સાવલી તાલુકાના બહુથા ગામ પાસેથી પસાર થતી મેસરી નદીમાં મોટા પ્રમાણમાં ગૌવંશનું માસ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. સ્થાનિકોએ નદીમાં પડેલા શંકાસ્પદ માંસના ટુકડા જોતા જ ગૌસેવકો અને પોલીસને જાણ કરી હતી. જયારે માંસની તપાસ માટે FSLની પણ મદદ લેવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના બહુથા ગામ પાસેથી પસાર થતી મેસરી નદીમાં રાત્રીના 9 વાગ્યાના અરસામાં આસપાસના ખેડૂતોએ મોટા પ્રમાણમાં માંસનો જથ્થો તેમજ હાડકા જોયા હતા. જેની જાણ સ્થાનિકોએ પોલીસ વિહ્બાગ અને ગૌરક્ષકોને કરી હતી.
માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોચી હતી. સ્થળ પર જઈને તપાસતા ગૌવંશના માસના ટુકડાં ભરેલા કોથળા તેમજ શીંગડા સહીત ચામડાંનો જથ્થો મળી આવ્યો હતો. નજીકમાં કોઈ કતલખાનું પણ નથી. તો આ માંસનો જથ્થો નદીમાં કોણે નાખ્યો તે સવાલ ઉભો થયો હતો. પોલીસે માંસના જથ્થાને તપાસવા માટે FSLની મદદ લીધી હતી. જયારે FSLની ટીમ દ્વારા માંસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
માંસનો જથ્થો મળ્યો હોવાની વાત વાયુ વેગે પંથકમાં પ્રસરી જતા આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર એકત્રિત થઇ ગયા હતા. જયારે ગૌરક્ષકો પણ સ્થળ પર આવી પહોચ્યા હતા. સેમ્પલ લીધા બાદ બચેલા માંસના જથ્થાને JCB દ્વારા ખાડો કરીને દાટી દેવામાં આવ્યું હતું. નદીમાં માંસનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.