Savli

ભણતર-નોકરી અંગે માતાએ ઠપકો આપતા પુત્રએ દવા ગટગટાવી

Published

on

વડોદરા પાસે સીસવા ગામે માતાએ પુત્રને ભણતર અને નોકરી અંગે ઠપકો આપ્યો હતો. જે બાદ પુત્રને લાગી આવતા તેણે ખેતરે જઇને દવા ગટગટાવી લીધી હતી. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પુત્રએ અંતિમ પગલું ભરી લેતા માતા-પિતા શોકમય બન્યા છે. તો બીજી તરફ આ મામલે વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ મથકમાં બનાવ અંગે અકસ્માતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કનુભાઇ અંબાલાલ સોલંકી સીસવાગામે આવેલા મહાદેવ ફળિયામાં તેમના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં તેમની પત્નીએ પુત્ર ગૌતમ (ઉં.19) ને ઠપકો આપ્યો હતો. ગૌતમ ગોરવા આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો. પરંતુ તે છેલ્લા કેટલાય સમયથી કોલેજ જતો ન્હતો. અને ગામમાં આંટાફેરા મારતો હતો. જેથી તેની માતાએ તેના સારા ભવિષ્યને ધ્યાને લઇને કહ્યુંકે, તું ભણવા પણ નથી જતો, અને નોકરી પણ નથી શોધતો. જો તારે ભણવા ના જવું હોય તો અમને ખેતીકામમાં મદદ કરવા લાગ.

આ વાતનું ગૌતમને મનોમન લાગી આવ્યું હતું. બાદમાં તેણે ખેતરે જઇને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટના અંગે જાણ થતા જ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે મંજુસર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંઘ કરવામાં આવી છે. અને મામાલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કંચનભાઇ રતનભાઇ કરી રહ્યા છે.

Trending

Exit mobile version