ગાંધીના ગુજરાત માં દારૂબધી છે. અને આ દારૂબંધી નો ચુસ્ત અમલ કરવામાં આવતો હોવાના સરકાર દાવા કરતી હોય છે. પરંતુ ગુજરાત રાજ્યમાં શરાબ માફિયાઓ દ્ધારા રાજ્યના અનેક શહેરોમાં દારૂ ઘૂસાડવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવતા હોય છે. ત્યારે SMC દ્ધારા છોટાઉદેપુર જિલ્લાના દેવળીયા ગામ નજીક આવેલ હોટલ ના ખુલ્લા પાર્કિંગ સામે થી આઇસર ટ્રકમાં ભરીને લઇ જવાતો 27.90 લાખ ઉપરાતના વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી કુલ 48.17 લાખ ઉપરાતનો મુદામાલ જપ્ત કરી બે આરોપી ની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર SMC પોલીસ ઈંસ્પેક્ટર આર. જી. ખાંટ ને બાતમી મળી હતી કે, છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં છોટાઉદેપુર થી પાવી જેતપુર જતા રોડ પર આવેલ દેવળીયા ગામ નજીકની શિવકૃપા કાઠીયાવાડી ધાબાના ખુલ્લા પાર્કિંગ સામે ઉભેલ એક આઇશર ટ્રકમાં ઇલેક્ટ્રિક બોક્સની આડમાં સંતાડીને મોટી માત્રામાં વિદેશી શરાબ નો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે.
SMC ને બાતમી મળતા SMC પોલીસ ઈંસ્પેક્ટર આર. જી. ખાંટ તેમની ટિમ સાથે તાત્કાલિક પાવી જેતપુર રોડ પર આવેલ દેવળીયા ગામ નજીકની શિવકૃપા કાઠીયાવાડી ધાબાના ખુલ્લા પાર્કિંગ સામે વોચ ગોઠવી ઉભા થઇ ગયા હતા તે દરમિયાન બાતમી આધારિત આઇસર ટ્રક આવતા તેને કોર્ડન કરી ટ્રક ચલાકની પુછપરછ કરતા યોગ્ય જવાબ ના આપી શકતા પોલીસે ટ્રક ચાલકને સાથે રાખી ટ્રક માં તપાસ કરતા ટ્રક માંથી ઇલેક્ટ્રિક બોક્સની આડમાં છુપાવવા માં આવેલ વિદેશી શરાબની રૂ. 27,90,530ની કિંમતની 6,537 નંગ બોટલ મળી આવતા રાજસ્થાનના ટ્રક ચાલક સવેરામ ઉમારામ ચારણ અને ખેતારામ હીરારામ ચરણ ની ધરપકડ કરી વિદેશી શરાબના જથ્થો, ઇલેક્ટ્રિક બોક્સ, આઇસર ટ્રક તેમજ મોબાઇલ ફોન સહીત રૂ 48,17,140 ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો
પોલીસે ઝડપી પાડેલ આરોપી સવેરામ ઉમારામ ચારણ અને ખેતારામ હીરારામ ચરણ ની પ્રાથમિક પુછપરછ કરતા આ શરાબનો જથ્થો નરેશ અને અનિલ નાથાલાલ વડેચા દ્ધારા ભરી આપવામાં આવ્યો હતો જે રાજકોટ ખાતે પહોંચાડવાનો હતો જયાં કોઈ અજાણી વ્યક્તિ આ જથ્થો લેવા આવનાર હતું. જેથી પોલીસે શરાબનો જથ્થો મોકલનાર નરેશ અને અનિલ નાથાલાલ વડેચા તેમજ રાજકોટના અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડેલ બને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.