઈ તડવી પોતાની મોટર સાઇકલ લઇ કામ અર્થ ડભોઈ જઈ રહ્યા હતા નિલેશભાઈ ડભોઈ સરિતા ઓવર બ્રિજ નજીક એસટી ડેપો પાસે થી પસાર થઇ રહ્યા હતા દરમિયાન પુરઝડપે આવી રહેલ આઇસર ટેમ્પા ચાલકે નિલેશભાઈ ની મોટરસાયક્લને અડફેટે લેતા તેઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા

અકસ્માતમાં નિલેશ ભાઈને માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી સન્નાટો પથરાઈ ગયો હતો ડભોઈ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે

Advertisement
Continue Reading

Dabhoi

સાયબર ઠગોએ નકલમાં પણ અકલ ન વાપરી, ધારાસભ્ય શૈલેષ મહેતાની ત્રીજી વાર ફેક પ્રોફાઈલ બનતા પોલીસ ફરિયાદ નોંધાવી

Published

on

સાયબર ઠગોએ નકલમાં પણ અકલ ન વાપરી, ધારાસભ્ય શૈલેષ મહેતાની ત્રીજી વાર ફેક પ્રોફાઈલ બનતા પોલીસ ફરિયાદ નોંધાવી
દેશભરમાં સેલીબ્રીટીઓ અને નેતાઓના નામથી ખોટા પ્રોફાઈલ બનાવીને લોકો સાથે ઠગાઈ કરવાનો નવો કીમિયો સાયબર ઠગોએ શોધી લીધો છે.

જયારે આ પૈકી કેટલાક હેકરો સોશ્યલમીડિયા પ્રોફાઈલ જ હેક કરી લેતા હોય છે. તાજેતરમાં પૂર્વ વિસ્તારના એક નગરસેવકનું ફેસબુક પેજ હેક થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જયારે હવે ડભોઇ ધારાસભ્યના નામથી ફેક ફેસબુક પ્રોફાઈલ બન્યા હોવાની જાણ થતા તેઓએ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાને ગત રોજ જાણ થઇ હતી કે તેઓના નામથી અને તેઓના સોશ્યલ મીડિયા પર મુકેલા ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને કોઈ સાયબર ઠગ દ્વારા ફેસબુક પ્રોફાઈલ બનાવવામાં આવી છે. જે માહિતી મળતાની સાથે જ તેઓએ પોતાના કાર્યકરો અને ફોલોવર્સને ફેસબુક પર પોસ્ટ મુકીને આ ફેક એકાઉન્ટથી સાવધાન રેહેવા તાકીદ કરી હતી.

જે બાદ આજે તેઓએ ઘટના અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, સાયબર ઠગોએ આ ત્રીજી વાર તેઓના નામથી ફેસબુક પ્રોફાઈલ બનાવી છે. જ્યાં નામમાં શૈલેષ સોટ્ટા એમ.એલ.એ એમ લખતા હતા. જયારે આ વખતે તો સાયબર ઠગોએ નામ લખવામાં પણ સ્પેલિંગ મિસ્ટેક કરી છે. વારંવાર ફેક પ્રોફાઈલ બનતા હોવાથી આ વખતે તેની પોલીસ ફરિયાદ આપવાનું નક્કી નક્કી કર્યું છે. ફેક પ્રોફાઈલ બનાવીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવામાં આવે છે. અને ત્યાર બાદ રૂપિયાની માંગણી કરાય છે. જેમાં ધારાસભ્યના નામથી કોઈ સામાન્ય નાગરિક કે ફોલોવર્સ છેતરાય નહિ તે માટે સાયબર ઠગને પકડી પાડવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending