Vadodara
એક્સપ્રેસ હાઇવે પરથી વિદેશી શરાબનો જથ્થો લઈને વડોદરામાં પ્રવેશી રહેલી કાર જીલ્લા LCBએ ઝડપી પાડી
Published
5 months agoon
વડોદરા જીલ્લા LCBની ટીમે બાતમીના આધારે વિદેશી શરાબનો જથ્થો લઈને વડોદરા તરફ આવતી એક ક્રેટા કારને ઝડપી પાડી હતી. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરીને એક લાખની કિંમતના શરાબના જથ્થા સહિત 6 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
વિદેશી શરાબની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. જેમાં કેટલીક વાર વૈભવી કારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વૈભવી કાર સામાન્ય રીતે પોલીસ ચેક કરતી નથી. જેથી બુટલેગરો શરાબનો જથ્થો હેરાફેરી કરવામાં સફળ થઈ જાય છે.
વડોદરા જીલ્લા LCB પોલીસના જવાન ગજાભાઈ તેમજ જયદીપસિંહને બાતમી મળી હતી કે, કેટલાક બુટલેગરો એક ક્રેટા કારમાં વિદેશી શરાબ ભરીને એક્સપ્રેસ વેના માર્ગે વડોદરા તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે ભાદરવા પોલીસ મથકની હદમાં રિલાયન્સ પેટ્રોલપમ્પ નજીક પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી કાર આવી પહોંચતા તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી.
કાર માંથી ચાલક પ્રવિણસિંહ કુંદનસિંહ રાઠોડ તેમજ વિનય પ્રતાપસિંહ રાજપૂત (રહે. સરકારી હોસ્પિટલ નજીક, ગામ કાલવા, તા.મકરાણા, જી.નાગોર,રાજસ્થાન) મળી આવ્યા હતા. જ્યારે કારમાં પાછળની સીટ આડી કરીને વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી.
LCBની ટીમે 29 પેટી વિદેશી શરાબની બોટલો તેમજ એક ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળીને 6,17,960 રૂ. નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા પિન્ટુસિંગ રાજપૂત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
You may like
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા
-
પાલિકાના વ્હીકલપૂલમાં ખખડધજ વાહનોનો ખડકલો, ક્યારે લેવાશે યોગ્ય નિર્ણય..!