Vadodara
શહેરની ફરતે 75 મીટર પહોળાઈનો રીંગ રોડ બનાવવાનું આયોજન: વુડા અને પાલિકા 50-50 ટકા ખર્ચ ભોગવશે
Published
10 months agoon
કોર્પોરેશન અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરની આસપાસના વિકાસ માટે 75 મીટર પહોળાઈનો રીંગ રોડ બનાવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કોર્પોરેશનને ₹52.24 કરોડનો ખર્ચ આવશે. જે રકમ વુડામાં ભરપાઈ કરવા સ્થાયી સમિતિમાં કમિશનરે દરખાસ્ત રજૂ કરી હતી. જેને મળેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
શહેરને ફરતે ઇનર અને આઉટર રીંગ રોડ છે. ઉપરાંત હાઈવેનો બાયપાસ પણ વાહનો માટે કાર્યરત છે. ઉપરાંત શહેરના વિકાસને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ સંયુક્ત રીતે ટ્રાફિકની સમસ્યા હલ કરવા વધારાનો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો 75 મીટરનો આઉટર રીંગ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કામગીરીમાં કોર્પોરેશન વિસ્તારમાંથી 8.24 કિલોમીટર લંબાઈનો રસ્તો પસાર થવાનો છે.
રસ્તા માટેનો ખર્ચ 104.49 કરોડ થવાનો છે. જેમાં નક્કી થયા મુજબ 50% રકમ વુડા અને બીજી 50% રકમ કોર્પોરેશન ભોગવશે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કોર્પોરેશનનો 50% રકમ રૂ.52.24 કરોડનો હિસ્સો વુડામાં જમા કરાવવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત વધારાના કામ તરીકે રજૂ કરી હતી. જેને મંજૂરી આપવામાં આવી છે.
You may like
-
ડેસર: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં મહિલાની છેડતીનો પ્રયાસ
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
ઇંટના ભઠ્ઠાની ઓફિસમાં પરિણિતા પર દુષકર્મ, મોઢું બંધ રાખવા ધમકી આપી