Connect with us

Vadodara

RR કાબેલ કંપનીના 40 સ્થળો પર ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સામુહિક સર્વે હાથ ધરાયો

Published

on

વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર આર કાબેલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે વડોદરા સહિત દેશભરમાં કંપનીઓને લગતા 40 ઠેકાણા પર ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. નવા વર્ષ બાદ પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આટલા વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોએ ઉમેર્યું કે ગુજરાત ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર 2023 માં કંપની દ્વારા IPO ઈશ્યુ કરવામાં આવ્યો છે.


વર્ષ પૂર્ણ થવાના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, તેમ તેમ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરચોરો પર મોટી કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ IT વિભાગ દ્વારા બિલ્ડર, જવેલર્સ, ફટાકડા સ્ટોર સહિતના સ્થળોએ રાજ્યભરમાં દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું હતું.

તો આજે વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર સાથે સંકળાયેલા આર આર કાબેલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, આર આર કાબેલના વડોદરા, અમદાવાદ, સુરત, સેલવાસ સહિત દેશભરમાં 40 વિવિધ ઠેકાણે IT ની ટીમોના દરોડા જારી છે. માત્ર કંપની પરિસર અને ઓફિસો જ નહીં પણ IT દ્વારા સમગ્ર ડિસ્ટ્રીબ્યુટર નેટવર્કને પણ દરોડામાં સમાવી ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આર આર કાબેલ પર પાડવામાં આવેલા દરોડામાં મોટા બેનામી વ્યવહારો પકડાવવાની સંભાવનાઓ સેવાઇ રહી છે. આ સાથે જ નવા વર્ષમાં પણ ઇન્કમટેક્સ વિભાગ કરચોરો સામે આકરી કાર્યવાહી કરવાના મુડમાં હોવાનું ફલિત થઈ રહ્યું છે.

Advertisement


IT દ્વારા કંપનીના હિસાબો, ખરીદ-વેચાણ ના ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતની માહિતીની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ તપાસના અંતે શુ બહાર આવે છે તેના પર સૌકોઈની નજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બર 2023 માં જ કંપની દ્વારા IPO ઈશ્યુ કરવામાં આવ્યો છે. તે બાદ આટલા ટૂંકા ગાળામાં ઇન્કમટેક્સ વિભાગની આટલી મોટી કાર્યવાહી અનેક સવાલો ઉભા કરે તેમ છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Dabhoi3 hours ago

“તિલક વગર કોઇ દેખાય તો ઉંચકીને બહાર કાઢો”, ધારાસભ્યની સાફ વાત

Vadodara2 days ago

વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ થઇ જતાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું

Vadodara2 days ago

ગાંધી જયંતિના દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને શાસકોને જગાડવાનો પ્રયાસ

Vadodara2 days ago

ગાંધીના જયંતિએ LCBને સફળતા મળી: માંગલેજ પાસેથી અમદાવાદ લઇ જવાતો રૂપિયા 45 લાખનો દારૂ ઝડપાયો

Vadodara2 days ago

નવરાત્રી દરમિયાન અભયમની ટીમ મહિલાઓની મદદ અને માર્ગદર્શન માટે તૈનાત રહેશે

Vadodara4 days ago

નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું રેસ્ક્યૂ, વડસર ગામમાં સતત એનાઉન્સમેન્ટ જારી

Vadodara4 days ago

વડોદરાના ચીફ ફાયર ઓફિસરે ફાયર જવાનને ઢોર માર મારતા સારવાર હેઠળ: સાહેબ ચિક્કાર નશાની હાલતમાં હતા?

Vadodara5 days ago

“ટાંટિયા ખેંચમાંથી બહાર આવીને એક થવું પડશે”, ભાજપ જિલ્લા પ્રમુખની ટકોર

Vadodara2 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara2 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara2 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara3 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Savli3 months ago

સાવલી નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની દહેશત!

Vadodara3 months ago

“કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – દર્ભાવતી MLA શૈલેષ સોટ્ટા

Savli4 months ago

સાવલી : “વેઠ” ને કારણે નગરજનો કેટલું વેઠશે? ઠેરઠેર ખાડાઓ અને ખુલ્લી ડ્રેનેજ જીવલેણ સાબિત થશે!

Trending