ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને સરકાર દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાના દાવા કરતી હોય છે પરંતુ સરકારના આ ચુસ્ત દારૂબંધીના દાવાઓ વચ્ચે રાજયમાં દારૂ ઘુસાડવા દારૂ માફિયાઓ અવનવા કિમિયા અપનાવી શહેરમાં દારૂ ઘુસાડી સરકાર ના દાવાના ધજાગરા ઉડાવતાં હોય છે ત્યારે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસની ચતુરાઈ થી શહેરમાં ઘૂસાડવામાં આવી રહેલો રૂ. 26.35 લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી બુટલેગરના કીમિયાને નિષ્ફળ બનાવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પો.ઇન્સ કે.એ.પટેલ ને બાતમી મળી હતી કે, એક બંધ બોડીનું આઇસર કન્ટેનર જેનો નંબર RJ-14-GH-2661 છે જેમાં મોટી માત્રા માં વિદેશી શરાબનો જથ્થો ભરેલ છે અને હાલમાં આ કન્ટેનર અમદાવાદ થી વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર થઇ વડોદરા ટોલનાકા તરફ આવી રહેલ છે બાતમી મળતા જ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ મંજુસર પોલીસ મથક ની હદમાં આવેલ એક્પ્રેસ ટોલનાકા ઉપર અમદાવાદથી વડોદરા તરફના ટ્રેકના ટોલબુથ ક્રોસ કરી છુટ્ટા છવાયા વોચ રાખી ઉભા થઇ ગયા હતા
Advertisement
દરમિયાન અમદાવાદથી વડોદરા તરફ બાતમી આધારિત બંધ બોડીનું આઇસર કન્ટેનર આવતા પોલીસે આઇસર કન્ટેનર ને કોર્ડન કરી કંન્ટેનર ચાલકની સાથે રાખી બંધ બોડી ના કંન્ટેનરમાં તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી શરાબની પેટીઓનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી શરાબ ના જથ્થા સાથે કન્ટેનર જપ્ત કરી કન્ટેનર ચાલકની ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરી હતી ચાલકે પોતે રાજસ્થાનનો રહેવાશી અચલારામ તુલસારામ જાટ હોવાનું જાણવ્યું હતું અને આ શરાબનો જથ્થો રાજસ્થાનના દેદારામ નરસિંગારામ જાટ રાજસ્થાનના નાગૌર નજીક આવેલ શીવશક્તિ ઢાબા ઉપરથી આપેલ અને આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તે લઈ ગુજરાતના વડોદરા શહેર તરફ જવાનુ છે અને ત્યાં જઇને જે લોકેશન આપે ત્યાં પહોંચવાની જાણવ્યું હતું
પોલીસે કન્ટેનર માંથી વિદેશી શરાબ નો જથ્થો બહાર કાઢી ગણતરી કરતા રૂ. 26,35,200ની કિંમતની વિદેશી શરાબની 542 પેટી માંથી 7752 નંગ બોટલો મળી આવી હતી પોલીસે શરાબના જથ્થા, એક મોબાઈલ ફોન તથા બંધ બોડીનું કન્ટેનર સહીત કુલ રૂ. 36,45,200 નો મુદ્દામાલ કબ્જે કરી મંજુસર પોલીસ મથક ખાતે કન્ટેનર ચાલક તેમજ વિદેશી શરાબનો જથ્થો મોકલનાર ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપી ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા