Connect with us

Savli

ભણતર-નોકરી અંગે માતાએ ઠપકો આપતા પુત્રએ દવા ગટગટાવી

Published

on

વડોદરા પાસે સીસવા ગામે માતાએ પુત્રને ભણતર અને નોકરી અંગે ઠપકો આપ્યો હતો. જે બાદ પુત્રને લાગી આવતા તેણે ખેતરે જઇને દવા ગટગટાવી લીધી હતી. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પુત્રએ અંતિમ પગલું ભરી લેતા માતા-પિતા શોકમય બન્યા છે. તો બીજી તરફ આ મામલે વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ મથકમાં બનાવ અંગે અકસ્માતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કનુભાઇ અંબાલાલ સોલંકી સીસવાગામે આવેલા મહાદેવ ફળિયામાં તેમના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં તેમની પત્નીએ પુત્ર ગૌતમ (ઉં.19) ને ઠપકો આપ્યો હતો. ગૌતમ ગોરવા આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો. પરંતુ તે છેલ્લા કેટલાય સમયથી કોલેજ જતો ન્હતો. અને ગામમાં આંટાફેરા મારતો હતો. જેથી તેની માતાએ તેના સારા ભવિષ્યને ધ્યાને લઇને કહ્યુંકે, તું ભણવા પણ નથી જતો, અને નોકરી પણ નથી શોધતો. જો તારે ભણવા ના જવું હોય તો અમને ખેતીકામમાં મદદ કરવા લાગ.

આ વાતનું ગૌતમને મનોમન લાગી આવ્યું હતું. બાદમાં તેણે ખેતરે જઇને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટના અંગે જાણ થતા જ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે મંજુસર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંઘ કરવામાં આવી છે. અને મામાલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કંચનભાઇ રતનભાઇ કરી રહ્યા છે.

Continue Reading
Gujarat1 hour ago

ગુજરાત : ₹1.21 કરોડની નકલી દવાઓ ઝડપાઈ; વડોદરા-અમદાવાદમાં તંત્રના દરોડાથી ફફડાટ

Vadodara2 hours ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara3 hours ago

વડોદરા : કાળઝાળ ગરમી વચ્ચે ગભરામણ થતા વૃદ્ધનું મોત; પુત્રએ CPR આપ્યું પણ પિતાનો જીવ ન બચી શક્યો

Vadodara3 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Savli4 hours ago

સાવલીના પરથમપુરા ગામમાં હાહાકાર: ગેસ વિસ્ફોટમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી; પોલીસ ઘટનાસ્થળે

Vadodara4 hours ago

વડોદરા: પાણીગેટમાં બંધ મકાનનું તાળું તોડનાર તસ્કર ઝડપાયો; પોલીસે ₹1.68 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

Vadodara5 hours ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Savli21 hours ago

ગરીબોના અનાજ પર કોની તરાપ? સાવલીના રાણીયા ગામમાં 8 મહિનાથી રાશન ગાયબ; દુકાનદારની દાદાગીરીથી ગ્રામજનોમાં રોષ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 hours ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara3 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara5 hours ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara3 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara5 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara1 week ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Trending